લગ્ન અને આંતરજ્ઞાતીય લગ્ન

સમાજમાં પરિવારને જણાવ્યા વગર અથવા આંતરજ્ઞાતીય લગ્નોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.  કારણ કે લગભગ ૧૦૦% શીક્ષીત અને ૮૦% કરતાં વધુ યુવાનોથી છલકાતો સમાજ પોતાનાં બાળકોની ભાવનાઓ નથી સમજી શક્યો.

ખાસ કરીને છોકરીઓ દ્વારા ભરવામાં આવતાં આવાં પગલાં મારી દ્રષ્ટીએ એમના કરતાં એમના પરિવાર અને માતા-પિતાની મોટી ભુલોને કારણે હોય છે. બાળકો પર પ્રભાવ કરતાં દબાણ વધુ હોય છે, સમજાવવાની ઢબ એમને નજીક લાવવાની જગ્યાએ વધુ દુર લઈ જાય એવી હોય છે. ઘરે એમને શું ભણવું છે એના કરતાં એમને ક્યાં લગ્ન કરાવવાની ઇચ્છા છે એની ચર્ચાઓ થતી હોય છે. એમની સામે સમાજને ખુબજ વિચિત્ર રીતે રજુ કરવામાં આવે છે જેને કારણે એમને સમાજ પ્રત્યે ભાવ વધવાની જગ્યાએ સુગ ચડવા માંડે છે.

આ સિવાય જ્યારે છોકરાઓની વાત હોય ત્યારે ખુદ એમનાજ માતા પિતા “હવે સમાજ જેવું છે જ ક્યાં???…બધ્ધાય બહારથી લાવે છે હવે તો… ફલાણાના ઘરે જ જુવોને..” જેવા સંવાદો રજુ કરી જાણે એને સામેથી જ આવું પગલું ભરવા કાં તો ઉશ્કેરે છે અથવા પ્રેરણા આપે છે. આવું કરતી વખતે એ કદાચ એમની જાતને જ ભુલી જતા હોય છે.

આ વિષય ખુબજ સમજદારી પુર્વકનો અભ્યાસ માંગી લે એવો છે. માત્ર જીંદગીનો અનુભવ એકલો જ આવી બાબતોમાં સીધો જ નિર્ણય લઈ લેવા માટે મારી દ્રષ્ટીએ પુરતો નથી પણ જમાના પ્રમાણે પેઢીમાં આવેલાં પરિવર્તનો, શીક્ષણ, સગવડો અને જરૂરીયાતો સમજ્યા બાદ કંઈ પણ સમજાવવા અથવા સમજવા માટે જરૂરી અથવા તો ફરજીયાત છે.

જ્યાં સુધી નવી પેઢી સાથે સંકળાયેલી આવી પાયાની બાબતો અંગે એમને સાથે રાખીને વિચાર વિમર્શ અથવા તો નિર્ણયો સુધી નહીં પહોંચવામાં આવે ત્યાં સુધી કદાચ આવું ચાલતું જ રહેશે અને હા, જો આ બાબતે જલ્દી / યુધ્ધના ધોરણે જો યોગ્ય સમજ સાથે પગલાં લેવામાં નહી આવે તો હજી સુધી સમાજનું જે પ્રકારનું અસ્તીત્વ આપણે જોઈ રહ્યા છીએ એનું આયુષ્ય બહું ઓછા વર્ષો સુધી હશે…

“આ માત્ર મારો પોતાનો મત છે.”

 

 

તસવીર સૌજન્યઃ ક્લીક કરો

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on જાન્યુઆરી 11, 2011, in આવેગ, નાની ઉમરની દ્રષ્ટિ, વિચારોના વલય. Bookmark the permalink. 11 ટિપ્પણીઓ.

 1. I agreed with you views. Parents needs to be friend with their children.

 2. વિમેશ ભાઈ આપે ખુબ જ મહત્વનો મુદ્દ્દો લઈ પોતાનો અભિપ્રાય આપ્યો ..સમાજના વડીલોએ વીકમાં કે મહિને આવા મહત્વના વિષય પર ચર્ચા કરવી જૉઇએ..વડીલો ન કરે તો યુવાનોએ..અને ..જ્યા ગાડરિયો પ્રવાહ હોય ત્યા..જેમ તેમ જ દોરાય..ગતાનુગતિકો લોકઃ ન લોકઃ પાર્માર્થિકઃ..કહ્યુ છે ને ? લોહી અશુદ્ધ્ધ થઈ જાય..પીંડગત સંસ્કારો બીજી પેઢીમાં સન્ક્રાન્ત ન થાય..તો પરંપરા નો સેતૂ તૂટે..

 3. વિમેશભાઈ,
  તમારી સાથે હું સહમત છું. વડીલો બાળકો આગળ સમાજની એક વિચિત્ર છબી (અજાણતા જ) રજૂ કરે છે. છોકરીઓને ખાસ કરીને વડીલો પર વિશ્વાસ રહે તેવું વાતાવરણ ઉભું કરવાનું હોય છે. ઉપરાંત વ્યસ્તતાને લીધે કે અન્ય કારણસર તેમને સાથ અને હૂંફ આપવાનું ચૂકી જવાય છે અને એકલતાના લીધે અમૂકવાર છોકરીઓ પોતાની વાત સાંભળનાર પોતાને સમજે છે એવા ભ્રમમાં ખોટા પગલા ભરી નાખે છે.
  ઉપરાંત સાસરીયા અંગે પણ ખોટા મંતવ્યો – (સાસરીયામાં તો દુખ જ હોય અને અન્ય) યુવાનોને પ્રેમલગ્ન જ શ્રેષ્ઠ છે તેમ માનતા કરી દે છે. વિરોધ પ્રેમલગ્નનો કે આંતરગ્નાતિય લગ્નનો ન હોય, ન જ હોવો ઘટે. પણ ઉતાવળે થતાં આંધળુકીયા અને વિજાતીય આકર્ષણ માત્રને પ્રેમ માની બેસવાની ભૂલો અટકે તો સારું.

 4. દોસ્ત વિમેશ, સૌથી પહેલા તો 50 વરસ જૂની (એક પેઢી) છતાં પ્રવર્તમાન લગ્ન, લગ્નવ્યવસ્થા, લગ્ન પધ્ધતિ અને લગ્નના જૂદા જૂદા રીતરીવાજોની શાસ્ત્રોમાં લખાયેલ શબ્દોની કે અપાયેલ વૈજ્ઞાનિક સમજ આજના પરીપેક્ષ્યમાં કેટલા જણ કેળવી શક્યા છે ? ગોત્ર, ગણ, કુળ, મૂલ, વર્ણ ‘મેળવવા’ અને ‘ન મળે’ તો ની સમજ આપનારાઓ ક્યાં ? ‘અમે તો જન્માક્ષરમાં માનતા જ નથી’ વાળાનો એક આખેઆખો વર્ગ અંધારામાં દોડી રહ્યો છે. ઉચ્ચ ભણતરની સાથે સાથે થયેલા માનસિક અને બૌદ્ધિક વિકાસે કદાચ આપણને આપણી મૂળ શાસ્તરોક્ત પરંપરાઓ અને વીધીઓથી વિમુખ પણ કર્યા જ છે. પોતાને ‘બ્રોડમાઇન્ડેડ’ કહેવડાવવા મા–બાપ પોતાની દિકરીને પુત્રવધૂ બનવાની તાલિમ કદી આપતા જ નથી અને દિકરાઓને કન્યાની બાહ્ય સુંદરતામાં જ વધારે રસ હોય ત્યારે કન્યાની ‘આવડત’ જોવાની કોને પડી હોય ?? આર્થિક કટોકટી કે ભીસને પહોંચી વળવા નવેલી વહુએ નોકરી કરવાની તૈયારી રાખવાની અને .. કોના હાથે, કેવીરીતે બનેલું, રાંધેલું ભોજન કરીને સંસાર કેવો થાશે ઉપરાંત બાળકો જો થાય તો કોની પાસે કેવી રીતે ઉછરશેનો વિચાર લખપતિ, કરોડપતિ થવાની લ્હાયમાં કોને આવે ?
  વર્ણપ્રથા કે વ્યવસાયપ્રથાને અનૂસરતી લગ્નપ્રથાના મૂળમાં સમાન વિચારસરણી અને રહેણીકરણી જેવા વિચાર હતા. બે, ત્રણ કે ચાર દિવસ સુધી ચાલતા લગ્નોત્સવનો હેતુ દૂરદૂરથી આવેલા મહેમાનો અને સંબંધીઓ સાથે સમય માણવાનો અને અન્ય સંભવિત લગ્નસંબંધો બાંધવાનો રહ્યો હતો. આર્થિકરીતે નબળા પરિવારના પ્રસંગો સમાજના મોભીઓ આગળ આવ્યા વગર ખાનગીરીતે પાર પાડી આપતા. આજે ટેન્શન કેમ થઇ આવે છે ? યજમાન અને મહેમાનને સગાસબંધી, મિત્રમંડળ સહિત સૌને નિમંત્રણ આપવામાં અને નિભાવવામાં બન્નેને પોતાની ભૂમિકા ભજવવાનો ભરપૂર આનંદ મળતો. આજે ‘એક’, ‘બે’ કે જવલ્લેજ ‘બધા’ ને નિમંત્રણ પાઠવતાં ટેન્શન કેમ થઇ આવે છે ? ટૂંકમાં સમજયા વગર સંસ્કારની વાત કરતા રહેવાની હવે ફેશન થઇ પડી છે. વાત કરી પરિણામનો વિચાર કર્યા વગર તે કરી બતાડવાની હોડ લાગી છે. દેખાદેખીમાં પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવાનો ચીલો પડવા લાગ્યો છે. હવે તો લગ્ન બે હ્રદય કે પરિવારના મિલનને બદલે વધારે લોકશરમે ઉજવવો પડતો આર્થિક પ્રદર્શન કે અન્નબગાડનો પ્રસંગથી વિશેષ કંઇ જ નથી. ….. લગ્ન નિમંત્રણનો સાભાર અસ્વીકાર કરતાં શીખી ગયા છીએ. અમે છેલ્લા 10 વરસ દરમ્યાન કોઇનાય લગ્નપ્રસંગે ગયા નથી કારણકે, જવાનું મન થતું નથી. ભોજન લીધા વગર અને ચાંલ્લો આપ્યા વગર નવદંપતિને અમે અમારી રીતે આશિર્વાદ કે શુભેચ્છા તો આપી જ દઇએ છીએ.

 5. It is really touchy topic and I agree to your point of view…
  Most of the time parents are unknowingly gives wrong hints/message… which would cause a problem later on…

 6. Tamara vicharo sathe sah-mat chhu.pan te mate vadilo e balko sathe nisvarth prem ane huf thi mitra bani parasper vishvas nu vata varan ubhoo karvu jaruri chhe.nava jamana ni chatk baari na posay.temj bin vyavharik juna rivajo pan tyajva jaruri chhe….balko sathe koi jor jabardasti na thay…

 7. આ તો વદતો-વ્યાઘાત જેવી વાત છે! યુવાનો કે યુવતીઓ આધુનીક સમજ કેળવે, જ્ઞાતી-સમાજ જેવા સંકુચીત વાડામાંથી બહાર નીકળી શકે તેને પ્રગતિશીલ ગણવા ને બદલે વખોડવામાં આવે એવું તો જ્ઞાતીના મેળાવડાઓ કે જ્ઞાતીના મુખ્પત્રોમાં જ થાય. કોઈ લેખક આવી પછાત વાત કરીને સફળ કે સામાજીક રીતે સ્વીકૃત ઓછો બની શકે. જેમ કે હીટલર એક ‘સારો’ માણસ હતો એવું દર્શાવતી કોઈ ફીલ્મ સફળ ના થઇ શકે. એ શું બતાવે છે? એ જ કે બદલાતા સમય સાથે નૈતીક રીતે જે સાચું છે એવા પ્રગતીશીલ મુલ્યોની વાત જ larger canvass ઉપર સ્વીકાર્ય થઇ શકે. – kiran trivedi

 8. વિમેશભાઈ
  શું વિચાર છે?વર્ણ વ્યવસ્થા તરફ પાછ ફરવું છે?જેણે દેશની ઘોર ખોદી નાખી.મિત્રો ભૂલી જાય છે કે સામ પિત્રોડા રંધો લઇ લાકડા છોલતા હોત.હું એમને આજે બ્રાહ્મણ એટલે કે બુદ્ધિજીવી સમજુ છું,તે શક્ય ના હોત.કોઈ લોહી ખરાબ હોતું નથી.કોઈ પ્રજા શુદ્ધ નથી માટે બધી પ્રજા શુદ્ધ છે.આખી દુનિયા એક ફેમીલી છે તેવું આજે વેદોનું કહેલું જેનેસિસ્ટ વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે.આપણે ભારતીયો ઉપરથી ટપકેલા નથી.આખી દુનિયાના લોકોના વાય ક્રોમોજોમ આફ્રિકાના શાન બુશમેન ના છે.આખી દુનિયાનો બાપ શાન બુશમેન છે જે શિકારી છે.અને હજુ ક્લીકીંગ ની ભાષા બોલે છે.મિડલ ઈસ્ટ થઇ આફ્રિકન આદિમાનવ પહેલો ભારત આવ્યો છે ત્યાર પછી બીજીવાર માનવી સેન્ટ્રલ એશિયાથી ભારત આવ્યો છે કાલ ક્રમે બંને પાછા મિક્સ થઇ ગયા છે માટે દક્ષિણ ભારતીયો ઉત્તર ભારતના લોકોથી જુદા પડે છે.૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવી દક્ષિણ ભારતથી ઓસ્ટ્રેલિયા પહોચ્યો હતો.ઓસ્ટ્રેલિયન મૂળ આદિવાસીઓમા રહેલો ૫૦,૦૦૦ વર્ષ પહેલા મ્યુટ થયેલો જિન્સ દક્ષિણ ભારતના ભાઈ વિરુમાંન્ડીમાં મળ્યો ત્યારે સાબિત થયું કે આ ભાઈલો તો આ લોકોનો બાપ છે.હવે પરપોટામાં થી બહાર નીકળવાનો સમય છે કે પાછા ફરવાનો??

 9. hu tamara aa vichar ti purepuro sammat chu……………

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: