૨૬/૧૧- એ કારમી યાદ

આજે ૨૬/૧૧/૨૦૧૦,

વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાની બીજી વરસી… 

શું કર્યું…???

કોણે કર્યું…???

કેમ કર્યું…???

કોના કહેવાથી કર્યું…???

બધાજ પ્રશ્નોના જવાબ હજીય….”….” મૌન…..

થોડા હરખાઈ ગ્યા સ્પેશિયલ કોર્ટના ચુકાદાથી…..

ફટાકડા ફોડ્યા…. જુલુસ કાઢ્યા….

બધાજ રાજકારણીઓએ સભાઓ ગજવી….

આતંકવાદ સામેનો ચુકાદો ગણાવ્યો…..

પણ એ ચુકાદા પછી તરત એ વખતના તત્કાલીન ગ્રુહ પ્રધાન શ્રી શ્રી શ્રી પી. ચીદમ્બરમ સાહેબે એને સમજાવી દીધું કે આપણા કાયદા કેટલા પોલા છે અને એ હજી ક્યાં ક્યાંથી નિર્દોષ છુટી શકે છે….

શું ફાયદો થયો એ ચુકાદાનો….????

હજી સુધી તો શહીદોએ પહેરવા પડેલા તકલાદી બખ્તર—કે જેના લીધે એમણે શહીદ થવું પડ્યું— એની તપાસ પણ પુરી નથી થઈ…..

મુંબઈમાં આ ત્રીજા મુખ્યમંત્રી આવ્યા અને દેશનું સુકાન ફરી વખત દેશનાસૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી શ્રી મનમોહન સિંહના ખોળામાં આપવામાં આવ્યું….

શું ફાયદો થયો……???

હજીય પાકિસ્તાન કસાબ ઉપર લગાડવામાં આવેલા ગુનાઓની યાદીજ માંગી રહ્યો છે…

કાશ્મીરનો ચીન બાજુનો ભાગ ચીનને ભેટમાં આપે છે…..

વાટાઘાટોમાં આતંકવાદ વિરોધી છીએ અને ભારત સાથે છીએ એવુ નિવેદન આપે છે….

નક્કર શું…?????

જનતાને મળતી સુવિધાઓ ડંખે છે……

૧,૭૬,૦૦૦ કરોડ (એક લાખ છોંતેર હજાર કરોડ) જેવી માતબર રકમનું પેકેજ જો દેશના કોઈ વિકાસશીલ રાજ્ય પાછળ અથવા પછાત રાજ્ય પાછળ ખર્ચવામાં આવે તો હજીતો ઓબામાએ હાથ પકડીને ભીખ માંગી છે…..ઈંગ્લેન્ડ, ચીન, રશીયા જે પોતાને વિશ્વના તાજ સમજી રહ્યા છે ને એ બધાય પગ પકડીને ભીખ માંગે…..

ભલુ થજો ગુજરાત પોલીસનું કે એણે અક્ષરધામના આતંકવાદીઓને મારી જ નાખ્યા…. અરે એ જ ઉદ્દેશથી યુધ્ધ કર્યું……. જો ત્યાંથીય એકાદ જીવતો પકડાયો હોત તો એ આ નપુંસકોના પાપે આપણા ખર્ચે, આપણી પાસે ચખાવીને જમતો હોત……

આપણે બીમાર પડીએ તો ખિસ્સામાંથી કાઢો અથવા પુર્વ તૈયારી રૂપે મેડીક્લેઈમ કરાવો……

એમની એ ચિંતાય આપણે…

કદાચ આપણેય સાચું માનીએ તોય મારો એક પ્રશ્ન છે કે સાધ્વી પ્રજ્ઞાએ શું ખોટું કર્યું…???

શું ભાયડાઓ તૈયાર નહોતા ત્યારે લક્ષ્મીબાઈએ યુધ્ધની ધુરા નહોતી સંભાળી…???

આજેય સોમનાથમાં વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરાયેલા જ્યોતીર્લીંગની સ્થાપના મહારાણી અહલ્યાબાઈએ કરી હતી એ કોઈ ભુલી શકે છે..???

………

મારી આંગળીઓ થર થર કાંપી રહી છે…..

મને એવું લાગી રહ્યું છે કે હું આવું બધુ લખીનેય ધરાતલના શુરવીર શહીદો, વીરો અને વીરાંગનાઓનું સન્માન અને શ્રધ્ધાંજલી નહી પણ અપમાન કરી રહ્યો છું….

મારે હવે થોભી જવું જોઈએ…..

મારી આંખો અને બાજુઓમાંથી રક્તપ્રવાહ થાય એના પહેલાં હું વિરમું છું….

હે શહીદો….. વીરો…. પિતાઓ….. માતાઓ…. ધરતીના લાલ સપુતો….

હું તમને શત શત વંદન કરું છું…….. મારી શબ્દપુષ્પ અંજલી સ્વીકાર કરો…..

તમે ઈશ્વરની સૌથી નજીક છો….

હે પુણ્યશાળી આત્માઓ…..

હવે સહન નથી થતું…..

તમે તો “અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ” કહીને અનંતના પંથે વહી ગયા…

પણ

મા ભારતીની રક્ષા કાજે એમને પેલું “યદા યદા હી ધર્મસ્ય… ગ્લાનિર્ભવતી ભારત…….” વાળૂં વચન યાદ કરાવજો

અને

મા ભારતીના દુશ્મન એવા નપુંસક રાજકારણીઓથી છુટકારો અપાવવા પ્રાર્થના કરજો…..

અસ્તુ…..

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on નવેમ્બર 26, 2010, in આવેગ, નાની ઉમરની દ્રષ્ટિ, વિચારોના વલય. Bookmark the permalink. 6 ટિપ્પણીઓ.

  1. કસાબને છોડાવવા માટે હવે ફરીથી કોઈ નવા જૂની બને તો કહેવાય નહીં..

  2. જોરદાર પ્રહારા…આપે ઉપયોગ કરેલા વાક્યો ધારદાર છે…છતાં પણ મામલો(કસાબનો ગણો કે પાકિસ્તાન સાથેના સંબંધોનો…) હજી ત્યાંને ત્યાં જ છે…

    ખરેખર તો જ્યારે કસાબને ફાંસીની સજા આપી ત્યારે નહિં પણ, જ્યારે ફાંસીને માંચડે લટકાવે ત્યારે ફટાકડા ફોડવા જોઇએ…કારણ કે ભારતનું ન્યાયતંત્ર પર આપણને તો ઠીક પણ આતંકવાદીઓને તો પુરે-પુરો વિશ્વાસ છે જ કે કદાચ પકડાઇશું તો પણ જલસા જ છે…(એમની ટ્રેઇનિંગ કરતાં તો લાખ ઘણું સારું.!)
    આ કસાબની વાતને બે વર્ષ થઇ ગયા પણ આ અફઝલ નો કિસ્સો ત્યાંને ત્યાં જ છે…

    ભારતની બધી જ જનતા એમને ફાંસીએ લટકાવવા માંગે છે…છતાં એ કામ થઇ નથી શકતું…લે…આને કહેવાય લોકશાહી????

  3. સાહેબ, લોકોને હવે વિચારવાની આદત પડી ગઇ છે. વિચાર્યા બાદ લખવાના સાધનો ય વધતા ચાલ્યા. લખેલું લોકોને વંચાવવાની ય સવલતોમાં ખાસ્સો વધારો થયો છે. ઇન્ટરનેટ પર સવાલ પૂછવાની જાણે ફેશન થઇ ગઇ છે. .. વાહ બોસ વાહ, શું જોરદાર.. ધારદાર લેખ લખ્યો છે … જેવા પ્રતિભાવેય મળી જાય છે …. પણ પછી ???????????????????????????

    એન્ટર અને એસ્કેપ વચ્ચે હવે તો બધું જ અધ્યાહાર રહી જતું જણાય છે.

  4. આપણી કોંગ્રેસી સરકાર બાયલી છે. અને તેમને સત્તાસ્થાને લાવનાર આપણે જ છીએ.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: