ફરિયાદ

તારા તરફ એક ફરિયાદ છે મને

મળવું છે મુશ્કેલ છતાં પળભરમાં ખોવાય છે.

સલ્તનત આ દુનિયાની છે રંગીન

બતાવ્યું એકજ ઈશારાથી તેં,

પ્રયાસ કરું છું જોવાનો પણ

બધે જ તું દેખાય છે.

શું વાંક છે મારો

કે

અવાજ પહેલાં પડઘો સંભળાય છે,

ઝુલ્ફો લહેરાતા પહેલાં એનો

પડછાયો અથડાય છે.

પગરવની ચાહમાં

પગે પથ્થર અથડાય છે,

નિરવતાના રવ માંહી

તારી ચાહત ભટકાય છે.

ઈશારાનો અર્થ ના સમજું એટલો નાદાન તો નથી જ

એ પહેલા શરમનો શેરડો તારા ગાલ પર ગભરાય છે.

 

[તસવીર સૌજન્યઃ ImageHousing.com]

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on ફેબ્રુવારી 27, 2011, in મારી કવીતા, વિચારોના વલય and tagged , , , , , . Bookmark the permalink. 22 ટિપ્પણીઓ.

 1. પગરવની ચાહમાં

  પગે પથ્થર અથડાય છે,

  …………………………….Extrem line for explanation…….

 2. jya jya mari najar thare yadi bhari tya aapni …..kalapi ni yad apavi
  \

 3. nice lines frm one who just got engaged and felt the gr8 element of earth…..

  • મયુરભાઈ, બસ દરિયામાં ઉદભવેલા તમામ વમળો જેમ કિનારા તરફ ધસી જતાં હોય છે એમ મારી અંદરની નીરવતા ઝંઝેડી નાખતી એક પણ અભિવ્યક્તીને હું અટકવા કે અટકાવવાનો પ્રયાસ કરતો નથી.

   બસ એક પ્રવાહ બની જાય છે…. તમને ગમે એ મારું ભાગ્ય…

 4. ફરિયાદ મો પણ ફરી, યાદ ,. ફરી ફરી ,ને યાદ કરો એજ ફરિયાદ

 5. તારા તરફ એક ફરિયાદ છે મને

  મળવું છે મુશ્કેલ છતાં પળભરમાં ખોવાય છે.

  Vimesh….FARIYAD Sanbhali !
  Nice Rachana..Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar.

 6. મારી જીવનસંગીનીની યાદ આવી ગઈ ! સુંદર રચના ! કલાપીની જ્યાં જ્યાં નજર મારી ઠરે……..ત્યાં ત્યાં યાદી ભરી આપની !

 7. એક ભાવ રમાડતી કવિતાની કલાથી નીખરતી સરસ રચના.આભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: