Monthly Archives: ડિસેમ્બર 2010

લાયન સફારી

દોસ્તો,

સેલવાસમાં રહેવાને કારણે ઘણાબધા મિત્રોના ફોન આવે છે મેઈલ આવે છે સેલવાસમાં આવેલા લાયન સફારી પાર્કનું એડ્રેસ જાણવા માટે.

તો, એના માટે ગુજરાતના દક્ષીણ ભાગમાં આવેલા વાપી ઉતર્યા પછી સેલવાસ આવવું. જ્યાં આવવા માટે એસટી અને ઓટો રિક્ષા બંનેની સુવિધા છે.

વાપી અને સેલવાસ વચ્ચે અંદાજે ૨૨ કી.મી. અંતર છે.   સેલવાસ આવ્યા બાદ ત્યાંથી ખાનવેલ રોડ બાજુની ઓટો રીક્ષા પકડી વાસોણા ચાર રસ્તા ઉતરવું.

બસ ત્યાંજ જંગલના રાજાના ઘરે જવાનું મોટું બોર્ડ મારેલું છે જ્યાંથી મેઈન રોડથી જમણીબાજું લગભગ બે કીલોમીટર જેટલું અંદરનીબાજુ જવું પડે છે.

(સિંહોની સાચી સંખ્યા ખબર નથી)

Advertisements

અંતરયાત્રા

ડો.કમલેશ જે.ઉપાધ્યાય (ટુંક જ સમયમાં એમના વિશે લખીશ)

અધિક પ્રાધ્યાપક

મેડીસીન વિભાગ

બી.જે.મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ,અમદાવાદ

ડોક્ટર સાહેબ માંગી રહ્યા છે નીચેની માહીતી………….

બધું લખાય તે નહીં,જે લખાય તે સાચ્ચું લખાય તે અપેક્ષિત છે. નિરાંતે લખવું-પંદર દિવસમાં લખાઈ જાય તે અપેક્ષિત છે. બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. (તમને યોગ્ય લાગે તેટલા પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવશો તો અંતરયાત્રાના હમસફર બનાવ્યાનો આનંદ થશે.ગોપનીયતા ની ખાતરી.)

૧.શાલેય સંસ્મરણો

૨.સ્નાતક-અનુસ્નાતક સંસ્મરણો-

૩.આપની નિપૂણતા?

૪.એવી અંગત વાત જેના પર તમે ગર્વ લઈ શકો?

૫.સમાજને/રાષ્ટ્ર ને અર્પણ કરી શકાય તેવું તમારું કોઈ જીવનકાર્ય?

૬.આપની ઉજ્જ્વળ કારકિર્દીમાં ક્યાં પરિબળોનો મહત્વનો ફાળો રહ્યો છે?

૭.જીવનને કઈ રીતે મૂલવો છો?

૮.આંખો બંધ કરો ને યાદ કરો તો કઈ  વ્યક્તિઓનું પ્રથમ સ્મરણ થાય છે?

૯.જીંદગીના પાછલા વર્ષો ફરીથી મળે તો કયા વર્ષો ફરીથી જીવવા માગો?

૧૦.આજે જે કંઈ તમારી પાસે છે તે નકારતા જાવ તો કયાં પહોંચવું ગમે?

૧૧.અનુશાસન વિશે આપનો અભિપ્રાય?

૧૨.આપની પ્રગતિમાં “નિષ્ઠા” કામ લાગી છે કે “સામર્થ્ય”?

૧૩.તમારી નબળાઈઓ?

૧૪.કોઈ એક જૂઠું વાક્ય બોલવું ગમશે?

૧૫.સૌથી દુ:ખદ અનુભૂતિ?

૧૬.આંખના ખૂણા કયારે ભીના થઈ જાય છે?

૧૭.તમે કોઈનું શોષણ કર્યું છે?

૧૮.પત્નીનું શોષણ કર્યું છે?

૧૯.તમે ક્રોધી છો?

૨૦.એક નિર્લેપ નિરીક્ષક તરીકે તમારા જીવન ને ક્યાં મુકશો?

૨૧.તમારી સાવ નક્કામી,ફાલતુ વાત કે ટેવ?

૨૨.તમને તમારા દેખાવની  બહુ પડી છે?

૨૩.પરિસ્થિતિ સામે ફરિયાદ રહે છે?

૨૪.ભગવાન પાસે નિયમીત માંગવાની ટેવ ખરી? ક્યારેક માગી લો ખરા?

૨૫.તમારા કોઈ ટીકાકાર?

૨૬.તમને ગમતી વ્યક્તિ? (સ્થાનિક,રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય)

૨૭.તમારા મનનો હીરો? (મૂર્તિ/ફોટો ઘરમાં રાખ્યો છે?)

૨૮.વાક્ય પૂરું કરો : મને અફસોસ છે કે………………

૨૯.આપના વિદેશ વસવાટ/પ્રવાસ નો સરસ અનુભવ?

૩૦.તમારું મનગમતું કાર્ય?

૩૧.અધૂરું સ્વપ્ન?ઈચ્છા?

૩૨.ગમતું ભોજન?

૩૩.કસરત કરો છો? નિયમીત?

૩૪.સવારે ક્યારે ઉઠો છો? દિનચર્યાની કોઈ નિયમિત વાત?૨૪ કલાકમાં કયો સમયગાળો વધુ ગમે? એકાંત ગમે? માત્ર જાત સાથે          કેટલી મિનિટ ગાળો છો?

૩૫.તમે આળસુ ખરા?

૩૬.ક્યારે હતાશા અનુભવો છો?

૩૭.ટીવી / પિક્ચર માટે કેટલો સમય ફાળવો છો?

૩૮.વાંચનવિશેષ?- પ્રિય વિષય / લેખક ?

૩૯.સામાજીક / રાષ્ટ્રિય કાર્યોમાં સમય ફાળવો છો ? નિયમીત ? અઠવાડિયે સરેરાશ કેટલા કલાક ?

૪૦.તમારી દૃષ્ટિ એ સાધુતાની વ્યાખ્યા?

૪૧.ઈશ્વર પ્રત્યેનો અભિગમ?

૪૨.તમારી રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શી?

૪૩.લગ્નની શી મજા છે?લગ્નની શી સજા છે?

૪૪.મૃત્યુ વિશે વિચારો છો? શું?

૪૫.જીવન પાસે શી અપેક્ષા છે?

૪૬.કોઈ મોહ જે છૂટતો નથી?

૪૭.બાળકોને પૂરતો સમય આપો છો?આપ્યો છે?

૪૮.જીંદગીમાં દુનિયાની નજરોથી છૂપાવવા જેવું કશુંક છે? (હાડપિંજર)

૪૯.”સફળ” જીવન ગમે કે “સાર્થક”?

૫૦.આપની શાળાનાં બાળકો માટે સંદેશ?

૫૧.વિશેષ નોંધ :

 

 

********
આ પ્રશ્નોના જવાબ આપી શકશો????

આ બ્લોગ અને એની શરૂઆત

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મને જાણવાવાળા મારા બહુ ઓછા અંગત મિત્રો સિવાય મને વધારે લોકો ઓળખતા નથી.

લગભગ મને ઓળખતા મોટાભાગના મિત્રો અને સાથે કામ કરતા કોઈપણ વ્યક્તિને મારા આ લખવાના શોખ વિશે ખબર નહોતી અને કોલેજ સમયમાં ગમતા માધ્યમ ગુજરાત સમાચાર તરફથી યોગ્ય પ્રતિભાવ ના મળવાને કારણે હતાશા મળી. બસ પછી તો એમ હતું કે સમય સાથે આ બધું બંધ થઈ જશે.

અફસોસ હતો કે પન્નાલાલ નાનાલાલ પટેલ સાહેબના ગામથી લગભગ માત્ર ૩૦ કી.મી. અને ડૉ. પ્રવીણ દરજી સાહેબની કર્મભુમિ લુણાવાડાથી માત્ર ૩૨ કી.મી.ના અંતરે રહેવાનું અને એમનાં તમામ પુસ્તકોના વાંચન છતાં હું ક્યારેય લેખન બાબતે એમના જેવું વિચારીનથી શક્યો કે નથી વિચારી શકતો.

દરજી સાહેબ બાબતે એમના કાર્યકાળ દરમ્યાન જ અભ્યાસ દરમ્યાન (એ આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસર હતા અને હું કોમર્સનો વિદ્યાર્થી હતો એટલે ક્યારેય ક્લાસ એટેન્ડ નથી કર્યો પણ એક વખત અમારી સ્કુલમાં આવ્યા હતા.) ગમે તે બહાને લખવાનો શોખ પુરો કરવાની શોધ ચાલુ હતી.

એ દરમ્યાન કમ્પ્યુટર અને ઇંટરનેટના સંપર્કમાંના હોવાથી લખવા માટે શું કરું એ મોટો સવાલ હતો.

માત્ર ચોવીસ કલાકનો સમય હવે ઓછો પડે છે.

દોસ્તો, થોડી ગંભીર અને મને નાની ઉંમરમાં થયેલા ખુબજ પક્વ, રમુજી અને જીવનોપયોગી પ્રસંગો સાથેની તમામ વાતો ધીમે ધીમે લખવાનું શરૂ કરી રહ્યો છું.

આશા છે તમને ગમશે.