ભારતીય રેલ

ભારતીય રેલ, ભારતને અંગ્રેજોએ આપેલી એક અમુલ્ય ભેટ. રા.જ.દ. ના સુપ્રિમો શ્રી લાલુ પ્રસાદ યાદવના રેલમંત્રી બન્યા પછી એની વાસ્તવિક સ્થિતિ વિશે એમના પોતાના અલગ અંદાજમાં રજુ કરી હતી. થોડાં આધુનિક પગલાં ભર્યાં હતાં અને એના કારણે ભારતીય રેલ અચાનકજ સતત એક સ્થીર ગતિથી પ્રગતિનાં નવાં નવાં સોપાનો સર કરવા લાગી.

 

અહીં મારે કોઈપણ પક્ષના રેલમંત્રાલય સંભાળી રહેલા કે સંભાળી ચુકેલા નેતાઓ વિશે વાત નથી કરવી પણ શ્રી લાલુજીનું નામ લેવું એટલા માટે જણાવવું જરૂરી હતું કે એ પહેલા એવા મંત્રી હતા જેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે ભારતીય રેલ ધારણા કરતાં વધારે નફો કરી રહી છે અને પહેલી વખત એવા રેલમંત્રી પણ બન્યા જેમણે રેલભાડું નહોતું વધાર્યું.

હું મારી જીંદગીના ૨૨મા વર્ષના પડાવે પહોંચ્યો ત્યારે મેં પહેલી વખત રેલવેની મુસાફરી કરી હતી. મને યાદ છે મારી પહેલી મુસાફરી વિરાર-ભરૂચ પેસેંજરમાં વાપીથી સુરત સુધીની હતી, જેની ટીકીટ પણ મારી સાથે મારા જે સંબંધી હતા એમણે લીધી હતી. ત્યાર પછી સતત રેલવેના કાઉન્ટર સાથે ઘરોબો રહ્યો છે. જેમ જેમ સંપર્કમાં આવતો ગયો એમ એમ નવી નવી જાણકારી મળતી ગઈ. જેમ જેમ નવી નવી જાણકારી મળતી ગઈ એમ એમ મિત્રોને જાણ કરતો રહ્યો પણ બે-ત્રણ દિવસ પહેલાં મને જે જાણકારી મળી એના ઉપયોગ પછી મને એ થોડી વધારે જાહેર કરવા લાયક લાગી. કદાચ હોઈ શકે કે કેટલાકને એના વિશે જાણકારી હોય પણ ખરી પણ એક વાતની ખાતરી છે કે બધાને તો જાણકારી નહીં જ હોય.

પીએનઆર

મને સૌથી પહેલાં જાણકારી મળી પીએનઆર સ્ટેટસ ઓનલાઈન જાણવાની. જે લગભગ બધાને ખબર છે. આપણે જ્યારે કોઈપણ પ્રવાસ માટે રેલવેની ટીકીટ અગાઉથી બુક કરાવીએ ત્યારે ટીકીટની ઉપર ડાબી બાજુએ પીએનઆર નંબર હોય છે. જે આપણી ટીકીટનું સ્ટેટસ જાણવા માટે ખુબજ ઉપયોગી બને છે. ખાસ કરીને જ્યારે આપણી ટીકીટ કંન્ફર્મ ના હોય. એના માટે ભારતીય રેલની પીએનઆર સ્ટેટસની વેબસાઈટ પર જઈ આપણો પીએનઆર નંબર નાખવાથી હાલનું સ્ટેટસ ખબર પડે છે.

ઓનલાઈન ટીકીટ બુકીંગ

રેલવે કાઉન્ટરો પર થતા અસહ્ય ધસારાને લીધે અને લાંબી લાંબી કતારોના લીધે ઘણી વખત મુસાફરોને અનેક પ્રકારની વીટંબણાઓ સહન કરવી પડતી હતી. આ પરિસ્થીતિના નિવારણ માટે

ભારતીય રેલવેદ્વારા ઓનલાઈન ટીકીટ બુકીંગ શરૂ કરવામાં આવ્યું. જેમાં મુસાફર ઓનલાઈન બેંકીંગ અથવા ક્રેડીટ કાર્ડના ઉપયોગ દ્વારા ટીકીટ બુક કરી શકે છે. આ માટે મુસાફરે ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ પર પોતાનું લોગીન રજીસ્ટર કરવું પડે છે. ત્યાર પછી ત્યાં જરૂરી વિગતો પુરી પાડ્યા બાદ યોગ્ય પેમેન્ટ ઓપ્શન દ્વારા ભાડું ચુકતે કરી ટીકીટ મેળવી શકે છે. [ઓનલાઈન ટીકીટ બુક કરતી વખતે શરતો ધ્યાનથી વાંચી લેવા વિનંતી.] જો કોઈક કારણસર પ્રવાસ મુલતવી રહે અથવા અન્ય કારણસર એ ટીકીટ રદ કરવાની ફરજ પડે ત્યારે ફરીથી એજ વેબસાઈટ પર લોગીન કરી ત્યાંથી એ ટીકીટ રદ/કેન્સલ કરી શકાય છે. ટીકીટ કેન્સલ કર્યા પછી એના નિયત સમયમાં કપાત પછીની રકમ તમે જે વિકલ્પ દ્વારા ચુકવણું કર્યું હોય ત્યાં જમા થઈ જાય છે.

બધી જ માહિતી

ભારતીય રેલવે વિશે તથા દેશના ખુણે ખુણે કુલ ૧૧,૦૦૦ કીલોમીટર ના રેલપાટા પર દોડી રહેલી અન્ય તમામ ગાડીઓ, સ્ટેશનો અને અન્ય તમામ જાણકારી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ પર જવાથી જાણકારી મળી શકે છે. જ્યાં મુસાફરને પ્રવાસ વિશે રેલવે મંત્રાલય દ્વારા અપાતી સગવડો,નવી નવી સ્કીમો, જાહેરાતો, સમય સમય પર સ્પેશીયલ ગાડીઓ વિશે જાણકારી, મંત્રાલય દ્વારા ચોક્કસ સ્થળોનું મુસાફરી પેકેજ વગેરે વગેરે જાણકારી મળી શકે છે.

 

 

 

હાલની પરિસ્થિતી

તમને થશે કે આ બધી જાણકારી તો પહેલેથી જ હતી, આમાં નવું શું છે? તો દોસ્તો નવી જાણકારી હવે આવે છે. મને બે જ દિવસ પહેલાં આ નવી સેવાની જાણકારી થઈ. જેના વિશે હું અહીં એક માત્ર સગવડને છોડીને વધારે લખતો નથી પણ એક વખત મુલાકાત લેવાનું ચુકશો નહીં.

“અહીં જવાથી તમે જે ગાડી વિશે જાણકારી મેળવી રહ્યા છો એ હાલ કયા સ્ટેશન પર ઉભી છે અથવા છુટી છે એની જીવંત માહીતી મળે છે…”

નીચેની તસવીર ક્લીક કરી તમે એ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો…


 

[તમામ તસવીરોઃ ગુગલ]

નોંધઃ તસવીર પર ક્લીક કરવાથી વેબસાઈટ પર જવાશે…

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on માર્ચ 9, 2011, in જાણકારી. Bookmark the permalink. 2 ટિપ્પણીઓ.

  1. વિમેશભાઈ સરસ ઉપયોગી જાણકારી જણાવી છે .
    મારા બ્લોગ પર પણ ભારતીય રેલ્વે ની જાણકારી મુકી હતી http://wp.me/pKrdv-8E

  2. શ્રી. વિમેશભાઈ

    ખુબજ સરસ માહિતિ છે, ભાઈ

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: