Monthly Archives: ફેબ્રુવારી 2010

મા બાપ

અમારા નાની ગં. સ્વ. કેસરબેન શંકરલાલ પંડ્યા, મોટી ઉમરે થોડા સંતોષ અને થોડા અજંપા સાથે એક વર્ષની માંદગીના અંતે સ્વધામ સિધાવ્યા.
આજે ઈ આત્માને અનંત અવકાશમાં સ્થાયી થયે ચાર દિવસ થયા.

એમની સ્મૃતિમાં બસ વધારે કંઈજ નૈ.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

**
રચયિતા : સંત શ્રી પુનીત મહારાજ
હકીકતમા નાનપણથી આ રચના મુખપાઠ હતી અને એના રચયિતાનું નામ ખબર ના હોવાના કારણે ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો.
વિનય ભાઈએ ધ્યાન દોર્યું અને આજે ૨૫.૦૨.૨૦૧૦ ના દિવસે સુધારો કરી દીધો છે.

Advertisements

સરબજીત “સવાલ કે રાજકારણ ?”

સરબજીતનું નામ FIRમાં સામેલ જ ન હતું ઃ પાક. વકીલ

૧૯૯૦મા પાકિસ્તાનના લાહોર અને મુલતાનમાં થયેલ બોમ્બ વિસ્ફોટના કાવતરામાં સંડોવણી બદલ લાહોર ની કોટલખપત જેલમાં સજા કાપી રહેલા સરબજીત સિંહ અથવા મનજીત સિંહ વિશે મીડિયામાં ગણી વખત ચર્ચા થઇ ચુકી છે. આ વિસ્ફોટમાં કુલ ૧૪ લોકો ના મૃત્યુ થયા હતા. હવે, સરબજીત ઉર્ફે મનજીતના મતે એ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગામનો એક ગરીબ ખેડૂત છે અને ભૂલથી સીમા ઓળંગીને પાક સરહદ માં પ્રવેશ કરી ગયો હતો [ગુજરાતના કેટલાય માછીમારો માછલી પકડવાની ધૂનમાંને ને ધૂનમાં રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જાય છે એમજ] અને એને પાક સૈન્ય એ ભારતીય જાસુસ સમજી પકડી લીધો અને ત્યારથી એ લાહોર ની કોટ લખપત જેલ માં સજા કાપી રહ્યો છે. એણે ફાંસીની સજા આપવામાં આવી છે. એના પરિવારમાં એની પત્ની સુખપ્રીત કૌર અને એની બે પુત્રીઓ સ્વપન દીપ અને પૂનમ કૌર છે. પાકિસ્તાન સરકારે એમણે અત્યાર સુધીમાં માત્ર ૭ દિવસના વિઝા આપી એણે મળવાની મંજુરી આપી હતી.એમણે એણે મળ્યા પછી સરકાર પાસે એની રિહાઈ માટે યાચના પણ કરી હતી.
આ બોમ્બકાંડમાં ભોગ બનનાર પરિવારના એક સભ્ય શૌકત સલીમના કહેવા પ્રમાણે બોમ્બ પ્લાન્ટ કરવા વાળા લોકોમાં એક સરબજીત પણ હતો. હવે એણે પોતાનું સ્ટેટમેન્ટ બદલી ને એવું કીધું છે કે એના આવા સ્ટેટમેન્ટ કરવા પાછળનો આશય સરબજીત પર પોલીસ દબાણ વધારવા માટેનો હતો આ દરમ્યાન સરબજીતના વકીલ અબ્દુલ rana હમીદે ભારતીય ન્યુઝ ચેનલ CNN-IBN ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું કે આવા સ્ટેટમેન્ટ તો કોઈ અર્થ નથી કારણ કે એ કોર્ટના રેકર્ડ પર આવ્યા જ નથી.
કોર્ટ ની કાર્યવાહી દરમ્યાન સરબજીત સિંઘે કોર્ટ ને જણાવ્યું કે એ દારૂ અને અન્ય કેફી દ્રવ્યો ની હેરાફેરી કરવા માટે ટે અવાર નવાર કસુર સરહદ ઓળંગતો હતો. એની સામે એનો પરિવાર કહે છે કે એ એક સાદો ખેડૂત જ છે અને એ ૧૯૯૦ માં દારૂના નશા માં ભૂલથી પંજાબના ઉત્તરીય સરહદે આવેલ ભીખીવિન્દ ગામ થી પાક ની સીમામાં પ્રવેશી ગયો હતો.એની પત્ની સુખપ્રીત કૌર હજી પણ એજ ગામ માં રહે છે. એના ગુમ થયા પછી એના પરિવારે એની ખુબજ શોધખોળ કરી પણ કંઈજ પત્તો લાગ્યો નહિ. અને એમણે ૯ મહિના પછી સરબજીત નો પત્ર આવ્યો કે એ દારૂ ના નશા માં ભૂલ થી બોર્ડર ઓળંગી ગયો હતો અને એણે પાકિસ્તાની ફોર્સે પકડી લીધો હતો અને હાલમાં એ જેલ માં છે.

સરબજીત ને ૧૯૯૧ માં ફાંસી ની સજા સંભળાવવામાં આવી છે. એ ચુકાદા સામે સરબજીત ની અપીલ ને સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૦૬ માં ફગાવી દીધી. પાકિસ્તાની બળવાખોર લશ્કરી શાશક પરવેઝ મુશર્રફે એની દયાની અરજી ફગાવી દીધી હતી અને એને ફાંસી નિશ્ચિત થઇ ચુકી હતી પણ પાક રાજકારણ માં એ દરમ્યાન આવેલા પરિવર્તનો એ હજી સુધી સરબજીત ની ફાંસી સંભવ થવા નથી દીધી.

હવે આપણે તો આપની સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? ૧૯૯૧ થી ૨૦૧૦ નાનો સમયગાળો તો નથી ને? જેમ પોર્ટુગલ થી અબુ સાલેમ ને [એક ગુંડાને] તમે લાવી શકો છો એમ પાકિસ્તાન થી એક ગરીબ અને નિર્દોષ ખેડૂત ને નથી લાવી શકતા? આમ ના કરવા પાછળ નું કારણ શું?

માહિતી : ધ ડેઈલી ડોન [પાકિસ્તાનનું અગ્રણી અખબાર]

વિમેશ પંડ્યા
સેલવાસ [પાંડરવાડા]

મન [ભાગ-૨]

મિત્રો મન વિશે વધુ દિલચશ્પ વાતો અને માહિતી લઈને તમારી સમક્ષ ફરીથી હાજર છું. આગળ વાત કરીએ એ પહેલા આપ એક વખત મન [ભાગ-૧] પર ફરીથી આપની એક નજર ફેરવી લેશો.

મિત્રો આપણે જયારે કોઈ પણ બાબત કે વિષય વિશે વાસ્તવિક પગલું ભરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈને કોઈ વ્યક્તિની સલાહ લેતા હોઈએ છીએ, આપણે એવા અનુભવીને શોધતા હોઈએ છીએ કે એના અનુભવથી આપણને ફાયદો થાય. પણ ત્યાર પછી જે થાય છે એ અકલ્પનીય છે પણ આપણે એની તરફ ક્યારેય ધ્યાન નથી આપતા. સલાહ લીધા પછી આપણે જાતે જ એ સલાહ પર ચિંતન કરીએ છીએ. અને એને આપણી જરૂરિયાત પ્રમાણે બદલીને અમલમાં મુકીએ છીએ. હું તમને એ સવાલ પૂછું છું કે “આપણે આપની જાત પર કેમ વિશ્વાસ નથી રાખતા? આપણે આપણા મન પ્રત્યે આટલો ભેદભાવ કેમ રાખીએ છીએ?” એનું કારણ છે કે આપણે એને અનુભવવાનો ક્યારેય પ્રયત્ન જ નથી કર્યો. આપણા મનમાં જે વિચાર આવે છે એને આપણે ક્યારેય અનુસરવાનો,અનુભવવાનો પ્રયત્નજ નથી કર્યો.

આપણે જેને મોટા, અનુભવી અને સફળ વ્યક્તિઓ ને મેં હમેશા બોલતા સાંભળ્યા છે ” Just Be Yourself! ” શું થાય છે એનો મતલબ? કેમ એ લોકો આવું કહેતા હશે? એમનો કહેવાનો મતલબ પણ એજ છે. બસ તમારા પોતાના પર ભરોસો રાખો. એનાથી વિશેષ આ દુનિયામાં તમારા વિશે વિચારવાવાળું કોઈ નથી. જો તમે તમારા મન ઉપર ભરોસો રાખો તો પેલી ઉક્તિ છે ને “Nothing is impossible in the world” એ તમારા માટે પણ સાચી થઇ શકે.

તમે માત્ર નાના નાના કામ કરતા જાઓ ને તમે જુવો કે તમારું મન તમને એનું કેવું ફળ આપે છે. તમે માત્ર તમારા મનની જરૂરિયાતો પૂરી કરતા જાઓ. એની જરૂરિયાત ને સમજતા જાઓ, બસ પછી જુવો ચમત્કાર. મનની સૌથી મોટી જરૂરિયાત, એનો ખોરાક છે વિશ્વાસ, એના ઉપર વિશ્વાસ. તમે તમારા મન પર વિશ્વાસ મૂકી જુવો. અનુભવ કરવા માટે એક ઉદાહરણ, તમે કોઈ એવા કામની શરૂઆત કરો કે જે તમે ખુબ સમય થી કરવા માંગતા હતા પણ તમને એમ લાગતું હતું કે તમે એ નહિ કરી શકો. તમે એ કામ પ્રત્યે તમારી પૂરી નિષ્ઠા થી લાગી જાઓ અને જયારે પણ તમને જરૂર લાગે ત્યારે પહેલા તમારી અંદર ડોકિયું કરીને પૂછો. આવું કેમ થયું? આવું કરવા માટે શું કરવું જોઈએ? બસ એક વખત અંદર થી અવાજ આવે એમ કરો. દુનિયાની ફિકર ના કરો. તમારી જાત ને મહોબ્બત કરો,તમારા કામને પ્યાર કરો, તમારી જાત પર વિશ્વાસ રાખો અને કામ પ્રત્યે નિષ્ઠા, દોસ્તો હું નથી માનતો કે તમને આ દુનિયામાં કોઈ હરાવી શકે. દુનિયામાં તમને હારતા જોઈ તાળી પાડવાવાળાની કમી નથી પણ તમારી સફળતા પછી તમને શાબાશી આપવાવાળાની ખોટ છે. પણ અંગત રીતે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ એકલી શાબાશી મેળવવા માટે તો કંઈજ નથી કરતો તો પછી શાબાશીની અપેક્ષા શા માટે રાખવી? અને હાર મળી છે એમ ત્યાં સુધી ના માનવું જોઈએ જ્યાં સુધી સફળ ના થવાય. જે કામ આપણે હાથ માં લઈએ એ કામ એની મઝિલ સુધી ના પહોચ્યું હોય ત્યાં સુધી એની સફળતા કે નિષ્ફળતા વિશે કઈ રીતે વિચારી શકાય?

મેં એક ખુબજ વાસ્તવિક નોંધ વાંચી હતી એક જગ્યાએ, એના લેખક નું નામ નહોતું લખ્યું. એ નોંધ માં લખ્યું હતું કે ” આ દુનિયામાં દરેક વ્યક્તિ શ્રેષ્ઠ અને વિશેષ છે. દરેકે આ વાત માનવી જોઈએ.”

સંપૂર્ણ….

વિમેશ પંડ્યા
સેલવાસ [પાંડરવાડા]