અંતરયાત્રા

ડો.કમલેશ જે.ઉપાધ્યાય (ટુંક જ સમયમાં એમના વિશે લખીશ)

અધિક પ્રાધ્યાપક

મેડીસીન વિભાગ

બી.જે.મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ,અમદાવાદ

ડોક્ટર સાહેબ માંગી રહ્યા છે નીચેની માહીતી………….

બધું લખાય તે નહીં,જે લખાય તે સાચ્ચું લખાય તે અપેક્ષિત છે. નિરાંતે લખવું-પંદર દિવસમાં લખાઈ જાય તે અપેક્ષિત છે. બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. (તમને યોગ્ય લાગે તેટલા પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવશો તો અંતરયાત્રાના હમસફર બનાવ્યાનો આનંદ થશે.ગોપનીયતા ની ખાતરી.)

૧.શાલેય સંસ્મરણો

૨.સ્નાતક-અનુસ્નાતક સંસ્મરણો-

૩.આપની નિપૂણતા?

૪.એવી અંગત વાત જેના પર તમે ગર્વ લઈ શકો?

૫.સમાજને/રાષ્ટ્ર ને અર્પણ કરી શકાય તેવું તમારું કોઈ જીવનકાર્ય?

૬.આપની ઉજ્જ્વળ કારકિર્દીમાં ક્યાં પરિબળોનો મહત્વનો ફાળો રહ્યો છે?

૭.જીવનને કઈ રીતે મૂલવો છો?

૮.આંખો બંધ કરો ને યાદ કરો તો કઈ  વ્યક્તિઓનું પ્રથમ સ્મરણ થાય છે?

૯.જીંદગીના પાછલા વર્ષો ફરીથી મળે તો કયા વર્ષો ફરીથી જીવવા માગો?

૧૦.આજે જે કંઈ તમારી પાસે છે તે નકારતા જાવ તો કયાં પહોંચવું ગમે?

૧૧.અનુશાસન વિશે આપનો અભિપ્રાય?

૧૨.આપની પ્રગતિમાં “નિષ્ઠા” કામ લાગી છે કે “સામર્થ્ય”?

૧૩.તમારી નબળાઈઓ?

૧૪.કોઈ એક જૂઠું વાક્ય બોલવું ગમશે?

૧૫.સૌથી દુ:ખદ અનુભૂતિ?

૧૬.આંખના ખૂણા કયારે ભીના થઈ જાય છે?

૧૭.તમે કોઈનું શોષણ કર્યું છે?

૧૮.પત્નીનું શોષણ કર્યું છે?

૧૯.તમે ક્રોધી છો?

૨૦.એક નિર્લેપ નિરીક્ષક તરીકે તમારા જીવન ને ક્યાં મુકશો?

૨૧.તમારી સાવ નક્કામી,ફાલતુ વાત કે ટેવ?

૨૨.તમને તમારા દેખાવની  બહુ પડી છે?

૨૩.પરિસ્થિતિ સામે ફરિયાદ રહે છે?

૨૪.ભગવાન પાસે નિયમીત માંગવાની ટેવ ખરી? ક્યારેક માગી લો ખરા?

૨૫.તમારા કોઈ ટીકાકાર?

૨૬.તમને ગમતી વ્યક્તિ? (સ્થાનિક,રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય)

૨૭.તમારા મનનો હીરો? (મૂર્તિ/ફોટો ઘરમાં રાખ્યો છે?)

૨૮.વાક્ય પૂરું કરો : મને અફસોસ છે કે………………

૨૯.આપના વિદેશ વસવાટ/પ્રવાસ નો સરસ અનુભવ?

૩૦.તમારું મનગમતું કાર્ય?

૩૧.અધૂરું સ્વપ્ન?ઈચ્છા?

૩૨.ગમતું ભોજન?

૩૩.કસરત કરો છો? નિયમીત?

૩૪.સવારે ક્યારે ઉઠો છો? દિનચર્યાની કોઈ નિયમિત વાત?૨૪ કલાકમાં કયો સમયગાળો વધુ ગમે? એકાંત ગમે? માત્ર જાત સાથે          કેટલી મિનિટ ગાળો છો?

૩૫.તમે આળસુ ખરા?

૩૬.ક્યારે હતાશા અનુભવો છો?

૩૭.ટીવી / પિક્ચર માટે કેટલો સમય ફાળવો છો?

૩૮.વાંચનવિશેષ?- પ્રિય વિષય / લેખક ?

૩૯.સામાજીક / રાષ્ટ્રિય કાર્યોમાં સમય ફાળવો છો ? નિયમીત ? અઠવાડિયે સરેરાશ કેટલા કલાક ?

૪૦.તમારી દૃષ્ટિ એ સાધુતાની વ્યાખ્યા?

૪૧.ઈશ્વર પ્રત્યેનો અભિગમ?

૪૨.તમારી રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શી?

૪૩.લગ્નની શી મજા છે?લગ્નની શી સજા છે?

૪૪.મૃત્યુ વિશે વિચારો છો? શું?

૪૫.જીવન પાસે શી અપેક્ષા છે?

૪૬.કોઈ મોહ જે છૂટતો નથી?

૪૭.બાળકોને પૂરતો સમય આપો છો?આપ્યો છે?

૪૮.જીંદગીમાં દુનિયાની નજરોથી છૂપાવવા જેવું કશુંક છે? (હાડપિંજર)

૪૯.”સફળ” જીવન ગમે કે “સાર્થક”?

૫૦.આપની શાળાનાં બાળકો માટે સંદેશ?

૫૧.વિશેષ નોંધ :

 

 

********
આ પ્રશ્નોના જવાબ આપી શકશો????

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ડિસેમ્બર 21, 2010, in વિચારોના વલય, વ્યક્તિગત. Bookmark the permalink. 11 ટિપ્પણીઓ.

 1. જયશ્રીકૃષ્ણ,

  વિમેશભાઈ આપણે મેઇલ કર્યો છે આવડ્યા તેટલા જવાબ લખ્યા છે..

 2. આભાર મયુરભાઈ

  મિત્ર વર્તુળમાં જણાવશો તો આભારી થઈશ…..

 3. dear vimesh
  i will give answer all.
  but now it is not possible.
  your attitude is appreciable.
  i like it
  keep it up
  regards
  paras upadhyay

  • આભાર પારસભાઈ,

   ખરેખર તમને મારા બ્લોગ પર જોઈ ખુબજ આનંદ થયો.

   “ઉપરના પ્રશ્નોના ઘણા બધા મિત્રોએ જવાબ આપવા અને ના આપવા પાછળ એમના પોતાના વિચારો ફોન દ્વારા અને ઈમેઈલ દ્વારા આપ્યા છે પણ એની સ્પષ્ટતાઓ એમની સાથે કરી છે, વધુ સ્પષ્ટતા-ઓ કમલેશભાઈ સાથે મુલાકાત પછી કરીશ”

 4. વિમેશભાઈ, આ પ્રશ્નો કટ-કોપી કરી…અંગત ફાઈલમાં પેસ્ટ કરી …વખત આવ્યે એના જવાબ બ્લોગ પર મુકવાની રજા છે?

  મને આવા નાનકડાં મીઠ્ઠા પ્રશ્નો ગમતા રહે છે.

  • કેમ નહીં????

   પણ આ બધા પ્રશ્નો પોતાને જ જગાડી મુકે એવા છે. જરૂર છે એના જવાબ પોતાની અને પોતાના અંગત પાસે પાસેથી મેળવવાની. એના દ્વારા કદાચ વ્યક્તિવિકાસ વધુ ઝડપી અને સરળ બની શકે..

 5. Helllo Vimeshbhai,

  Hu tamaro “vatniibhai” chu…….i am from lunawada panchmahala(Navagam….12km feom lwd)..thogh didn’t lived there i know much about it and ya i know about MR.Kamlesh Upadhaya…..when he used to live in baroda…….Give ma regarfd to him….

  i just came to know about your blog …it’s nice blog……will try to share thpughts……

  Thanks….

 1. પિંગબેક: 2010 in review « વિમેશ પંડ્યાનું આંગણું….

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: