આઈ તો જો….

                                                                    

બાળપણની યાદો જયારે તાજી થઇ જાય ત્યારે સ્થળ,સમય, સમયનો પ્રવાહ, એ માટીવાળા ગોબરાં કપડાં, દોડતા દોડતા પડી જઈને છોલાઈ ગયેલી કોણીઓ, અત્યારે જે ચિચિયારીઓ લાગે છે એવા અવાજે નાના નાના ઝગડા અને ધમકીઓ…….. ને એવું કેટલુંય જયારે યાદ આવે ત્યારે????
 
આંખ બંધ કરી અને મને મારા ગામનું મારું બચપણ યાદ આવ્યું. યાદ તો આવ્યું પણ આજના જમાના પ્રમાણે એનું મૂલ્યાંકન થઇ ગયું.
 
જરા નીચે જુવો…… એકદમ પંચમહાલની લોકબોલી…… સાથે ઉંચા અવાજે બોલાયેલા એ ડાઈલોગ્સ…
*******
 
 
 
નાના નાના બાળકો જયારે સ્કુલમાં જાય અથવા બીજા કોઈ પણ વિસ્તારમાં જાય અને ત્યાં કોઈની સાથે
 
૦૧. ઝગડો થાય ત્યારે 
 
અને/અથવા
 
૦૨. મળવાની/સંગાથની/ક્યાંક જવાની વાત હોય ત્યારે.
 
સંવાદો…. સાંભળ્યા છે……. કદાચ તમારે મોઢે પણ ……..
 
પરિસ્થિતિ નંબર ૦૧.
 
એકદમ ગામની બોલીમાં…
 
 “તારી માં ના તારી ના…… એટલી બધી “એ” (?) ઓયની તો આઈ જજે માતાના ડેરે….. ઉયે જોવુંસું હું કરી સી….અમણા યે આબ્બુ ઓય તો હેડ…. આ બધ્ધી ટણી કાડી ના નાખું તો જોજે…..”
 
પરિસ્થિતિ નંબર ૦૨.
 
“એમાં હું લે…. આઈ જજે માતાના ડેરે…. એમાં હું બીવાનું આઈ જજે તાણી…… આપડે ચાં કોંય ખોટું કરવાનું સ…. જઈ આબ્બાનું તાણી…. અની એક વાત…. કોઈનીયે કેવાનું નથી… જો કીધું તો જોઈલેજે પસી… મારા હમ સી તની…….. હેડ…..ઉયે આવે તારા હાથી…..”
 
શું આવા કોઈ ડાઈલોગ તમને પણ યાદ છે??….
 
જરા આંખ બંધ કરો….. થોડાક વર્ષો પાછળ જાઓ અને જુવો….. મને એકલાને તો આવું નથી થતું ને…….

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ઓગસ્ટ 11, 2010, in યાદગીરી. Bookmark the permalink. 10 ટિપ્પણીઓ.

 1. Vimesh bhai, I have spent my childhood Gujarat and Rajasthan. I can very well recall the memories which is having special place in my life. This made me think again about those memories.

  Keep writing.

  Cheers !!!

  • જય ભાઈ, પહેલા તો આભાર તમે મારા બ્લોગની મુલાકાત લીધી એટલા માટે…બાળપણ તમે ક્યાય પણ ગુજાર્યું હોય એની મીઠી યાદો હંમેશ માટે મન માં કેદ થઇ જતી હોય છે. એ મોસમ જ અદભુત હોય છે.

 2. મજા આઇ જઇ આ વૉંચી ન…

  • મસ્ત…… ખરેખર તમારો પ્રતિભાવ પણ મસ્ત લાગ્યો કેપ્ટન સાહેબ…..

   મળતા રહીશું…. જોકે હું જીપ્સીની ડાયરી પણ વાંચવાનો કોઈ કોઈ વખત લઇ લઉં છું….

   આભાર મારા આંગણે પધારવા બદલ…. જય શ્રી કૃષ્ણ…. મળતા રહીશું….

 3. આપડે ચાં કોંય ખોટું કરવાનું સ…maja aavi gai…lokboli vaanchavani…sunder post..

  • દિલીપ ભાઈ, લોકબોલીની વાત જ અલગ છે…. ને એમાંય જો પંચમહાલની વાત કરીએ તો લોકોને જે મામાઓનો દેશ લાગે છે ત્યાની ભાષા એટલી પ્રેમાળ છે ને…. આતો બાળપણની વાત હતી એટલે…. મોટેરાની પણ વાત કરીએ તો કઈ નવું ના હોય….. પણ હા…. એમાં ઝગડાના હોય… એક વખત સમય મળ્યે સાસુ-વહુ કે બે પડોશી સ્ત્રીઓ જયારે ઉનાળાની બપોરે એક બીજાને વાળમાં તેલ નાખી આપતી હોય ત્યારે જે સંવાદ થાય છે એ લખવાની ઈચ્છા છે…..

 4. સ્વ. Shree Pradumna Tanna આપની વાતો વાંચી યાદ આવ્યા. મારા મિત્ર હતા, લેખક, કવિ, ફોટોગ્રાફર, એમના કાવ્યો વાંચશો તો ગમશે.

 5. vimeshbhai kharekhar sundar vicharo chhe,saras.
  hu pan mara vicharo share karu chhu blog dwara,

  http://www.rashmipanchal.blogspot.in

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: