મહિલા દિવસે મહિલા સ્તુતી-અમારા સાથે તમારી

આજે ભારતીય મહિલા દિવસે હું વિમેશ પંડ્યા મારા જીવન સફરમાં મળેલી અને એ ઉપરાંત તમામ ભારતીય મહિલાઓને સંભારું છું, એમને યાદ કરૂ છું અને શુભેચ્છાઓ પાઠવું છું, એમની સ્તુતિ કરું છું, એમને આ વિશ્વને આટલું ખુબસુરત બનાવવા માટે અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. એક પુરુષ તરીકે સત્ય હકિકત ને સ્વીકારું છું કે “વિશ્વનો કોઈ પણ પુરુષ એના જીવનમાં સ્ત્રી વગર અધુરો છે”…..

મહિલા દિવસે વિશેષ સ્તુતી “મારા સાથે મારી

:: ઈશ્વરીય ::

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

અમે જટાળા જોગી ત્યાં તમે નાજુક પાર્વતી

વિશ્વનિયંતા વિષ્ણુ બનશું આપ સ્વરૂપે મહાલક્ષ્મી

રાસ રમવા કાનજી બનતા છેલ છબીલી રાધડી

શ્રી રામ અમે ત્યારે બનીએ જ્યારે બનો તમે શ્રી જાનકી

નરસિંહ બનતાં પહેલાં સ્મરીએ સદાય તને ઓ દુર્ગા

સપ્તપદીના ફેરા સાથે અન્નપુર્ણાની અનુકંપા…

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

 

:: પ્રકૃતિ ::

સુરજની લાલીમા ત્યાં ચંદ્ર તણી શીતળતા

ઉગ્ર સુરજમુખી સામે રાતરાણીની શાતા

ઉત્તુંગ શિખર હું રાડ પાડું ત્યાં ખીણ ઝીલે છે પડઘા

ઘુઘવતા સાગરના સ્નેહે આપ નિર્મળ સરિતા

રાતા રંગે ગુલાબ બની ગર્વથી મલકાતો

આપ ચમેલી સુગંધ સામે મારો ગર્વ ખંડીત થાતો

ગરમાળો ઉપવન શોભાવે આંગણે તુલસી ક્યારો

બ્રાહ્મણ પીપળા સામે ઝુકે નાગરવેલની ડાળો…

ફાગણ રાજ કેસુડો ખોલે રંગભરી જ્યાં ચાદર

લજામણી ને લજ્જા અપાવે હલકા પવનની થાપટ

:: પ્રાણી ::

ડાક ગજાવે ડાલામથ્થો ફુંફાડે તમે નાગણ

મહેંકતા મોરલીયા સામે કોયલ ગુંજે વન વન

વિશાળ ગજ મસ્તક ઝુકાવે નમણી મૃગલી આગળ

પોપટ મીઠું મીઠું બોલે પેટ પુરાવે આંચળ

ચીત્તો હાક મારી ઝડપતો મોઢે લપાતો કોળીયો

કામધેનુ અમૃતે પલળતો નર આખો જન્મારો

 

:: સંગીત ::

તાન પુરાવે તંબુરો ને લય લહેરાવે બંસી

તબલા તાલે રાગ મિલાવે ખન ખન મધુરી ઝાંઝરી

હૈયે હૈયુ યૌવન નાચે ઢોલ તણા ધબકારે

કોડભરી કન્યા સિધાવે સુર શરણાઈની સાથે…

 

:: શણગાર ::

ગોળ ગજબના અંબોડાની શોભા વધારે બિંદી

કાનનું ઝુમ્મર કામણગારુ જ્યારે નમણી નથણી..

કંઠ શોભાવે હાર હીરાનો

કર આખાના મોઢેં જઈને બાથ ભરાવે વીંટીં

બાજુબંધથી આંગળી ચીધેં મહેંદી ભર્યો કર નમણો..

કોડભર્યા કંદોરા સામે પાયલ નો સુર મીઠો…

 

:: માનવી ::

પ્રાણ પુરીને પંચભુતમાં પેદા કરતી જનની

ભાઈ, વીરાના પ્રેમાળ શબ્દો સદા પાઠવે ભગીની

ઉંમર ઉંબરે પ્રેમ શીખાડે નાજુક ભીની આંખો

બાપુ નાદે લોહી વધારે ઉમ્મીદોની પાંખો

દાદી વહાલનો દરિયો પીરસે મા નીર્મળ છે ઝરણું

પ્રિયતમાના પ્રેમની આગળ જગ આખું છે ફીક્કું

શક્તિ સીંચે દીકરી સાથે ભાભી પીરસે ભાણું

અલ્લડભાવે સ્મિત સંગાથે સાળીનું નજરાણું

ફોઈ સદા સુખી ઈચ્છે માસી હેત પસારે

કાકી કુમકુમ ભાલે કરીને આશીષ વચનો આપે…

 

દેવીઓ, ભુલચુક ક્ષમા-યાચના ચાહું છું. મનના માંડવે આવેલા વીચારોને શબ્દદેહ આપવા પ્રયાસ કર્યો છે બાકી હે ઈશ્વરીય ઉપહાર તણી પ્રેમ અને સૌન્દર્યની જીવંત અને શાસ્ત્રોમાં પ્રકૃતિની ઉપમા પામનાર નારી પાસે યાચના જ હોય.

 

હું વિમેશ અરવિંદભાઈ પંડ્યા, મારી શબ્દસુધાથી ભારતની તમામ નારીઓનું સન્માન કરું છું.

 

[તસવીર સૌજન્યઃLight and Shade ]

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on માર્ચ 13, 2011, in મારી કવીતા, વિચારોના વલય. Bookmark the permalink. 14 ટિપ્પણીઓ.

 1. વિમેશભાઈ,

  સુંદર રચના સ્તુતિના સ્વરૂપે માણી.

 2. VIMESHBHAI,
  THNX…SARAS..TAMARI RACHANA KHUB J SUNDAR CHHE…..TAMARI KALAM AAM J CHALTI RAHE……

 3. મહિલા દિન નિમિત્તે મહિમાસભર સ્તુતિ.
  આભાર અને અભિનંદન.

  દિલીપ ર. પટેલ

 4. Its nice nimeshbhai

  keep it up.

  Best wish for this progressive work.

 5. વિમેશભાઈ

  બહુજ સુંદર રચના

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: