સમર્થ કા નહીં દોષ

આજે સમાચાર વાંચતાં વાંચતાં કંઈક વાંચેલું હોય એમ લાગ્યું. ખોલીને જોયું તો ચમકી ગ્યો. બ્લોગ મિત્ર શ્રી મુર્તુઝા પટેલના બ્લોગપર તેમની મૌલીક ભાષા અને શબ્દોમાં મુકાયેલ લેખ તમારો ભાવ કેટલો?…તમે (વ)ધારો એટલો?!?!?… ગુજરાતના ખુબજ જાણીતા અખબાર “દિવ્યભાસ્કર“માં માત્ર થોડા શબ્દો અને વાક્યરચનાના ફેરફાર સાથે મુકવામાં આવ્યો  છે.

જુવો આ પોસ્ટઃઆખરે કોણ હતો મેટ્રો સ્ટેશન પર વાયોલિન વગાડનારો તે વ્યક્તિ?

દિ.ભા.એ મારા મત પ્રમાણે કોપી કરી છે એમ કહેવાય….

મને દિ.ભા. દોષી એટલા માટે લાગ્યું કે અલીભાઈએ આ પોસ્ટ ૪થી મે ના રોજ મુકી છે અને દિ.ભા. એ ૦૭.૦૭.૨૦૧૧ ના રોજ. (કદાચ મોડુ ધ્યાનમાં આવ્યું હશે…!!)

આ પોસ્ટ તેમજ આવી અન્ય પોસ્ટ વિશે મારે દિ.ભા. ના શ્રી અજય ઉમટ સાહેબ સાથે વાત કરવી છે. આ પોસ્ટ એમને ઈમેઈલ તો કરું જ છું પણ સીધો ટેલીફોન સંપર્ક પણ કરવાની ઈચ્છા છે. જો કોઈ મિત્ર પાસે એમનો સંપર્ક સેતુ હોય તો ઈમેઈલ દ્વારા મોકલવા વિનંતી.

 

સાથે એક નાનકડો સવાલઃ

જો નવો બ્લોગર મિત્ર એના બ્લોગ પર આ રીતે લેખ/કવિતા કે અન્ય કાંઈ પણ મુકે ત્યારે આપણે જે રીતે એને સમજાવીએ છીએ એના પ્રમાણમાં આવડા મોટા માધ્યમને સમજાવવા માટે કઈ પધ્ધતિ વાપરવી જોઈએ??

સમર્થ કા નહીં દોષ…. અથવા નાણાં વગરનો નાથીયો ને નાણે નાથાલાલ….

બધું સરખું જ ને..???

 

શું દિ. ભા. એ આર્ટીકલ શ્રી પટેલના નામે નહોતું છાપી શકતું…?? (સોર્સઃએજન્સી લખ્યું છે.)

શું ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા માટે શ્રી પટેલ છેક ઈજીપ્તના કેરોમાં બેસી તંદુરસ્ત લેખ લખે અને એની સીધી ઉઠાંતરી થાય એ યોગ્ય છે??

મારે આ બાબતે શ્રી પટેલ સાથે વાત થઈ ત્યારે એમણે શું જવાબ વાળ્યો ખબર છે???

વિમુ દોસ્ત, આને ક્રિયેટીવ ઇન્સ્પિરેશન કહેવાય. બીજાની બનાવેલી વાર્તા પોતાના શબ્દોમાં ફેરવી ને મુકવી…દી. ભા.નું આવું કામ તો સામાન્ય છે..

પણ આભાર દોસ્ત કે સમાચાર અપડેટ મોકલ્યું.

 

હવે આપણે શું કહેવું અને કરવું એ કહો….

 

 

Advertisements

About Admin

મારું નામ વિમેશ અરવિંદભાઈ પંડ્યા છે. મૂળ પાંડરવાડા [http://pandarwada.hpage.com] ગામનો વતની છું. સાહિત્ય મને ખુબજ ગમે છે અને ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરી છુટવાની ઈચ્છા છે. ગુજરાત માટે એક જોશીલું ગીત લખવાની મારી ખુબજ ઈચ્છા છે. મારા પ્રોફાઈલ અને બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર. વિમેશ પંડ્યા

Posted on જુલાઇ 8, 2011, in આવેગ, કોપી-પેસ્ટ, દિવ્ય ભાસ્કર, શા માટે? and tagged , , , . Bookmark the permalink. 4 ટિપ્પણીઓ.

  1. વિમેશભાઈ મુર્તઝાભાઈ ધીમે ધીમે વર્લ્ડ ફેમસ થવા જઈ રહ્યા છે તેની આ શરૂઆત છે . પ્રથમ મોટા ગજાના લેખક એવા જય વસાવડાએ તેમની કોલમમાં તેમનો સમાવેશ કરી સમગ્ર વાચકોને સુંદર પરિચય કરાવ્યો અને હવે દિવ્યભાસ્કરે તેમના શબ્દો અને આઈડિયા વાપરી ફરી વાચકો સમક્ષ મુક્યા છે .
    વાચકો વાંચીને જ ઓળખી જવાના છે કે આ શબ્દો અને વિચારો કોના છે .

  2. are tame lakhvama kaik mistak kari samrath ko nahi dosh gusai nahi pan naga ne kulle bavaliya evu lakhay kem kharu ne?

તમારો અમુલ્ય પ્રતિભાવ અહીં લખો...!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: