Category Archives: જાણકારી

ડાઉનલોડીંગ માટે ડાઉનલોડ

કેમ ચાલે છે ભાઈ? બહુ દિવસે આ બાજુ..!!

યાર આ તારી ભાભી બૌ જીદ કરતી હતી મુવી જોવા લઈ જાઓ, મુવી જોવા લઈ જાઓ..

એમાંય આજકાલ સારા મુવી આવતા નથી ને વળી સમય ચુકી ગ્યા તો

૦૧. ટીકીટ ના મળે…

૦૨. ટીવી પર આવે એની રાહ જોવી પડે…

૦૩. એમાંય વળી દિવસે આવે તો આપણે ઓફીસમાં હોઈએ…..

૦૪. પ્રાઈમ ટાઈમમાં આવે તો હોમ મિનીસ્ટરની સીરિયલો ચાલતી હોય…”

(ઉપર પ્રમાણેની વાતચીત કદાચ આવી રીતે અથવા આના કરતાં વધુ કારણો અને બળાપા સાથે તમને “ચીત્ત” કરી ચુકી હોઈ શકે છે. એવામાં કોઈ પ્રભુ રામ આવી ચડે તો…)

એમાં શું યાર તમે પણ.. ડાઉનલોડ કરી લેવાયને… બૌ ઈઝી છે…

અરે પણ કેમ કેમ??

તો, આજે તમને હું રામ  બનીને એક એવા સોફ્ટવેર વિશે માહિતી આપીશ કે જેના વિશે અત્યાર સુધી ઘણું બધુ લખાઈ પણ ચુક્યું છે અને ઘણા બધા વાપરે છે પણ સાથે સાથે ઘણા બધાને વાપરતાં નથી પણ આવડતું.

બીટકોમેટ એક સોફ્ટવેર છે જે તમને સમય મર્યાદા વગર ડાઉનલોડીંગની સુવિધા આપે છે. જેના ઉપયોગથી તમે એની વેબસાઈટો ઉપર અપલોડ કરવામાં આવેલાં ફીલ્મો, ગીતો, ગેઈમ્સ, પુસ્તકો વગેરે જેવી અનેક મનોરંજનની તેમજ ઉપયોગી સામગ્રી ડાઉનલોડ કરવાની સગવડ આપે છે.

સૌ પ્રથમ તમે “ડાઉનલોડ” વિભાગમાં જાઓ અને સોફ્ટવેર વિભાગમાં બીટકોમેટની ઓથોરાઈઝ વેબસાઈટની લીંક ઉપરથી તમારી કોમ્પ્યુટર સીસ્ટમને અનુરૂપ અને અનુકુળ એવું સોફ્ટવેરનું વર્ઝન (૩૨ બીટ કે ૬૪ બીટ) ડાઉનલોડ કરી લો.

ત્યાર પછી એને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો. ઈન્સ્ટોલ કર્યા પછી તમને એનો સ્ક્રીન નીચે મુજબનો દેખાશે.

હવે એમાં તમને ડાબી બાજુની પેનલમાં ચેનલનું લીસ્ટ દેખાશે જેના ઉપર ડબલ ક્લીક કરવાથી તમારા ડીફોલ્ટ ઈંટરનેટ બ્રાઉઝર માં એ વેબ ચેનલ ખુલી જશે. જ્યાં તમને ગુગલ જેવો જ સર્ચ બાર જોવા મળશે.

હવે,

૦૧. ત્યાં તમને મનગમતા ફિલ્મ-ગીત નું નામ લખો અને સર્ચ કરો.

૦૨. આવેલા રિઝલ્ટમાંથી વેરીફાઈડ (જેની સામે લીલા રંગથી √ ની નિશાની કરેલી હોય એ) રિઝલ્ટ ઉપર ક્લીક કરો.

૦૩. ત્યાર પછી એ ફાઈલ જેટલા સર્વર ઉપર હશે એનું લીસ્ટ આવશે એમાંથી “Torrent” લખેલી લીક ઓપન કરો અને “Download Torrent” ઉપર ક્લિક કરી “.torrent” ફાઈલ તમારા કમ્યુટરની હાર્ડ ડિસ્કમાં સેવ કરો.

૦૪. બસ હવે “એ” સેવ કરેલી ફાઈલ ને ઓપન કરો અને “એને” તમારા કમ્પ્યુટરમાં જ્યાં સેવ કરવું હોય એ ફોલ્ડર સિલેક્ટ કરો….. ડાઉનલોડીંગ ચાલુ….. 🙂 🙂

 

 

Advertisements

ભારતીય રેલ

ભારતીય રેલ, ભારતને અંગ્રેજોએ આપેલી એક અમુલ્ય ભેટ. રા.જ.દ. ના સુપ્રિમો શ્રી લાલુ પ્રસાદ યાદવના રેલમંત્રી બન્યા પછી એની વાસ્તવિક સ્થિતિ વિશે એમના પોતાના અલગ અંદાજમાં રજુ કરી હતી. થોડાં આધુનિક પગલાં ભર્યાં હતાં અને એના કારણે ભારતીય રેલ અચાનકજ સતત એક સ્થીર ગતિથી પ્રગતિનાં નવાં નવાં સોપાનો સર કરવા લાગી.

 

અહીં મારે કોઈપણ પક્ષના રેલમંત્રાલય સંભાળી રહેલા કે સંભાળી ચુકેલા નેતાઓ વિશે વાત નથી કરવી પણ શ્રી લાલુજીનું નામ લેવું એટલા માટે જણાવવું જરૂરી હતું કે એ પહેલા એવા મંત્રી હતા જેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે ભારતીય રેલ ધારણા કરતાં વધારે નફો કરી રહી છે અને પહેલી વખત એવા રેલમંત્રી પણ બન્યા જેમણે રેલભાડું નહોતું વધાર્યું.

હું મારી જીંદગીના ૨૨મા વર્ષના પડાવે પહોંચ્યો ત્યારે મેં પહેલી વખત રેલવેની મુસાફરી કરી હતી. મને યાદ છે મારી પહેલી મુસાફરી વિરાર-ભરૂચ પેસેંજરમાં વાપીથી સુરત સુધીની હતી, જેની ટીકીટ પણ મારી સાથે મારા જે સંબંધી હતા એમણે લીધી હતી. ત્યાર પછી સતત રેલવેના કાઉન્ટર સાથે ઘરોબો રહ્યો છે. જેમ જેમ સંપર્કમાં આવતો ગયો એમ એમ નવી નવી જાણકારી મળતી ગઈ. જેમ જેમ નવી નવી જાણકારી મળતી ગઈ એમ એમ મિત્રોને જાણ કરતો રહ્યો પણ બે-ત્રણ દિવસ પહેલાં મને જે જાણકારી મળી એના ઉપયોગ પછી મને એ થોડી વધારે જાહેર કરવા લાયક લાગી. કદાચ હોઈ શકે કે કેટલાકને એના વિશે જાણકારી હોય પણ ખરી પણ એક વાતની ખાતરી છે કે બધાને તો જાણકારી નહીં જ હોય.

પીએનઆર

મને સૌથી પહેલાં જાણકારી મળી પીએનઆર સ્ટેટસ ઓનલાઈન જાણવાની. જે લગભગ બધાને ખબર છે. આપણે જ્યારે કોઈપણ પ્રવાસ માટે રેલવેની ટીકીટ અગાઉથી બુક કરાવીએ ત્યારે ટીકીટની ઉપર ડાબી બાજુએ પીએનઆર નંબર હોય છે. જે આપણી ટીકીટનું સ્ટેટસ જાણવા માટે ખુબજ ઉપયોગી બને છે. ખાસ કરીને જ્યારે આપણી ટીકીટ કંન્ફર્મ ના હોય. એના માટે ભારતીય રેલની પીએનઆર સ્ટેટસની વેબસાઈટ પર જઈ આપણો પીએનઆર નંબર નાખવાથી હાલનું સ્ટેટસ ખબર પડે છે.

ઓનલાઈન ટીકીટ બુકીંગ

રેલવે કાઉન્ટરો પર થતા અસહ્ય ધસારાને લીધે અને લાંબી લાંબી કતારોના લીધે ઘણી વખત મુસાફરોને અનેક પ્રકારની વીટંબણાઓ સહન કરવી પડતી હતી. આ પરિસ્થીતિના નિવારણ માટે

ભારતીય રેલવેદ્વારા ઓનલાઈન ટીકીટ બુકીંગ શરૂ કરવામાં આવ્યું. જેમાં મુસાફર ઓનલાઈન બેંકીંગ અથવા ક્રેડીટ કાર્ડના ઉપયોગ દ્વારા ટીકીટ બુક કરી શકે છે. આ માટે મુસાફરે ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ પર પોતાનું લોગીન રજીસ્ટર કરવું પડે છે. ત્યાર પછી ત્યાં જરૂરી વિગતો પુરી પાડ્યા બાદ યોગ્ય પેમેન્ટ ઓપ્શન દ્વારા ભાડું ચુકતે કરી ટીકીટ મેળવી શકે છે. [ઓનલાઈન ટીકીટ બુક કરતી વખતે શરતો ધ્યાનથી વાંચી લેવા વિનંતી.] જો કોઈક કારણસર પ્રવાસ મુલતવી રહે અથવા અન્ય કારણસર એ ટીકીટ રદ કરવાની ફરજ પડે ત્યારે ફરીથી એજ વેબસાઈટ પર લોગીન કરી ત્યાંથી એ ટીકીટ રદ/કેન્સલ કરી શકાય છે. ટીકીટ કેન્સલ કર્યા પછી એના નિયત સમયમાં કપાત પછીની રકમ તમે જે વિકલ્પ દ્વારા ચુકવણું કર્યું હોય ત્યાં જમા થઈ જાય છે.

બધી જ માહિતી

ભારતીય રેલવે વિશે તથા દેશના ખુણે ખુણે કુલ ૧૧,૦૦૦ કીલોમીટર ના રેલપાટા પર દોડી રહેલી અન્ય તમામ ગાડીઓ, સ્ટેશનો અને અન્ય તમામ જાણકારી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ પર જવાથી જાણકારી મળી શકે છે. જ્યાં મુસાફરને પ્રવાસ વિશે રેલવે મંત્રાલય દ્વારા અપાતી સગવડો,નવી નવી સ્કીમો, જાહેરાતો, સમય સમય પર સ્પેશીયલ ગાડીઓ વિશે જાણકારી, મંત્રાલય દ્વારા ચોક્કસ સ્થળોનું મુસાફરી પેકેજ વગેરે વગેરે જાણકારી મળી શકે છે.

 

 

 

હાલની પરિસ્થિતી

તમને થશે કે આ બધી જાણકારી તો પહેલેથી જ હતી, આમાં નવું શું છે? તો દોસ્તો નવી જાણકારી હવે આવે છે. મને બે જ દિવસ પહેલાં આ નવી સેવાની જાણકારી થઈ. જેના વિશે હું અહીં એક માત્ર સગવડને છોડીને વધારે લખતો નથી પણ એક વખત મુલાકાત લેવાનું ચુકશો નહીં.

“અહીં જવાથી તમે જે ગાડી વિશે જાણકારી મેળવી રહ્યા છો એ હાલ કયા સ્ટેશન પર ઉભી છે અથવા છુટી છે એની જીવંત માહીતી મળે છે…”

નીચેની તસવીર ક્લીક કરી તમે એ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો…


 

[તમામ તસવીરોઃ ગુગલ]

નોંધઃ તસવીર પર ક્લીક કરવાથી વેબસાઈટ પર જવાશે…

નવું ઈમેઈલ સરનામું

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મજામાં હશો.

આમ તો કોમ્પ્યુટર ફીલ્ડ સાવ અજાણ્યું ના કહેવાય હવે પાંચ-છ વર્ષના સહવાસ પછી પણ તોયે હું (બીજા બધાઓની ખબર નથી) ઘણી બધી બાબતોથી સાવ અજાણ જ હોઉં છું. જ્યારે જ્યારે અથવા સમયે સમયે માહિતી મળતાં પોતાની જાતને અપડેટ કરતો રહું છું.

તાજી મળેલી જાણકારી અનુસાર હોટમેઈલ.કોમ દ્વારા ચલાવાતી મેઈલ સેવા વધુ જગ્યા (લગભગ ૨૫ જીબી) સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને શેરીંગની ગુગલ કરતાં વધુ સારી સગવડ આપે છે.

બસ, પછી ક્યાં કોઈને પુછવાનું જ હતું. બનાવી લીધું નવું ઈમેઈલ સરનામું.

તમેય નોંધી લો.

impandya@live.com

તમારી ઈ-ટપાલની ત્યાં પણ રાહ જોઈશ હવે. બાકી મારાં બીજાં બે જુનાં મેઈલ બોક્ષ ખુલ્લાંજ છે જે નીચે મુજબ છે.

—> vimeshpandya@gmail.com

—> vimeshpandya@yahoo.co.in

જોઈએ નવું કેટલા દા’ડા ચાલે છે…

લાયન સફારી

દોસ્તો,

સેલવાસમાં રહેવાને કારણે ઘણાબધા મિત્રોના ફોન આવે છે મેઈલ આવે છે સેલવાસમાં આવેલા લાયન સફારી પાર્કનું એડ્રેસ જાણવા માટે.

તો, એના માટે ગુજરાતના દક્ષીણ ભાગમાં આવેલા વાપી ઉતર્યા પછી સેલવાસ આવવું. જ્યાં આવવા માટે એસટી અને ઓટો રિક્ષા બંનેની સુવિધા છે.

વાપી અને સેલવાસ વચ્ચે અંદાજે ૨૨ કી.મી. અંતર છે.   સેલવાસ આવ્યા બાદ ત્યાંથી ખાનવેલ રોડ બાજુની ઓટો રીક્ષા પકડી વાસોણા ચાર રસ્તા ઉતરવું.

બસ ત્યાંજ જંગલના રાજાના ઘરે જવાનું મોટું બોર્ડ મારેલું છે જ્યાંથી મેઈન રોડથી જમણીબાજું લગભગ બે કીલોમીટર જેટલું અંદરનીબાજુ જવું પડે છે.

(સિંહોની સાચી સંખ્યા ખબર નથી)