સરબજીત “સવાલ કે રાજકારણ ?”

સરબજીતનું નામ FIRમાં સામેલ જ ન હતું ઃ પાક. વકીલ

૧૯૯૦મા પાકિસ્તાનના લાહોર અને મુલતાનમાં થયેલ બોમ્બ વિસ્ફોટના કાવતરામાં સંડોવણી બદલ લાહોર ની કોટલખપત જેલમાં સજા કાપી રહેલા સરબજીત સિંહ અથવા મનજીત સિંહ વિશે મીડિયામાં ગણી વખત ચર્ચા થઇ ચુકી છે. આ વિસ્ફોટમાં કુલ ૧૪ લોકો ના મૃત્યુ થયા હતા. હવે, સરબજીત ઉર્ફે મનજીતના મતે એ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગામનો એક ગરીબ ખેડૂત છે અને ભૂલથી સીમા ઓળંગીને પાક સરહદ માં પ્રવેશ કરી ગયો હતો [ગુજરાતના કેટલાય માછીમારો માછલી પકડવાની ધૂનમાંને ને ધૂનમાં રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જાય છે એમજ] અને એને પાક સૈન્ય એ ભારતીય જાસુસ સમજી પકડી લીધો અને ત્યારથી એ લાહોર ની કોટ લખપત જેલ માં સજા કાપી રહ્યો છે. એણે ફાંસીની સજા આપવામાં આવી છે. એના પરિવારમાં એની પત્ની સુખપ્રીત કૌર અને એની બે પુત્રીઓ સ્વપન દીપ અને પૂનમ કૌર છે. પાકિસ્તાન સરકારે એમણે અત્યાર સુધીમાં માત્ર ૭ દિવસના વિઝા આપી એણે મળવાની મંજુરી આપી હતી.એમણે એણે મળ્યા પછી સરકાર પાસે એની રિહાઈ માટે યાચના પણ કરી હતી.
આ બોમ્બકાંડમાં ભોગ બનનાર પરિવારના એક સભ્ય શૌકત સલીમના કહેવા પ્રમાણે બોમ્બ પ્લાન્ટ કરવા વાળા લોકોમાં એક સરબજીત પણ હતો. હવે એણે પોતાનું સ્ટેટમેન્ટ બદલી ને એવું કીધું છે કે એના આવા સ્ટેટમેન્ટ કરવા પાછળનો આશય સરબજીત પર પોલીસ દબાણ વધારવા માટેનો હતો આ દરમ્યાન સરબજીતના વકીલ અબ્દુલ rana હમીદે ભારતીય ન્યુઝ ચેનલ CNN-IBN ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું કે આવા સ્ટેટમેન્ટ તો કોઈ અર્થ નથી કારણ કે એ કોર્ટના રેકર્ડ પર આવ્યા જ નથી.
કોર્ટ ની કાર્યવાહી દરમ્યાન સરબજીત સિંઘે કોર્ટ ને જણાવ્યું કે એ દારૂ અને અન્ય કેફી દ્રવ્યો ની હેરાફેરી કરવા માટે ટે અવાર નવાર કસુર સરહદ ઓળંગતો હતો. એની સામે એનો પરિવાર કહે છે કે એ એક સાદો ખેડૂત જ છે અને એ ૧૯૯૦ માં દારૂના નશા માં ભૂલથી પંજાબના ઉત્તરીય સરહદે આવેલ ભીખીવિન્દ ગામ થી પાક ની સીમામાં પ્રવેશી ગયો હતો.એની પત્ની સુખપ્રીત કૌર હજી પણ એજ ગામ માં રહે છે. એના ગુમ થયા પછી એના પરિવારે એની ખુબજ શોધખોળ કરી પણ કંઈજ પત્તો લાગ્યો નહિ. અને એમણે ૯ મહિના પછી સરબજીત નો પત્ર આવ્યો કે એ દારૂ ના નશા માં ભૂલ થી બોર્ડર ઓળંગી ગયો હતો અને એણે પાકિસ્તાની ફોર્સે પકડી લીધો હતો અને હાલમાં એ જેલ માં છે.

સરબજીત ને ૧૯૯૧ માં ફાંસી ની સજા સંભળાવવામાં આવી છે. એ ચુકાદા સામે સરબજીત ની અપીલ ને સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૦૬ માં ફગાવી દીધી. પાકિસ્તાની બળવાખોર લશ્કરી શાશક પરવેઝ મુશર્રફે એની દયાની અરજી ફગાવી દીધી હતી અને એને ફાંસી નિશ્ચિત થઇ ચુકી હતી પણ પાક રાજકારણ માં એ દરમ્યાન આવેલા પરિવર્તનો એ હજી સુધી સરબજીત ની ફાંસી સંભવ થવા નથી દીધી.

હવે આપણે તો આપની સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? ૧૯૯૧ થી ૨૦૧૦ નાનો સમયગાળો તો નથી ને? જેમ પોર્ટુગલ થી અબુ સાલેમ ને [એક ગુંડાને] તમે લાવી શકો છો એમ પાકિસ્તાન થી એક ગરીબ અને નિર્દોષ ખેડૂત ને નથી લાવી શકતા? આમ ના કરવા પાછળ નું કારણ શું?

માહિતી : ધ ડેઈલી ડોન [પાકિસ્તાનનું અગ્રણી અખબાર]

વિમેશ પંડ્યા
સેલવાસ [પાંડરવાડા]

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ફેબ્રુવારી 7, 2010, in સમાચારનો સરવાળો. Bookmark the permalink. 4 ટિપ્પણીઓ.

 1. આ સરબજીત ને મળવા શીખ લોકો નું એક મંડળ ગયેલું ત્યાં કોઈ વૃદ્ધ ભારતીય સૈનિક મળેલો.મેં મારી પાંચ ભાગ માં મુકેલી સ્ટોરી માં ઉલ્લેખ કરેલો છે.મિસિંગ વાતો અહી થી જાણવા મળી.સરસ.સરકારો પાસે થી શું આશા રાખી શકાય?

  • ભુપેન્દ્ર સિંહજી બાપુ,

   પ્રતિભાવ બદલ આભાર,

   તમારા વિશે વાંચ્યું. તમે કદના ના રાજવી અને અમે લુણાવાડાના રાજવી શ્રી વીરભદ્ર સિંહજીની રૈયત .. જમીનથી તો ખુબજ નજીક છે માતૃ ભૂમિ…. કર્મભૂમિ નો કોઈ ને ક્યાં ભરોસો હોય જ છે.

   ફરીથી આભાર

   મારા વિસામા ની મુલાકાત લેતા રેહજોને આપવા જોગ જરૂરી માર્ગદર્શન પણ આપજો…

   વિમેશ

 2. very interesting . do u have date of this report which is published in dawn? if u have can u pls forward it to me ? i wud be obliged.
  thx

  • મારા આંગણે પધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

   માહિતી માટે તમારી રીક્વેસ્ટ છે પણ હું તમને ચોક્કસ જવાબ નહિ આપી શકું કારણ કે મેં આ બધી માહિતી પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનની અલગ અલગ આવૃત્તિઓ માં વાંચી અને એને થોડી સન્ક્ષિપ્ત્ માં અહી રજુ કરી છે. એટલે હું ચોક્કસ કોઈ તારીખ આપી શકવા સમર્થ નથી. આપ જાતે આ બાબતે ડોન અથવા ગૂગલ માં સર્ચ કરી શકો છો.

   ફરીથી આભાર…

   અક્ષર દેહે મળતા રહીશું..

   વિમેશ પંડ્યા

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: