મુગ્ધા

એ અણીયાળી આંખો એ ચિત્ત કર્યો

એ વિખરાયેલી ઝુલ્ફોએ વિચલીત કર્યો

હું માત્ર હું હતો

એણે મુગ્ધતાથી મુર્ત કરી

“હું” માંથી અમે બનવા મજબુર કર્યો.

 

ગુનો કરવાની તો કલ્પના જ નહોતી

નિરખવાનો એક દોષ થઈ ગયો.

મુગ્ધ ઈશારાથી પળભર માટે સંકોચ થઈ ગયો.

 

કાંઈ હું વિચારું વેણી સાથે મારે શું સંબંધ?

વેણી પણ નીકળી “મુગ્ધા” સુવાસે ભ્રમિત કર્યો.


મગરૂર મારી નિષ્ઠાથી હું જાતે જ પરે થયો

લાખ પ્રયાસો છતાં હું જાતે જ બેહોશ થયો.

 

વૈચારિક દશાએ પુછ્યું કે મારી સાથે જ કેમ?

જવાબ શોધવાની ફિરાકમાં હું ખુદને જડી ગયો.

 

[ફોટોઃપ્રાચી દેસાઈ, ફોટો સૌજન્યઃ શ્રી આશીષ સોમપુરા ]

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ફેબ્રુવારી 15, 2011, in મારી કવીતા, વિચારોના વલય and tagged , , , , . Bookmark the permalink. 8 ટિપ્પણીઓ.

    • આભાર આશીષભાઈ,

      સૌ પ્રથમ તો તમારા કલેક્શનમાંથી એક તસવીર વાપરવાની પરવાનગી આપવા બદલ અને પછી મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને છેલ્લે મારી શબ્દયાત્રાને સરાહવા બદલ.

      આભાર

  1. આદરણીયશ્રી. વિમેશભાઈ

    ખુબજ સરસ બ્લોગ છે, ભાઈ

    મઝા પડી ગઈ સાહેબ

    લખતા રહો,
    ખિલતા રહો,
    મિલતે રહો,

    ડૉ.કિશોર

    સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગ પર પધારવા વિનંતિ

    • આભાર ડોક્ટર સાહેબ,

      સાચી વાત કહું તો જ્યારે મન વિચારોના વલયમાં અટવાતું હતું ત્યારે માત્ર હાથ લખી રહ્યા હતા એવું લાગતું હતું મને. અપેક્ષા પણ નહોતી કે કોઈને ગમશે.

      ફરીથી આભાર સાહેબ, મળતા રહીશું.

  2. આદરણીય શ્રી વિમેશભાઈ,

    આપના બ્લોગમાં કદાચ મારી પહેલી મુલાકાત હશે.

    આવા સુનદર બ્લોગને ન નિહાળવાનો અફસોસ છે

    ગુનો કરવાની તો કલ્પના જ નહોતી

    નિરખવાનો એક દોષ થઈ ગયો.

    મુગ્ધ ઈશારાથી પળભર માટે સંકોચ થઈ ગયો.

    ખુબ દિવસો થયાને વિમેશના આગણે જઈ ચઢ્યો

    શબ્દ યાત્રાના સમુહમાં અનાયાસે જઈ જ ચઢ્યો

    ખુબ સરસ રચના છે આપની માણીશું એ ઝંખના હતી

    અરે આજે તો વિમેશના શબ્દે શબ્દે મધુરતા જ હતી.

  3. શ્રી વિમેશભાઈ,

    કાંઈ હું વિચારું વેણી સાથે મારે શું સંબંધ?
    વેણી પણ નીકળી “મુગ્ધા” સુવાસે ભ્રમિત કર્યો.

    મગરૂર મારી નિષ્ઠાથી હું જાતે જ પરે થયો
    લાખ પ્રયાસો છતાં હું જાતે જ બેહોશ થયો.

    સરસ રચના ! બ્લોગ પણ પસંદ આવ્યો.

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: