નવું વર્ષ મુબારક

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

જે સ્થિતી દિવાળી ના શબ્દો માટે હતી એજ નવા વર્ષ માટે.

માફ કરશો….. !!!

ભારત દેશ રીત, રિવાજ, પ્રણાલી અને અનુકરણના બંધારણ ને અનુસરતો એક સાંસ્કૃતિક દેશ છે. વિશ્વમાં અનેક જાતિ-જ્ઞાતિ-ધર્મ-પંથ અને સંપ્રદાય ધરાવતા દેશની ખાસિયત છે દર મહિને શરૂ થતું નવું કેલેન્ડર. દરેક મહિને ભારતના કોઈને કોઈ ખુણે, કોઈ ને કોઈ જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાય એમનું નવું વર્ષ ઉજવે છે અને એ સાથે જ આવનારા નવા વર્ષ દરમ્યાન પોતાને ખુશીઓ અને સમૃધ્ધિ મળે એના માટે પ્રાર્થના કરે છે અને વડીલોના આશીર્વાદ લે છે.

હું અહીંથી હ્રદયપુર્વક મારા તમામ સ્વજનો, મોટાઓને વંદન અને નાનેરાંને આશીર્વાદ સાથે પરિવાર સહિત સૌને નુતન વર્ષાભિનંદન પાઠવું છું.

હવે બીજી એક વાત…. જાહેરાત…..

આપણે ગુજરાતીઓ તહેવારો દરમ્યાન કાંઈક ને કાંઈક ખરીદતા હોઈએ છીએ.  મેં પણ લગભગ નાની-મોટી ચીજ વસ્તુઓ ખરીદવા માટે કેટલાક વર્ષોથી દશેરાને પ્રાધાન્ય આપ્યું છે. આ વર્ષે પણ કાંઈક નવી ખરીદી કરતાં  મા ગુર્જરીના ચરણે એક નવા અભિગમ સાથે  વીર ગુર્જરી રજુ કરું છું.

હવેથી નવું સરનામું:

વી ગુર્જરી

તારીખઃ ૧૧.૧૧.૨૦૧૧

લીંકઃ http://www.virgurjari.com

આભાર

શુભ દિવાળી…!!

 

 

 

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

સમયની વ્યસ્તતાના લીધે હું સમયસર બધાને નિયત સમયે શુભકામનાઓ પાઠવી શક્યો નથી એનો અફસોસ છે અને અપુરતી જાણકારીના લીધે મેં દિવાળીના દિવસનું શીડ્યુલ પોસ્ટીંગ પણ ના થઈ શક્યું એનો ઉકેલ શોધવાનો છે. 

મોડું તો મોડું મારી દિવાળીની શુભકામનાઓ માટેના શબ્દો નીચે મુજબ હતા.

આમ તો આપણે ગુજરાતીઓ દરેકે દરેક દિવસને એક તહેવાર તરીકે ઉજવીએ છીએ. અને એના માટે અનેક ઘણાં બહાનાં પણ તૈયાર જ હોય છે આપણી પાસે. પણ તહેવારો નો રાજા એટલે “દિવાળી”.

આ અજવાળી અમાસના દિવસે હું વિમેશ પંડ્યા મારે આંગણે પધારતા તમામ મિત્રોને દિલથી શુભેચ્છા પાઠવું છું.

આભાર

ડાઉનલોડીંગ માટે ડાઉનલોડ

કેમ ચાલે છે ભાઈ? બહુ દિવસે આ બાજુ..!!

યાર આ તારી ભાભી બૌ જીદ કરતી હતી મુવી જોવા લઈ જાઓ, મુવી જોવા લઈ જાઓ..

એમાંય આજકાલ સારા મુવી આવતા નથી ને વળી સમય ચુકી ગ્યા તો

૦૧. ટીકીટ ના મળે…

૦૨. ટીવી પર આવે એની રાહ જોવી પડે…

૦૩. એમાંય વળી દિવસે આવે તો આપણે ઓફીસમાં હોઈએ…..

૦૪. પ્રાઈમ ટાઈમમાં આવે તો હોમ મિનીસ્ટરની સીરિયલો ચાલતી હોય…”

(ઉપર પ્રમાણેની વાતચીત કદાચ આવી રીતે અથવા આના કરતાં વધુ કારણો અને બળાપા સાથે તમને “ચીત્ત” કરી ચુકી હોઈ શકે છે. એવામાં કોઈ પ્રભુ રામ આવી ચડે તો…)

એમાં શું યાર તમે પણ.. ડાઉનલોડ કરી લેવાયને… બૌ ઈઝી છે…

અરે પણ કેમ કેમ??

તો, આજે તમને હું રામ  બનીને એક એવા સોફ્ટવેર વિશે માહિતી આપીશ કે જેના વિશે અત્યાર સુધી ઘણું બધુ લખાઈ પણ ચુક્યું છે અને ઘણા બધા વાપરે છે પણ સાથે સાથે ઘણા બધાને વાપરતાં નથી પણ આવડતું.

બીટકોમેટ એક સોફ્ટવેર છે જે તમને સમય મર્યાદા વગર ડાઉનલોડીંગની સુવિધા આપે છે. જેના ઉપયોગથી તમે એની વેબસાઈટો ઉપર અપલોડ કરવામાં આવેલાં ફીલ્મો, ગીતો, ગેઈમ્સ, પુસ્તકો વગેરે જેવી અનેક મનોરંજનની તેમજ ઉપયોગી સામગ્રી ડાઉનલોડ કરવાની સગવડ આપે છે.

સૌ પ્રથમ તમે “ડાઉનલોડ” વિભાગમાં જાઓ અને સોફ્ટવેર વિભાગમાં બીટકોમેટની ઓથોરાઈઝ વેબસાઈટની લીંક ઉપરથી તમારી કોમ્પ્યુટર સીસ્ટમને અનુરૂપ અને અનુકુળ એવું સોફ્ટવેરનું વર્ઝન (૩૨ બીટ કે ૬૪ બીટ) ડાઉનલોડ કરી લો.

ત્યાર પછી એને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો. ઈન્સ્ટોલ કર્યા પછી તમને એનો સ્ક્રીન નીચે મુજબનો દેખાશે.

હવે એમાં તમને ડાબી બાજુની પેનલમાં ચેનલનું લીસ્ટ દેખાશે જેના ઉપર ડબલ ક્લીક કરવાથી તમારા ડીફોલ્ટ ઈંટરનેટ બ્રાઉઝર માં એ વેબ ચેનલ ખુલી જશે. જ્યાં તમને ગુગલ જેવો જ સર્ચ બાર જોવા મળશે.

હવે,

૦૧. ત્યાં તમને મનગમતા ફિલ્મ-ગીત નું નામ લખો અને સર્ચ કરો.

૦૨. આવેલા રિઝલ્ટમાંથી વેરીફાઈડ (જેની સામે લીલા રંગથી √ ની નિશાની કરેલી હોય એ) રિઝલ્ટ ઉપર ક્લીક કરો.

૦૩. ત્યાર પછી એ ફાઈલ જેટલા સર્વર ઉપર હશે એનું લીસ્ટ આવશે એમાંથી “Torrent” લખેલી લીક ઓપન કરો અને “Download Torrent” ઉપર ક્લિક કરી “.torrent” ફાઈલ તમારા કમ્યુટરની હાર્ડ ડિસ્કમાં સેવ કરો.

૦૪. બસ હવે “એ” સેવ કરેલી ફાઈલ ને ઓપન કરો અને “એને” તમારા કમ્પ્યુટરમાં જ્યાં સેવ કરવું હોય એ ફોલ્ડર સિલેક્ટ કરો….. ડાઉનલોડીંગ ચાલુ….. 🙂 🙂

 

 

તરસ

 

ઝખમ તો દરિયાનેય ક્યાં નથી થતા

તો શું એ ઘુઘવવાનું બંધ કરે છે???

ધગધગતા તડકામાં ધરતી નખશીખ તપે છે

તો શું સુરજ એને દઝાડવાનું ચુકે છે??

દિનને રાત વરસતા ધરણીધરથી આખુ પંખી જગત ફફડે છે

તો શું એ વરસવાનું વિસરે છે??

પ્રત્યેક ક્ષણ “એની” સાથે હોવા છતાં જરાક દુર જતાંજ હેડકી આવે છે…

શું “” સતત મારા માટે તરસે છે?….

ખામોશી

 ઉફ્ફ હોતા હૈ જબ બયાં કરને કે મોકે પે બહાના બનતા હૈ..
સીસક જાતે હૈ લમ્હે જબ દવા દર્દ બન જાતા હૈ….
યું તો ખામોશ રહેને કે મૌકે બહોત હોતે હૈ….
તકલીફ તો તબ હોતી હૈ જબ બોલને કે મોકે પે મહેબુબ નઝર આ જાતે હૈ…

સુરા

શરબત ગ્લાસમાંજ હોય એમ કોણે કીધું?
અમે તો સુરા પણ આંખથી પી લઈએ છીએ…

ગમે

બસ આમજ હસતા રહો તો દિલને ગમે

થોડા રમતા રહો તો દિલને ગમે…

લાગણી થોડી ખરબચડી હશે તો ચાલશે

ઝાકળ જેવી ભીની હોય તો ગમે…

ઝળહળતો સુરજ પણ શીતળ ચાંદ કાજ તરસે છે

થોડા તીખા ગુસ્સા સાથે મધમીઠું સ્મિત રમે તો ગમે…

સુગંધ તો તીવ્ર હોય જ ગુલાબની

ક્યારેક ચંપો મહેકે તો ગમે…

સતત વરસતી લાગણીઓમાં સંભાવના ઓટની ઓછી હોય છે

ઢોળાયા વગરની લાગણી આંસુંઓમાં હોય તો ગમે…

મને ગમશે

ખાંડાની ધારે મરી શહીદ કહેવડાવવું મને મંજુર નથી
બસ તારા પ્રેમની આહલેક જગાવી પ્રેમજોગી કહેવડાવવું ગમશે…

રસ્તાઓ પર તો ઘણીય ગલીઓ છે ને ખાબોચીયે ખાડા પણ અથડાય છે
જીવનપથ પર સંગીની તારી સાથે હાલક ડોલક ચાલવું ગમશે…

સાત જન્મોનો સથવારો એવું ક્યાંક સાંભળ્યું છે મેય લોકોની જેમ
સતત દરેક જન્મે સાથ મેળવવાનું નિવારણ શોધવું ગમશે…

માત્ર ફુલો રંગે ગુલાબી હોય છે એવી ખબર હતી મને
હંમેશ માટે તારા ગુલાબી ગાલ ટીકી ટીકી ને જોવા ગમશે…

કહેજો

અવશેષ આંસુના કોઈ શોધો તો કહેજો

એ ધડ ઉપર મુકવા માથું મળે તો કહેજો…

કુરબાની તો ચાલી આવી છે વર્ષોથી

વ્યાખ્યા કદાચ બદલાઈ છે…

પાક હતા કદાચ પયગંબર પણ

ફરજંદો ને ફરિશ્તા થવાનું કહેજો..

ધણીની વાટ ઘણીય હામથી જોતી એ નવપરિણિતા

હાથમાં આવ્યા છે અડધા લોહીભીના હાથ કહેજો….

બેબાકળી એ માને દાઝેલ “હીરો” મળ્યો તો ખરો

શું ખબર હતી એના આંસુઓની એ હતી પરીક્ષા કહેજો…

ધર્મની “જેહાદ” તો પ્રતાપ, પૃથ્વીરાજ ને શિવાજી પણ લડ્યા હતા

પણ એ નહોતા આવા કાયર એમ કાનમાં કહેજો….

વિમેશ પંડ્યા

જમાનો

જમાનો કહે છે કે શું બુરાઈ છે મારામાં

પહેલાંના જમાના કરતાં ઘણો સારો છું…

બસ એક વાત છે,

પહેલાં જમાના પ્રમાણે રહેતાં ના આવડ્યું

અને હવે,

જમાના પ્રમાણે રહેવા કરતાં દોડવું વધારે પડે છે…

[તસવીરઃ]

તું ગઈ છે ત્યારથી…

હા, ત્યારથી જ

તું ગઈ છે ત્યારથી..

હું એકલો પડી ગયો છું.

તું ગઈ છે ત્યારથી…

આ માટલુંય ખાલી નથી થતું

ને પાછલા ઓરડાનો તો દરવાજોય ખુલ્યો નથી

તું ગઈ છે ત્યારથી…

રસોડાની બારી પણ હજી બંધ છે ને

વાસણનો તો અવાજ જ નથી આવતો

તું ગઈ છે ત્યારથી….

“અરે એય” એવો અવાજ નીકળે તો છે

પણ, દિવાલોય ખીજાઈને સર્જે છે પડઘો 

તું ગઈ છે ત્યારથી…

“તું શું કરે છે?” પુછવાનું મન તો થાય છે

પણ સુતી હોઈશ એમ કરી યાદને દબાવી દઉં છું

તું ગઈ છે ત્યારથી…

[તસવીરઃ રીડગુજરાતી ડોટ કોમ]

વ્યથા

એ છબછબીયું ….!

તરસતી ધરતી, સરળ જીંદગી,
પલળતી ધરાર નભ તળે
વરસ વરુણ મુજ વ્યાકુળ અંગે
વણલુછ્યાં એ ઘાયલ અંગે
આછકલા ફોરાં ને ભીતી ભરાડ વાવાઝોડાની…
ગરજ ફુલાતી નદીઓ તરસી રડમસ સાગર ઓથે
મોરલીયાના કંઠે ડુમા હાલી ગાયો મોટે ગામતરે..

તસવીર સૌજન્ય

સમર્થ કા નહીં દોષ

આજે સમાચાર વાંચતાં વાંચતાં કંઈક વાંચેલું હોય એમ લાગ્યું. ખોલીને જોયું તો ચમકી ગ્યો. બ્લોગ મિત્ર શ્રી મુર્તુઝા પટેલના બ્લોગપર તેમની મૌલીક ભાષા અને શબ્દોમાં મુકાયેલ લેખ તમારો ભાવ કેટલો?…તમે (વ)ધારો એટલો?!?!?… ગુજરાતના ખુબજ જાણીતા અખબાર “દિવ્યભાસ્કર“માં માત્ર થોડા શબ્દો અને વાક્યરચનાના ફેરફાર સાથે મુકવામાં આવ્યો  છે.

જુવો આ પોસ્ટઃઆખરે કોણ હતો મેટ્રો સ્ટેશન પર વાયોલિન વગાડનારો તે વ્યક્તિ?

દિ.ભા.એ મારા મત પ્રમાણે કોપી કરી છે એમ કહેવાય….

મને દિ.ભા. દોષી એટલા માટે લાગ્યું કે અલીભાઈએ આ પોસ્ટ ૪થી મે ના રોજ મુકી છે અને દિ.ભા. એ ૦૭.૦૭.૨૦૧૧ ના રોજ. (કદાચ મોડુ ધ્યાનમાં આવ્યું હશે…!!)

આ પોસ્ટ તેમજ આવી અન્ય પોસ્ટ વિશે મારે દિ.ભા. ના શ્રી અજય ઉમટ સાહેબ સાથે વાત કરવી છે. આ પોસ્ટ એમને ઈમેઈલ તો કરું જ છું પણ સીધો ટેલીફોન સંપર્ક પણ કરવાની ઈચ્છા છે. જો કોઈ મિત્ર પાસે એમનો સંપર્ક સેતુ હોય તો ઈમેઈલ દ્વારા મોકલવા વિનંતી.

 

સાથે એક નાનકડો સવાલઃ

જો નવો બ્લોગર મિત્ર એના બ્લોગ પર આ રીતે લેખ/કવિતા કે અન્ય કાંઈ પણ મુકે ત્યારે આપણે જે રીતે એને સમજાવીએ છીએ એના પ્રમાણમાં આવડા મોટા માધ્યમને સમજાવવા માટે કઈ પધ્ધતિ વાપરવી જોઈએ??

સમર્થ કા નહીં દોષ…. અથવા નાણાં વગરનો નાથીયો ને નાણે નાથાલાલ….

બધું સરખું જ ને..???

 

શું દિ. ભા. એ આર્ટીકલ શ્રી પટેલના નામે નહોતું છાપી શકતું…?? (સોર્સઃએજન્સી લખ્યું છે.)

શું ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા માટે શ્રી પટેલ છેક ઈજીપ્તના કેરોમાં બેસી તંદુરસ્ત લેખ લખે અને એની સીધી ઉઠાંતરી થાય એ યોગ્ય છે??

મારે આ બાબતે શ્રી પટેલ સાથે વાત થઈ ત્યારે એમણે શું જવાબ વાળ્યો ખબર છે???

વિમુ દોસ્ત, આને ક્રિયેટીવ ઇન્સ્પિરેશન કહેવાય. બીજાની બનાવેલી વાર્તા પોતાના શબ્દોમાં ફેરવી ને મુકવી…દી. ભા.નું આવું કામ તો સામાન્ય છે..

પણ આભાર દોસ્ત કે સમાચાર અપડેટ મોકલ્યું.

 

હવે આપણે શું કહેવું અને કરવું એ કહો….

 

 

સજા

ઘર મારું રહ્યું અધખુલુ

મજાની સજા મળી ચાંદને

ભુરાયી ધરતીએ ચગદી નાખ્યો

એના જ બદમાશ બાળને….

[તસવીર સૌજન્યઃ Colony Worlds]

ચાંદ શરમાયો

આજે ચાંદ શરમાયો

ધરતી ઓથે લપાયો

શું હશે એ કારણ અજાણ્યું

થઈ રહ્યું શ્રાવણનું આણું

એ પાલવ ઘડી આમ રેલાયો

શું એ જોઈ ચાંદ શરમાયો?

ઘડીક મધુર મિલનની વાતો

પુનમ રાતે એ સાંભળતો

હું સળવળતો એ સળવળતો

મારી સામે દાંત કરડતો

પ્રિયે તમારી મીઠ્ઠી ભાષા

આતુરતાથી ચોરી લેતો

છાનગપતીયું કરતાં ચાંદો

પાલવ સાથે બાથે પડી ગ્યો…

રાતો પાલવ,

પીળો પાલવ,

શરમાતો પાલવ,

ગુસ્સેલ પાલવ…

દીધો ધક્કો ચાંદ પડી ગ્યો

દુનિયા માટે કાળ ગળી ગ્યો…

ભુલ સમજાતાં કલ્લાક વહી ગ્યો

ચાંદ પાછો ધરતીને મળી ગ્યો.

[તસવીરઃ Photo Collection]