Monthly Archives: નવેમ્બર 2010

૨૬/૧૧- એ કારમી યાદ

આજે ૨૬/૧૧/૨૦૧૦,

વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાની બીજી વરસી… 

શું કર્યું…???

કોણે કર્યું…???

કેમ કર્યું…???

કોના કહેવાથી કર્યું…???

બધાજ પ્રશ્નોના જવાબ હજીય….”….” મૌન…..

થોડા હરખાઈ ગ્યા સ્પેશિયલ કોર્ટના ચુકાદાથી…..

ફટાકડા ફોડ્યા…. જુલુસ કાઢ્યા….

બધાજ રાજકારણીઓએ સભાઓ ગજવી….

આતંકવાદ સામેનો ચુકાદો ગણાવ્યો…..

પણ એ ચુકાદા પછી તરત એ વખતના તત્કાલીન ગ્રુહ પ્રધાન શ્રી શ્રી શ્રી પી. ચીદમ્બરમ સાહેબે એને સમજાવી દીધું કે આપણા કાયદા કેટલા પોલા છે અને એ હજી ક્યાં ક્યાંથી નિર્દોષ છુટી શકે છે….

શું ફાયદો થયો એ ચુકાદાનો….????

હજી સુધી તો શહીદોએ પહેરવા પડેલા તકલાદી બખ્તર—કે જેના લીધે એમણે શહીદ થવું પડ્યું— એની તપાસ પણ પુરી નથી થઈ…..

મુંબઈમાં આ ત્રીજા મુખ્યમંત્રી આવ્યા અને દેશનું સુકાન ફરી વખત દેશનાસૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી શ્રી મનમોહન સિંહના ખોળામાં આપવામાં આવ્યું….

શું ફાયદો થયો……???

હજીય પાકિસ્તાન કસાબ ઉપર લગાડવામાં આવેલા ગુનાઓની યાદીજ માંગી રહ્યો છે…

કાશ્મીરનો ચીન બાજુનો ભાગ ચીનને ભેટમાં આપે છે…..

વાટાઘાટોમાં આતંકવાદ વિરોધી છીએ અને ભારત સાથે છીએ એવુ નિવેદન આપે છે….

નક્કર શું…?????

જનતાને મળતી સુવિધાઓ ડંખે છે……

૧,૭૬,૦૦૦ કરોડ (એક લાખ છોંતેર હજાર કરોડ) જેવી માતબર રકમનું પેકેજ જો દેશના કોઈ વિકાસશીલ રાજ્ય પાછળ અથવા પછાત રાજ્ય પાછળ ખર્ચવામાં આવે તો હજીતો ઓબામાએ હાથ પકડીને ભીખ માંગી છે…..ઈંગ્લેન્ડ, ચીન, રશીયા જે પોતાને વિશ્વના તાજ સમજી રહ્યા છે ને એ બધાય પગ પકડીને ભીખ માંગે…..

ભલુ થજો ગુજરાત પોલીસનું કે એણે અક્ષરધામના આતંકવાદીઓને મારી જ નાખ્યા…. અરે એ જ ઉદ્દેશથી યુધ્ધ કર્યું……. જો ત્યાંથીય એકાદ જીવતો પકડાયો હોત તો એ આ નપુંસકોના પાપે આપણા ખર્ચે, આપણી પાસે ચખાવીને જમતો હોત……

આપણે બીમાર પડીએ તો ખિસ્સામાંથી કાઢો અથવા પુર્વ તૈયારી રૂપે મેડીક્લેઈમ કરાવો……

એમની એ ચિંતાય આપણે…

કદાચ આપણેય સાચું માનીએ તોય મારો એક પ્રશ્ન છે કે સાધ્વી પ્રજ્ઞાએ શું ખોટું કર્યું…???

શું ભાયડાઓ તૈયાર નહોતા ત્યારે લક્ષ્મીબાઈએ યુધ્ધની ધુરા નહોતી સંભાળી…???

આજેય સોમનાથમાં વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરાયેલા જ્યોતીર્લીંગની સ્થાપના મહારાણી અહલ્યાબાઈએ કરી હતી એ કોઈ ભુલી શકે છે..???

………

મારી આંગળીઓ થર થર કાંપી રહી છે…..

મને એવું લાગી રહ્યું છે કે હું આવું બધુ લખીનેય ધરાતલના શુરવીર શહીદો, વીરો અને વીરાંગનાઓનું સન્માન અને શ્રધ્ધાંજલી નહી પણ અપમાન કરી રહ્યો છું….

મારે હવે થોભી જવું જોઈએ…..

મારી આંખો અને બાજુઓમાંથી રક્તપ્રવાહ થાય એના પહેલાં હું વિરમું છું….

હે શહીદો….. વીરો…. પિતાઓ….. માતાઓ…. ધરતીના લાલ સપુતો….

હું તમને શત શત વંદન કરું છું…….. મારી શબ્દપુષ્પ અંજલી સ્વીકાર કરો…..

તમે ઈશ્વરની સૌથી નજીક છો….

હે પુણ્યશાળી આત્માઓ…..

હવે સહન નથી થતું…..

તમે તો “અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ” કહીને અનંતના પંથે વહી ગયા…

પણ

મા ભારતીની રક્ષા કાજે એમને પેલું “યદા યદા હી ધર્મસ્ય… ગ્લાનિર્ભવતી ભારત…….” વાળૂં વચન યાદ કરાવજો

અને

મા ભારતીના દુશ્મન એવા નપુંસક રાજકારણીઓથી છુટકારો અપાવવા પ્રાર્થના કરજો…..

અસ્તુ…..

Advertisements

પોતે-એક સમસ્યા

“દાદુ, એક નવી વાત
સાવ જુની પણ નવી જ….

ફક્કડ કોરે કોરી…..

કેમ પહેલા ધ્યાન ના ગયું???”

“અરે ધ્યાન તો દીધું હતું, પણ સમજમાં આવવું જોઈએ ને….”

“પણ તમે તો કહો છો કે તમને બધું સમજાય છે..?????”

“જુઠું બોલો છો????”

“ના સાવ એવું નથી, પણ વિષય થોડો અઘરો છે….”

“અરે…!!!!! તમે આખી દુનિયાને જાણવાની વાત કરો છો અને આમાં તો વિષય જ નથી, આ તો તમે પોતેજ છો…, વાતેય તમારી પોતાની છે…. તોય..???”

“અરે એ તને નહિ સમજાય…”

“કેમ??, કેમ નહી સમજાય?”

“જવા દેને..”

“ના ભાઈ… હું સમજાવું છું તને,

તારે તારી જાતને સમજવી હોય તો,

સમય દેવો પડે પોતાની જાતને,

ચાહવી પડે પોતાની જાતને,

પસાર થઈ ગયેલા સમયને વાગોળવો પડે,

પોતાનું પોતાની જાત સાથે તાદમ્ય બંધાય એ માટેના પ્રયાસ કરવા જોઈએ,

કાંઈ પણ કરતા પહેલા આંખ બંધ કરી અંદરથી આવતા અવાજને સાંભળવો પડે,

પોતાની સામે ઉપસ્થીત થતા પ્રશ્ન, સમસ્યા કે પરિસ્થીતિ માટે એને પુછવું પડે,

એનો મુખ્ય ખોરાક, ધ્યાન, શાંતી અને શ્વાસ દેવો પડે,

આંખ બંધ કરી શેખચલ્લીનાં સપનાં જોવાની જગ્યાએ પોતે કરી રહેલા કામના, પોતે બાંધેલા સંબંધોના, ઈશ્વરે બાંધી આપેલા તમારા સંબંધો -મા-બાપ-ભાઈ-બહેન-પતિ-પત્ની-બાળકો-ના ભવિષ્ય વિશે રોજ થોડું થોડું ચિંતન (ચિંતા નહી) કરવું જોઈએ.

બીજાઓની પંચાત કરી, આખી દુનીયાને સમજવાનો ડોળ કરવાથી કાંઈ પોતાને ના ઓળખી શકાય,

દુનિયામાં “મોટા ભા”ની જગ્યાઓ ક્યાંય ખાલી નથી એટલે તમે જો સમજતા હોવ કે તમે “એ” છો તો એ તમારો વહેમ છે દાદુ…..

જરાક આંખ બંધ કરો અને માંહ્યલો શું કહે છે એ જાણવાનો પણ પ્રયત્ન કરો…

દાદુ ગોલ્ડન ફ્રેમના ચશ્મા કાઢી દુધ જેવા સફેદ ઝભ્ભાના ખિસ્સામાં નાખતાં નાખતાં કોલેજના બીજા વર્ષમાં ભણતા એના પૌત્રને જોઈ રહ્યા હતા.

બીજે દિવસે પંચાયતમાં જાહેરાત થઈ, “દાદુ હવેથી પંચાયતમાં હાજરી નહિ આપે….”

 

નોંધઃ મારો નવલીકા લખવાનો પ્રથમ પ્રયાસ, તસવીર ગુગલ પરથી સર્ચ કરીને લીધી છે જેનું લોકેશન અહીં છે.

 

આભાર

વિમેશ પંડ્યા

૧૭.૧૧.૨૦૧૦