Monthly Archives: જાન્યુઆરી 2010

મન [ ભાગ-૧]

પ્રભુએ રચેલા સુંદર વિશ્વમાં માત્ર મનુષ્યને વિચાર શક્તિ આપી છે. ઈશ્વરે વિચારવા માટે દિમાગ દરેક જીવમાં મુક્યું છે પણ અલગ અલગ વિષય પર માત્ર માણસ જ વિચાર કરી શકે છે. અન્ય પ્રાણીઓ માત્ર ખાવા,સુવા તથા અન્ય દૈનિક ક્રિયાઓ માટેજ આનો ઉપયોગ કરે છે.
મારે આજે તમારી સાથે કૈક અલગ વાત કરવી છે. અને એ છે દિમાગ – જેને આપણે મગજ કહીએ છીએ – એનાથી થોડી જોડાયેલી પણ તદ્દન વેગળી છે. જેમ આપણે હૃદયને દિલ કહીએ છીએ અને દર્દ થાય તો શબ્દ બદલાઈ ને દિલ થઇ જાય છે એમ શરીર ચલાવવા માટે આદેશ અને એનો અનુભવ શરીર માં રહેલું મગજ કરે છે પણ હકીકત માં એને આ બધું કરવા માટે આદેશ આપે છે “મન”. તમને થશે આ વાળી શું નવી બલા છે. પણ હા મિત્રો, થોડાક પ્રશ્નો ના તમારી જાતેજ જવાબ આપો. તમે જયારે રાત્રે ભર ઊંઘ માં હોવ છો ત્યારે તમારા હૃદય ને ચાલુ કોણ રાખે છે? રાત્રે ભર ઊંઘ માં હોવ અને મચ્છર કરડે તો તમારા હાથ કોણ હલાવે છે? તમે રાત્રે જયારે સુઈ જાઓ છો પછી તમને ખબર ના હોવા છતાં સમયે સમયે તમારા હાથ પગ કઈ શક્તિ ના લીધે હાલે ચાલે છે?? ક્યારેય વિચાર કર્યો છે?

આ બધું યાદ કરવામાં આવે તો મોંધા માંથી આહ નીકળી જાય. સામાન્ય જીવન જીવવાવાળા આપણે લોકો એ આ વિષય નો ક્યારેય વિચાર કર્યોજ નથી. આતો ખુબજ નાની વાત છે અને આના વિશે વિચારવાનું જ નથી “ક્યારેય પણ”.

અરે હું ગુજરાતી છું. તમને સજ્જડ ગુજરાતીમાં સમજાવુ ચાલો. હું જાણું છું બધાજ ગુજરાતીઓને. બધાજ ગુણ છે મારામાં ગુજરાતી તરીકેના.

આજે હું તમને કોઈ પણ પંથ શરૂ કર્યા વગર-તમને કોઈ પણ લાલચ આપ્યા વગર- કોઈ પણ પ્રકારની ફી લીધા વગર- ભગવાન નું એડ્રેસ આપું છું. ૧૦૦% ની ખાતરી સાથે.

તમે અગર ક્યાંય પણ શરીર વિશે થોડું પણ વાંચન કર્યું હશે તો તમને એ ખબર હશે કે શરીરની આસપાસ એક સુક્ષ્મ શરીર હોય છે જે શનિ ગ્રહની આસપાસ રહેલા વલય પ્રકારે હોય છે. દરેક શરીરનો અલગ પ્રભાવ અને અલગ ઓજસ હોય છે. આ બધું એનામાં રહેલા ભગવાન ના કારણે હોય છે. તમને થશે કે આ શું વારંવાર ભગવાન ભગવાન માંડ્યું છે. પણ હા, “દરેક વ્યક્તિ માં ભગવાન રહેલો છે, જે ઓળખે એનો બેડો પર” એવી જૂની કહેવત છે. પણ એ ચીજ હકીકત માં છે શું? એ આપણા માં રહેલા ભગવાન નું નામ શું છે? એનું નામ છે આપણું “અર્ધ જાગ્રત મન”. શરીરના તમામ અંગો એક બીજા સાથે જોડાયેલા છે.પણ આ મન અને એના પપ્પા જેવું અર્ધ જાગ્રત મન એ આખા શરીર ઉપર વલય આકારે જોડાયેલું છે. એ આપણા આખા શરીર ને કાબુ માં રાખે છે. અકસ્માતોથી, રોગો થી અને આવી રહેલી સંભવિત મુસીબતો થી બચાવે છે. બસ જરૂર છે એના પર ભરોસો કરવાની. એને ભગવાન માનીને માત્ર એક વખત ભરોસો કરી જુવો. મને નથી લાગતું કે તમે નિષ્ફળતા મળે. હમેશા ચહેરા પર મુસ્કુરાહટ રાખો અને જીવતા જાઓ એના આદેશ પ્રમાણે. ઘણાજ અનુભવ થયા હશે જિંદગીમાં, કૈક કરતા પહેલા ” આ ના કરું તો ?” એવા પ્રશ્નો આવ્યા હશે સામે. પણ એને અવગણી ને આગળ ગયા પછીના બનવો પણ યાદ હશે. અરે મિત્ર, તમે એકજ પ્રશ્ન તમારી જાત ને પૂછો કે તમારી સાથે કામ કરતી હોય એવી કોઈ વ્યક્તિ કે તમારા ઘર માં તમારી સાથે રેહતી હોય એવી કોઈ વ્યક્તિ તમારી વાત નો ભરોસો ના કરે તો તમને કેવું લાગે? તો આતો તમારા શરીર ની ૨૪ કલાક રક્ષણ કરતી તમારી પોતાની ચેતના છે… જે હર હમેશ તમારી સાથે રહે છે…. દરેક અવતારમાં….અને તમે એની વાત નૈ માનો? એ હમેશા તમારી, તમારા શરીરની,તમારી પ્રગતિ ની ચિંતા કરે અને એને સાચી દિશામાં દોરવણી આપવાનો પ્રયત્ન કરે એને તમે નિરાશ કરશો?

બસ થોડો જ ભરોસો કરો. તમારો ભગવાન તમારા શરીરમાંજ છે. જયારે તમે વગર વિચાર્યે તમારી પત્નીનું-બોસ નું- પપ્પા નું- મમ્મી નું-મિત્ર નું અને છેલ્લે સરકાર નું કહેલું માણો છો તો દોસ્ત એક વખત દિલ બોલે છે એને પણ સાંભળી લો. પ્રયત્ન કરો. કોણ બળજબરી કરે છે?

હવે એને ઉપયોગ વિશે, એના પ્રભાવ વિશે અને એની શક્તિઓ વિશે વાત કરીશું પણ બીજા ભાગમાં થોડા સમય પછી.

આભાર

વિમેશ અરવિંદભાઈ પંડ્યા
સેલવાસ [ પાંડરવાડા ]

ગુજરાતી ભાષાશિક્ષણ માટે બ્રિટનની મહારાણીનો ખિતાબ !

ગુજરાતીઓને ગુજરાતી થવા પર અભિમાન થાય એવો એક લેખ આદરણીય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબે ૨૩ જાન્યુઆરી ૨૦૧૦ના ગુજરાત સમાચાર એમના લેખ પારીજાતનો પરિસંવાદમાં લખ્યું છે. ગુજરાતી ભાષા ના વિદેશ માં થઇ રહેલા પ્રચાર,પ્રસાર અને એના માટે પરસેવો પાડી રહેલા તમામ મહાત્માઓ નો દિલ થી આભાર.

સૌજન્ય :
૦૧.પ્રથમ રચયિતા : ડૉ. જગદીશ દવે.
પ્રકાશક : ગુજરાતી લેક્સિકોન

૦૨. ગુજરાત સમાચાર
લેખક : શ્રી કુમારપાળ દેસાઈ

ગુજરાતી ભાષાશિક્ષણ માટે બ્રિટનની મહારાણીનો ખિતાબ !

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયેલી અને અહર્નિશ ગુંજી રહેલી કવિ ખબરદારની આ પંક્તિઓ કેટલી બધી સાર્થક લાગે છે કે જ્યારે આપણે એમ જાણીએ કે આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની બાજુમાં આવેલા લિનેશિયામાં શ્રી ભારત શારદામંદિરની ભવ્ય ઇમારત ધરાવતી શાળામાં મેઇન સ્ટ્રીમના બધા વિષયોની સાથોસાથ દરેક વર્ગમાં શ્વેત, અશ્વેત અને ઘઉંવર્ણા તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવામાં આવે છે અને સહુ વિદ્યાર્થીઓ આનંદભેર અભ્યાસ કરતા હોય છે.એના મુખ્ય શિક્ષિકા ભગવતીબહેને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને ત્યાંના ગુજરાતીઓનો પોતાની માતૃભાષા માટેનો પ્રેમ જોઈ અંતર ગદ્ગદિત થઈ જાય તેવું છે.

સિંગાપોરમાં તો દર શનિ-રવિવારે વિદ્યાર્થીઓથી ઉભરાતા ગુજરાતીના વર્ગો પ્રત્યક્ષ નિહાળ્યા છે અને ત્યારે છેલ્લા પચાસ વર્ષથી ચાલતી આ શાળામાં આજે બસો વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનો અભ્યાસ કરી રહ્યા છે.દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં પ્રો. ઉષાબેન દેસાઈ હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા ડરબનની શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવે છે, તો પોર્ટુગલના લિસ્બન શહેરના હિન્દુ મંદિરમાં ગુજરાતી ભાષાની શાળા ચાલે છે, વળી ન્યૂયોર્કમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા અને લૉસ એન્જેલિસના જૈન સેન્ટરમાં ગુજરાતી ભાષા શિક્ષણના વર્ગો લેવાય છે. બધે જ પોતાના બાળકોને હોંશે હોંશે શાળામાં મૂકવા આવતા ગુજરાતી વાલીઓ જોવા મળે છે.

આ દેશોમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી ડો. જગદીશ દવેએ ગુજરાતી ભાષાને વિદશની ધરતી પર જીવંત રાખવા માટે મહાપુરુષાર્થ કર્યો છે. રોમ યુનિવર્સિટીમાં છ દિવસમાં જ ગુજરાતી લિપિ શીખીને પાઠ વાંચી બતાવનારા ઇટાલીયન વિદ્યાર્થીઓ અમને યાદ રહી ગયા છે. તો લંડનમાં રાત્રે સાડા અગિયાર વાગે ફોન કરી અનુસ્વાર અંગે ચર્ચા કરનાર શિક્ષક બિપિન પટેલ પણ મળે છે.

પૂર્વ આફ્રિકાના બેનોની ગામમાં એકવાર ગુજરાતી ભાષીઓની જાહેરસભા યોજાઈ. આમાં ત્યાંના અગ્રણી ગુજરાતી ડો. હીરાકુટુંબ સંચાલિત વર્ગમાં પહેલા વીસ શિક્ષકોને એમણે ભાષાશિક્ષણની તાલીમ આપી. એ પછી વાલીઓએ આવીને કહ્યું કે અમે બપોરે વ્યવસાયમાં રોકાયેલા હોવાથી આ તાલીમવર્ગોમાં હાજર રહી શકીએ તેમ નથી. આથી પ્રો. જગદીશ દવેએ રાત્રે આઠ વાગે એ જ સ્થળે વાલીઓ માટેના વર્ગો રાખ્યા. વાલીઓને પણ વર્ગકામ (હોમવર્ક) આપવામાં આવતું અને તેઓ નિયમિત રીતે જેટલા દિવસ શિક્ષકોના તાલીમવર્ગો ચાલ્યા એટલા દિવસ રાત્રે અભ્યાસ માટે આવવા લાગ્યા. ગુજરાતી ભાષાપ્રેમી જગદીશ દવે દુનિયાભરમાં જ્યાં જાય, ત્યાં ગુરુદક્ષિણામાં એક જ માગણી કરે છે અને તે છે ‘ઇચ વન, ટીચ વન’ એટલે તમે જે ગુજરાતી ભાષા શીખ્યા છો, તે અન્ય કોઈ એકને શીખવજો. આ મારી ગુરુદક્ષિણા. આજે પણ પૂર્વ આફ્રિકાના ડૉ. હીરાના માતુશ્રી આ ગુરુને પત્ર લખતાં કહે છે, ”હવે અમે બીજા વાલીઓને પણ ગુજરાતી ભાષા શીખવીએ છીએ. તમે અમને જે આપ્યું છે, તે અમારે ઉગાડવું જોઈએ.”

બ્રિટનમાં બીજી પેઢીના લોકો આર્થિક અને અન્ય રીતે સ્થિર થવા માગતા હતા, ત્યારે એમણે અંગ્રેજીમાં કૌશલ્ય આવે તે માટે શાળામાં ગુજરાતી ભાષામાં નહીં બોલવાનો આગ્રહ રાખ્યો. આવા બ્રિટનમાં ૧૯૬૩માં લિસ્ટર શહેરમાં ઇન્ડિયા લીગ દ્વારા ચાર્નવૂડ પ્રાયમરી સ્કૂલમાં નિવૃત્ત અઘ્યાપક જગદીશ દવેએ ગુજરાતી શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. વીસેક વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે તો વટવૃક્ષ બની ગઈ છે. આજે બ્રિટનમાં નાની મોટી થઈને પાંચસો જેટલી શાળા કે સંસ્થામાં શનિ- રવિવારે ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. આમાં જ્ઞાતિ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ મહત્ત્વનું યોગદાન આપે છે. બ્રિટનમાં વિપુલ કલ્યાણી અને વિનોદ કપાસી જેવા પણ આગવું યોગદાન કરે છે. મહત્ત્વની ઘટના એ છે કે ગુજરાતી ભાષાશિક્ષણના કાર્ય માટે પ્રો. જગદીશ દવેને બ્રિટનની મહારાણીએ એમ.બી.ઇ.ના ખિતાબથી નવાજ્યા છે.
આજે જગદીશ દવે પાસેથી ગુજરાતી ભાષા શિક્ષણની તાલીમ પામેલા ૨૦૦૦થી વઘુ શિક્ષકો વિદેશોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ આપી રહ્યા છે. એમણે અમેરિકા, બ્રિટન કે આફ્રિકા તો બરાબર પરંતુ પોર્ટુગાલ, મલેશિયા, શારજાહ અને ઇટાલીમાંપણ ગુજરાતી ભાષાના તાલીમ વર્ગો લીધા છે. દરેક સ્થળે ચંદરયા ફાઉન્ડેશન દ્વારા એમના પ્રવાસની વ્યવસ્થા થાય છે. એ સિવાય શીખવાની કોઈ ફી નહીં અને પુરસ્કારની કોઈ વાત નહીં.
વિદેશમાં જુદા જુદા કારણોસર વ્યક્તિઓ ગુજરાતી ભાષા શીખવા આવતી હોય છે. કોઈની ઇચ્છા દુભાષિયા બનવાની હોય તેથી એને ગુજરાતી ભાષા શીખવી હોય છે, કોઈનો લગ્નસંબંધ ગુજરાતી વ્યક્તિ સાથે જોડાતો હોય તો એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ શીખવા પ્રયત્ન કરે છે, કોઈ ગુજરાતનો પ્રવાસ ખેડવા માંગતું હોય એટલે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરે છે. ‘ગાંધી’ ફિલ્મથી પ્રભાવિત થયેલા કેટલાક અમેરિકનોએ એ જાણ્યું કે મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતી ભાષામાં લખી અને એ કૃતિ અનુવાદકો દ્વારા બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ. આથી મૂળકૃતિનો આસ્વાદ લેવા પણ ગુજરાતી શીખવા આવતા અમેરિકનો જોવા મળે છે.
મહાત્મા ગાંધીજીનું સ્મરણ થતાં એક બીજી વાત પણ યાદ આવે છે. પ્રો. જગદીશ દવે નિશાળમાં અભ્યાસ કરતા હતા ત્યારે એકવાર ગાંધીજીની પ્રાર્થનાસભામાં ગયા હતા. પ્રાર્થનાસભા પૂરી થયા પછી એમણે પોતાની હસ્તાક્ષરપોથીમાં ગાંધીજીના હસ્તાક્ષર માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘તારે હરિજનફાળામાં કંઈક આપવું પડશે, તો હસ્તાક્ષર મળે.’
જગદીશભાઈએ કહ્યું, ‘હું ભણું છું. વિદ્યાર્થી છું.’
‘શું ભણે છે ?’
જગદીશભાઈએ કહ્યું, ‘ગુજરાતી.’
‘ભલે, ગુજરાતી ભણજે અને ભણાવજે.’ એમ કહીને મહાત્મા ગાંધીજીએ એમની હસ્તાક્ષરપોથીમાં ‘મો. ક. ગાંધીના આશીર્વાદ’ એવી સહી કરી આપી.
વિભૂતિઓ આશીર્વાદ તો અનેકને આપે છે, પણ એને આચરણથી સાકાર કરનારા અને એને માટે જીવન સમર્પણ કરનારા જગદીશભાઈ જેવા વિરલા જ હોય છે. આ જગદીશભાઈને મુંબઈની કલાગૂર્જરી સંસ્થાએ એમની માતૃભાષા માટેની વૈશ્વિક પ્રવૃત્તિને કારણે શ્રી સી. જે. શાહની રાહબરી હેઠળ શ્રી હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક એનાયત કર્યો, ત્યારે ગુજરાતી ભાષા માટે ૧૯૫૦થી ૨૦૦૯ સુધી કરેલા એમના વિરાટ કાર્યની સહુને ઝાંખી થઈ.
એમણે વિદેશીઓ માટે સરળ બને તેવી ગુજરાતી કક્કો શીખવાની નવી પદ્ધતિ શોધી કાઢી. જેમાં પહેલા અંગ્રેજી ‘એસ’ બતાવે અને કહે કે અંગ્રેજી ‘એસ’ એટલે ગુજરાતી ‘ડ’. એમાં વચ્ચે લીટી કરો એટલે થાય ‘ક’. આવી રીતે એમણે મૂળાક્ષર શીખવાની એક વિશિષ્ટ પદ્ધતિ શોધી કાઢી. અંગ્રેજી દ્વારા ગુજરાતી પાઠો શીખવાનું ‘લર્ન ગુજરાતી’ દ્વારા આયોજન કર્યું. દ્વિભાષી શબ્દકોશ તૈયાર કર્યો. વિદેશના બાળકો માટે બોલચાલનું ગુજરાતી શીખવાનું કામ શરૂ કર્યું. ૧૨થી વઘુ ગુજરાતી ભાષા શિક્ષણના પુસ્તકો લખ્યાં અને એ રીતે ભારતમાં અનુસ્નાતક કેન્દ્રના અઘ્યક્ષ અને આચાર્ય રહીને લંડન યુનિવર્સિટીના સુવાસ લેંગ્વેજ સેન્ટરના અઘ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી જગદીશ દવેએ વિશ્વભરમાં માતૃભાષાની વિદ્યાયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે એંસી વર્ષે પણ દુનિયાભરમાં ધૂમીને અંતરની ઉલટથી ગુજરાતી ભાષાનું શિક્ષણ આપે છે.

વિમેશ અરવિંદભાઈ પંડ્યા
સેલવાસ [ પાંડરવાડા]
૨૮.૦૧.૨૦૧૦

સમાચાર

આજની હેડલાઈન : મારી દ્રષ્ટિએ.

૦૧. વધુ ત્રાસવાદી હુમલાની સંરક્ષણ પ્રધાન એન્ટોનીની ચેતવણી

અંગત વિચાર : ચેતવણી તો ખરી પણ કોને અને શા માટે ? શું ૨૬/૧૧ ને પુરા ૧૪ મહિના થવા આવ્યા ત્યાં સુધી શું આવી ચેતવણીઓ જ આપવાની છે. શું સરકાર આવા હુમલા માટે તૈયાર નથી? કે આવા હુમલા થાય ત્યારે શું કરવું એના વિશે કાયદામાં જોગવાઈ નથી??

આટલા વિચાર

હવે મારો સવાલ :
કે પછી દર વર્ષે આવતા રાષ્ટ્રીય તહેવારો [૨૬ જાન્યુઆરી  અને ૧૫મી ઓગસ્ટ] નું રક્ષણ ના નામે અપમાન થઇ રહ્યું છે??

૦૨. કાશ્મીર સરહદે તારની વાડ કાપી નાખતા પાકિસ્તાની આતંકવાદીઓ

અંગત વિચાર : સરકાર શેના થી ગભરાય છે? પાકિસ્તાન થી? જો જવાબના હોય અને વાજપેયીજીથી લઇ ને આજના તાજા ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમ જેવા રાડ પાડીને પત્રકાર પરિષદ શા માટે ગઝ્વે છે? મોટા "ભા" થવા? આતંકવાદીઓ કાશ્મીરમાં તારની વાડ તોડી ને સીમાની અંદર ગુસી ગ્યા એ સમાચાર છેક આપણા ગુજરાતના છાપા વાળા પાસે આવી ગ્યા ત્યાં સુધી સરકાર સુધી નહિ ગ્યા હોય શું?

હવે મારો સવાલ : શું એવું બની શકે કે ઓછા વેતન અને ઓછી રજાઓની મજબૂરીના કારણે આપણા જાંબાજ જવાનો પૈસાની લાલચમાં આવી ને એમને મદદ કરતા હોય?

૦૩. મુંબઇ હુમલાના ચાર ત્રાસવાદી ભારતીય હતાઃ કસાબનો દાવો
અંગત વિચાર : સરકારની કસાબને ફાંસીના આપવા પાછળની મજબૂરી શું છે? એક હત્યા કરનાર ભારતીયને માટે ફાંસીની જોગવાઈ છે કાયદામાં અને એક વિદેશી અને એમાં પણ જન્મથીજ ભારતના દુશ્મન એવા પાકિસ્તાની આતંકવાદી કે જે નરી આંખે નરસંહાર કરતા પકડાયો. ૧૪ મહિના સુધી કામ ધંધો કર્યા વગર મફત-મસ્ત અને સરકારી જમણવાર મેળવનાર પહેલો વિદેશી વ્યક્તિ એટલે અજમલ અમીર કસાબ. આવડા મોટા અમેરિકા દેશનું બંધારણ માત્ર ૩૦ પાનાનું અને માત્ર કસાબ સાહેબ ના કેસ ની ચાર્જશીટ એકલીજ હજારો પાનાની. અહી બાળકોને હોમવર્ક કરવા માટે ૧૦૦ પાનાની નોટબુક કેટલાની આવે છે?

હવે મારો સવાલ : કસાબ સાહેબને જીવતા રાખી ને સરકાર શું સાબિત કરવા માંગે છે? એના પાછળ થતા ખર્ચ બજેટમાં ક્યાં દર્શાવવામાં આવશે [સ્પેશીઅલ કેસ છેને ભાઈ આપણે રહ્યા ધાર્મિક એટલે તમને હમણાજ સમજાશે. યમરાજા પાસે મેનપાવર શોર્ટેજ હતી. છેક ત્યાંથી મોકલાવ્યા હતા કસાબ સાહેબને. હવે એમની ખાતિરદારીના કરે આ સરકાર તો કેટલા દિવસ ચાલે? મોઘવારી પણ વધી જ જાય ને ? અરે સોરી , પણ શું તમને નથી લાગતું કે મોઘવારી વધવાનું એક કારણ આ પણ હોઈ શકે!!

વધુ ફરી વખતે……

સમાચાર સૌજન્ય : ગુજરાત સમાચાર

વિમેશ અરવિંદભાઈ પંડ્યા
પાંડરવાડા
૨૪.૦૧.૨૦૧૦