Category Archives: નાનું નાનું

તરસ

 

ઝખમ તો દરિયાનેય ક્યાં નથી થતા

તો શું એ ઘુઘવવાનું બંધ કરે છે???

ધગધગતા તડકામાં ધરતી નખશીખ તપે છે

તો શું સુરજ એને દઝાડવાનું ચુકે છે??

દિનને રાત વરસતા ધરણીધરથી આખુ પંખી જગત ફફડે છે

તો શું એ વરસવાનું વિસરે છે??

પ્રત્યેક ક્ષણ “એની” સાથે હોવા છતાં જરાક દુર જતાંજ હેડકી આવે છે…

શું “” સતત મારા માટે તરસે છે?….

Advertisements

ખામોશી

 ઉફ્ફ હોતા હૈ જબ બયાં કરને કે મોકે પે બહાના બનતા હૈ..
સીસક જાતે હૈ લમ્હે જબ દવા દર્દ બન જાતા હૈ….
યું તો ખામોશ રહેને કે મૌકે બહોત હોતે હૈ….
તકલીફ તો તબ હોતી હૈ જબ બોલને કે મોકે પે મહેબુબ નઝર આ જાતે હૈ…

સુરા

શરબત ગ્લાસમાંજ હોય એમ કોણે કીધું?
અમે તો સુરા પણ આંખથી પી લઈએ છીએ…

જમાનો

જમાનો કહે છે કે શું બુરાઈ છે મારામાં

પહેલાંના જમાના કરતાં ઘણો સારો છું…

બસ એક વાત છે,

પહેલાં જમાના પ્રમાણે રહેતાં ના આવડ્યું

અને હવે,

જમાના પ્રમાણે રહેવા કરતાં દોડવું વધારે પડે છે…

[તસવીરઃ]

વ્યથા

એ છબછબીયું ….!

તરસતી ધરતી, સરળ જીંદગી,
પલળતી ધરાર નભ તળે
વરસ વરુણ મુજ વ્યાકુળ અંગે
વણલુછ્યાં એ ઘાયલ અંગે
આછકલા ફોરાં ને ભીતી ભરાડ વાવાઝોડાની…
ગરજ ફુલાતી નદીઓ તરસી રડમસ સાગર ઓથે
મોરલીયાના કંઠે ડુમા હાલી ગાયો મોટે ગામતરે..

તસવીર સૌજન્ય

સજા

ઘર મારું રહ્યું અધખુલુ

મજાની સજા મળી ચાંદને

ભુરાયી ધરતીએ ચગદી નાખ્યો

એના જ બદમાશ બાળને….

[તસવીર સૌજન્યઃ Colony Worlds]

ક્ષણ

ચાહવાની ક્ષણો તો છેતરી ગઈ મને…

હવે તું જ જણાવ…. તને શું ગમશે??

ઉમ્મીદ

બસ હવે જીવવાની ઉમ્મીદ જાગી…..
કદાચ એ તારા આવવાના ભણકારા છે….

હું

સંપુર્ણ સંપર્કથી જીવું છું હજી
કોને ખબર ક્યારે મીણબત્તી થાઉ ??????

રોમીંગ

રજનીકાંતઃ મારું ઘર એટલું મોટું છે કે એમાં લોકલ ટ્રેન દોડે છે.

નરેશ કનોડીયાઃ મારા ઘરના દરેક ખુણામાં બીજે ખુણેથી રોમીંગ લાગે છે…!!!

વટનો કટકો બાપુ…….!!!

નવાબ

થોડો લીબાસ પહેરીલે નવાબ

હું કદાચ બોલીના શકું, તુંજ હમણાં બોલી લે જનાબ…

 

હૈયે હરખ છે પણ બારણાં છે બંધ

આપણી તો સ્મિતની મુલાકાત છે નવાબ…

 

મન મલકે તન ઉછળે

પડેલી કરચલી જુવે તુજ વાટ ઓ નવાબ…મળવું છે?

ચાલ આપણે મળવું છે?

પણ હા શરત ઍટલી-

હૃદયને બાજુ પર રાખી.

ચૈતાલી સુતરીયા

જવાની

તરસતી તરસની પ્યાસ છે જવાની

જીંદગીનું જોરદાર હલેસું છે જવાની

 

લાગણીના લહેકામાં લહેરાય જવાની

બુંદ બુંદ નીચોવાય જવાની

 

ખાંડાની ધારની ચમક છે જવાની

પીપળાની પાળે છલકાય જવાની

 

તોફાની તડકે વીંઝાય જવાની

ચોમાસે મસ્તીથી ભીંજાય જવાની

 

શમણાંની સાંજે સર્જાય જવાની

ઉમ્મીદોની ઓથે લપાય જવાની

 

શરમ થોડેથી શરમાય જવાની

જવાન ભુજામાં સમાય જવાની

 

ખુબસુરતીમાં મઢાય જવાની

પથ્થર પરસેવે નહાય જવાની

 


(પ્રયાસ છે. માર્ગદર્શન જરૂરી છે.)

નવું ઈમેઈલ સરનામું

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મજામાં હશો.

આમ તો કોમ્પ્યુટર ફીલ્ડ સાવ અજાણ્યું ના કહેવાય હવે પાંચ-છ વર્ષના સહવાસ પછી પણ તોયે હું (બીજા બધાઓની ખબર નથી) ઘણી બધી બાબતોથી સાવ અજાણ જ હોઉં છું. જ્યારે જ્યારે અથવા સમયે સમયે માહિતી મળતાં પોતાની જાતને અપડેટ કરતો રહું છું.

તાજી મળેલી જાણકારી અનુસાર હોટમેઈલ.કોમ દ્વારા ચલાવાતી મેઈલ સેવા વધુ જગ્યા (લગભગ ૨૫ જીબી) સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને શેરીંગની ગુગલ કરતાં વધુ સારી સગવડ આપે છે.

બસ, પછી ક્યાં કોઈને પુછવાનું જ હતું. બનાવી લીધું નવું ઈમેઈલ સરનામું.

તમેય નોંધી લો.

impandya@live.com

તમારી ઈ-ટપાલની ત્યાં પણ રાહ જોઈશ હવે. બાકી મારાં બીજાં બે જુનાં મેઈલ બોક્ષ ખુલ્લાંજ છે જે નીચે મુજબ છે.

—> vimeshpandya@gmail.com

—> vimeshpandya@yahoo.co.in

જોઈએ નવું કેટલા દા’ડા ચાલે છે…

મકરસંક્રાંતી

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મકરસંક્રાંતીની પુર્વસંધ્યાએ સૌને મકરસંક્રાંતી અને પતંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ.

સંક્રાંતી અને પતંગોના મહત્વ અને ઈતિહાસ વિશે બધેજ લખાઈ ચુક્યું છે અને આજે તો એના વિશેના સાહિત્યનો જાણે કે રાફડો ફાટ્યો હશે એટલે કદાચ હવે મારા તરફથી નવું કાંઈ પણ લખવાનું બાકી રહેતુ નથી.

બસ ગુગલ પર સર્ચ કરીને પ્રસગને અનુરુપ થોડા ફોટાઓ મુક્યા છે.