આ બ્લોગ અને એની શરૂઆત

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મને જાણવાવાળા મારા બહુ ઓછા અંગત મિત્રો સિવાય મને વધારે લોકો ઓળખતા નથી.

લગભગ મને ઓળખતા મોટાભાગના મિત્રો અને સાથે કામ કરતા કોઈપણ વ્યક્તિને મારા આ લખવાના શોખ વિશે ખબર નહોતી અને કોલેજ સમયમાં ગમતા માધ્યમ ગુજરાત સમાચાર તરફથી યોગ્ય પ્રતિભાવ ના મળવાને કારણે હતાશા મળી. બસ પછી તો એમ હતું કે સમય સાથે આ બધું બંધ થઈ જશે.

અફસોસ હતો કે પન્નાલાલ નાનાલાલ પટેલ સાહેબના ગામથી લગભગ માત્ર ૩૦ કી.મી. અને ડૉ. પ્રવીણ દરજી સાહેબની કર્મભુમિ લુણાવાડાથી માત્ર ૩૨ કી.મી.ના અંતરે રહેવાનું અને એમનાં તમામ પુસ્તકોના વાંચન છતાં હું ક્યારેય લેખન બાબતે એમના જેવું વિચારીનથી શક્યો કે નથી વિચારી શકતો.

દરજી સાહેબ બાબતે એમના કાર્યકાળ દરમ્યાન જ અભ્યાસ દરમ્યાન (એ આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસર હતા અને હું કોમર્સનો વિદ્યાર્થી હતો એટલે ક્યારેય ક્લાસ એટેન્ડ નથી કર્યો પણ એક વખત અમારી સ્કુલમાં આવ્યા હતા.) ગમે તે બહાને લખવાનો શોખ પુરો કરવાની શોધ ચાલુ હતી.

એ દરમ્યાન કમ્પ્યુટર અને ઇંટરનેટના સંપર્કમાંના હોવાથી લખવા માટે શું કરું એ મોટો સવાલ હતો.

માત્ર ચોવીસ કલાકનો સમય હવે ઓછો પડે છે.

દોસ્તો, થોડી ગંભીર અને મને નાની ઉંમરમાં થયેલા ખુબજ પક્વ, રમુજી અને જીવનોપયોગી પ્રસંગો સાથેની તમામ વાતો ધીમે ધીમે લખવાનું શરૂ કરી રહ્યો છું.

આશા છે તમને ગમશે.

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ડિસેમ્બર 15, 2010, in નાની ઉમરની દ્રષ્ટિ, યાદગીરી. Bookmark the permalink. 7 ટિપ્પણીઓ.

 1. વાહ આ તો હિસ્ટ્રી જાણવા મળશે.
  તમ તમારે જણાવતા રહો આપણે વાંચતા રહીશુ..

  આમ પણ મને આત્મકથા વાંચવાનો શોખ છે.

 2. મને જાણવાવાળા મારા બહુ ઓછા અંગત મિત્રો સિવાય મને વધારે લોકો ઓળખતા નથી.—
  મને હવેથી ઓળખીતામાં ઉમેરજો હવેથી. પધારો મારે ઘેર @
  http://himanshupatel555.wordpress.com
  મળ્યા ત્યારે……હિમાન્શુ

 3. Nice to knw about your Blog.
  Welcome to Gujarati WebJagat !
  My BEST WISHES are ALWAYS for You.
  DR. CHANDRAVADAN MISTRY(Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vimesh…Your desire to talk about the “small or big” events you know is indeed a “VERY NICE” thought.
  You are INVITED to my Blog Chandrapukar. Hope to see you !

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: