Category Archives: મારી કવીતા

તરસ

 

ઝખમ તો દરિયાનેય ક્યાં નથી થતા

તો શું એ ઘુઘવવાનું બંધ કરે છે???

ધગધગતા તડકામાં ધરતી નખશીખ તપે છે

તો શું સુરજ એને દઝાડવાનું ચુકે છે??

દિનને રાત વરસતા ધરણીધરથી આખુ પંખી જગત ફફડે છે

તો શું એ વરસવાનું વિસરે છે??

પ્રત્યેક ક્ષણ “એની” સાથે હોવા છતાં જરાક દુર જતાંજ હેડકી આવે છે…

શું “” સતત મારા માટે તરસે છે?….

Advertisements

ખામોશી

 ઉફ્ફ હોતા હૈ જબ બયાં કરને કે મોકે પે બહાના બનતા હૈ..
સીસક જાતે હૈ લમ્હે જબ દવા દર્દ બન જાતા હૈ….
યું તો ખામોશ રહેને કે મૌકે બહોત હોતે હૈ….
તકલીફ તો તબ હોતી હૈ જબ બોલને કે મોકે પે મહેબુબ નઝર આ જાતે હૈ…

સુરા

શરબત ગ્લાસમાંજ હોય એમ કોણે કીધું?
અમે તો સુરા પણ આંખથી પી લઈએ છીએ…

ગમે

બસ આમજ હસતા રહો તો દિલને ગમે

થોડા રમતા રહો તો દિલને ગમે…

લાગણી થોડી ખરબચડી હશે તો ચાલશે

ઝાકળ જેવી ભીની હોય તો ગમે…

ઝળહળતો સુરજ પણ શીતળ ચાંદ કાજ તરસે છે

થોડા તીખા ગુસ્સા સાથે મધમીઠું સ્મિત રમે તો ગમે…

સુગંધ તો તીવ્ર હોય જ ગુલાબની

ક્યારેક ચંપો મહેકે તો ગમે…

સતત વરસતી લાગણીઓમાં સંભાવના ઓટની ઓછી હોય છે

ઢોળાયા વગરની લાગણી આંસુંઓમાં હોય તો ગમે…

મને ગમશે

ખાંડાની ધારે મરી શહીદ કહેવડાવવું મને મંજુર નથી
બસ તારા પ્રેમની આહલેક જગાવી પ્રેમજોગી કહેવડાવવું ગમશે…

રસ્તાઓ પર તો ઘણીય ગલીઓ છે ને ખાબોચીયે ખાડા પણ અથડાય છે
જીવનપથ પર સંગીની તારી સાથે હાલક ડોલક ચાલવું ગમશે…

સાત જન્મોનો સથવારો એવું ક્યાંક સાંભળ્યું છે મેય લોકોની જેમ
સતત દરેક જન્મે સાથ મેળવવાનું નિવારણ શોધવું ગમશે…

માત્ર ફુલો રંગે ગુલાબી હોય છે એવી ખબર હતી મને
હંમેશ માટે તારા ગુલાબી ગાલ ટીકી ટીકી ને જોવા ગમશે…

કહેજો

અવશેષ આંસુના કોઈ શોધો તો કહેજો

એ ધડ ઉપર મુકવા માથું મળે તો કહેજો…

કુરબાની તો ચાલી આવી છે વર્ષોથી

વ્યાખ્યા કદાચ બદલાઈ છે…

પાક હતા કદાચ પયગંબર પણ

ફરજંદો ને ફરિશ્તા થવાનું કહેજો..

ધણીની વાટ ઘણીય હામથી જોતી એ નવપરિણિતા

હાથમાં આવ્યા છે અડધા લોહીભીના હાથ કહેજો….

બેબાકળી એ માને દાઝેલ “હીરો” મળ્યો તો ખરો

શું ખબર હતી એના આંસુઓની એ હતી પરીક્ષા કહેજો…

ધર્મની “જેહાદ” તો પ્રતાપ, પૃથ્વીરાજ ને શિવાજી પણ લડ્યા હતા

પણ એ નહોતા આવા કાયર એમ કાનમાં કહેજો….

વિમેશ પંડ્યા

તું ગઈ છે ત્યારથી…

હા, ત્યારથી જ

તું ગઈ છે ત્યારથી..

હું એકલો પડી ગયો છું.

તું ગઈ છે ત્યારથી…

આ માટલુંય ખાલી નથી થતું

ને પાછલા ઓરડાનો તો દરવાજોય ખુલ્યો નથી

તું ગઈ છે ત્યારથી…

રસોડાની બારી પણ હજી બંધ છે ને

વાસણનો તો અવાજ જ નથી આવતો

તું ગઈ છે ત્યારથી….

“અરે એય” એવો અવાજ નીકળે તો છે

પણ, દિવાલોય ખીજાઈને સર્જે છે પડઘો 

તું ગઈ છે ત્યારથી…

“તું શું કરે છે?” પુછવાનું મન તો થાય છે

પણ સુતી હોઈશ એમ કરી યાદને દબાવી દઉં છું

તું ગઈ છે ત્યારથી…

[તસવીરઃ રીડગુજરાતી ડોટ કોમ]

વ્યથા

એ છબછબીયું ….!

તરસતી ધરતી, સરળ જીંદગી,
પલળતી ધરાર નભ તળે
વરસ વરુણ મુજ વ્યાકુળ અંગે
વણલુછ્યાં એ ઘાયલ અંગે
આછકલા ફોરાં ને ભીતી ભરાડ વાવાઝોડાની…
ગરજ ફુલાતી નદીઓ તરસી રડમસ સાગર ઓથે
મોરલીયાના કંઠે ડુમા હાલી ગાયો મોટે ગામતરે..

તસવીર સૌજન્ય

સજા

ઘર મારું રહ્યું અધખુલુ

મજાની સજા મળી ચાંદને

ભુરાયી ધરતીએ ચગદી નાખ્યો

એના જ બદમાશ બાળને….

[તસવીર સૌજન્યઃ Colony Worlds]

ચાંદ શરમાયો

આજે ચાંદ શરમાયો

ધરતી ઓથે લપાયો

શું હશે એ કારણ અજાણ્યું

થઈ રહ્યું શ્રાવણનું આણું

એ પાલવ ઘડી આમ રેલાયો

શું એ જોઈ ચાંદ શરમાયો?

ઘડીક મધુર મિલનની વાતો

પુનમ રાતે એ સાંભળતો

હું સળવળતો એ સળવળતો

મારી સામે દાંત કરડતો

પ્રિયે તમારી મીઠ્ઠી ભાષા

આતુરતાથી ચોરી લેતો

છાનગપતીયું કરતાં ચાંદો

પાલવ સાથે બાથે પડી ગ્યો…

રાતો પાલવ,

પીળો પાલવ,

શરમાતો પાલવ,

ગુસ્સેલ પાલવ…

દીધો ધક્કો ચાંદ પડી ગ્યો

દુનિયા માટે કાળ ગળી ગ્યો…

ભુલ સમજાતાં કલ્લાક વહી ગ્યો

ચાંદ પાછો ધરતીને મળી ગ્યો.

[તસવીરઃ Photo Collection]

જો એવું થશે

આવશે આંસું જો પાનખર યાદની આવશે

સળગશે સપનાં જો આંખ અડપલું કરશે.

તુટી જવાશે જો સંગીન અપરાધ વગર સજા થશે

ઉર્મિઓ ઓલવાશે જો અજાણતાં સગપણ ઓગળશે

સ્વપ્ન ઝાકળબિંદુ થશે જો સાથ સંકોચાશે

સ્વપ્નસૃષ્ટિ દુષ્કાળશે જો આગીયો આંખ થશે

લાગણી સરકી જશે જો અંધારપટ લંબાશે

સરળ શ્વાસ થંભી જશે જો આગમન અટવાશે

[તસવીર સૌજન્યઃ Anguished Repose]

સ્પંદન

 

ગમે જો આમ જ દરિયો મળે

કોરા પટ પર ભીંજાવું ગમે

શાંત શમિયાણે નમણા કાંઠે

પ્રિયે, સાથ તમારો ગમે…

 

ગમે જો હોઠે વાંસળી અડે

સુર થઈ રેલાવું ગમે

પવનની અમથી લહેર સાથે

તમને લઈને ઉડવું ગમે…

 

ગમે જો ગળે સ્પંદનના ઘાવ અડે

ઈચ્છા વિના એમાં ઓગળવું ગમે

લાલ રક્તના બુંદે બુંદે

નામ તમારું કોતરવું ગમે…

 

[ તસવીર સૌજન્યઃ Internet FAQ Archives ]

આંસુ

 

વહી જવા દે આંસુ આંખથી દર્દ વહી જશે…

નીકળી જવા દે શબ્દો જીભથી દિલ હલકું પડી જશે…

 

જોવે તો  છે જમાનો બસ એક જ નજરથી…

હસી લે સાવ આમ કે એ ફીક્કો પડી જશે….

 

સ્વાગતની આડમાં સગપણ ન હોય કાયમ…

ઝખમો રુઝાયા પછી દવા જડી જશે….

 

રાહ જોવું જો કાયમ તકદીર બદલવાની…

પ્રાર્થના જ શક્તિ પ્રેમની ક્ષણમાં જડી જશે…

 

[તસવીર સૌજન્યઃશબ્દોનો રણકાર]

હોળી મુબારક

હર રંગમાં તું, મારા સંગમાં તું

હિલ્લોલે તું, કિલ્લોલે તું

રણકારે તું, ભણકારે તું

રમવામાં તું, ભમવામાં તું

પ્રાર્થનામાં તું, પ્રેમગીતમાં તું

દ્રષ્ટિમાં તું, ને સૃષ્ટીમાં તું

ધબકારે તું, ભણકારે તું

હે ઈશ આ રંગી દુનિયાના

છે સુખમાં તું ને દુઃખમાં તું….

 

તમામ વાચક મિત્રોને હોળીની શુભકામનાઓ...

 

પંચમહાલનો છું એટલે ખબર છે કે ગુજરાતના કેટલાક ક્ષત્રીય સમાજોનું હોળીના દિવસે નવું વર્ષ શરૂ થાય છે.

એ તમામ મિત્રોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ, નુતન વર્ષાભિનંદન.

 

હોળી પ્રસંગે આ વીડીયોઃ

 

[તસવીરઃ ગુગલ, વીડીયોઃ યુટ્યુબ]

મહિલા દિવસે મહિલા સ્તુતી-અમારા સાથે તમારી

આજે ભારતીય મહિલા દિવસે હું વિમેશ પંડ્યા મારા જીવન સફરમાં મળેલી અને એ ઉપરાંત તમામ ભારતીય મહિલાઓને સંભારું છું, એમને યાદ કરૂ છું અને શુભેચ્છાઓ પાઠવું છું, એમની સ્તુતિ કરું છું, એમને આ વિશ્વને આટલું ખુબસુરત બનાવવા માટે અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. એક પુરુષ તરીકે સત્ય હકિકત ને સ્વીકારું છું કે “વિશ્વનો કોઈ પણ પુરુષ એના જીવનમાં સ્ત્રી વગર અધુરો છે”…..

મહિલા દિવસે વિશેષ સ્તુતી “મારા સાથે મારી

:: ઈશ્વરીય ::

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

અમે જટાળા જોગી ત્યાં તમે નાજુક પાર્વતી

વિશ્વનિયંતા વિષ્ણુ બનશું આપ સ્વરૂપે મહાલક્ષ્મી

રાસ રમવા કાનજી બનતા છેલ છબીલી રાધડી

શ્રી રામ અમે ત્યારે બનીએ જ્યારે બનો તમે શ્રી જાનકી

નરસિંહ બનતાં પહેલાં સ્મરીએ સદાય તને ઓ દુર્ગા

સપ્તપદીના ફેરા સાથે અન્નપુર્ણાની અનુકંપા…

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

 

:: પ્રકૃતિ ::

સુરજની લાલીમા ત્યાં ચંદ્ર તણી શીતળતા

ઉગ્ર સુરજમુખી સામે રાતરાણીની શાતા

ઉત્તુંગ શિખર હું રાડ પાડું ત્યાં ખીણ ઝીલે છે પડઘા

ઘુઘવતા સાગરના સ્નેહે આપ નિર્મળ સરિતા

રાતા રંગે ગુલાબ બની ગર્વથી મલકાતો

આપ ચમેલી સુગંધ સામે મારો ગર્વ ખંડીત થાતો

ગરમાળો ઉપવન શોભાવે આંગણે તુલસી ક્યારો

બ્રાહ્મણ પીપળા સામે ઝુકે નાગરવેલની ડાળો…

ફાગણ રાજ કેસુડો ખોલે રંગભરી જ્યાં ચાદર

લજામણી ને લજ્જા અપાવે હલકા પવનની થાપટ

:: પ્રાણી ::

ડાક ગજાવે ડાલામથ્થો ફુંફાડે તમે નાગણ

મહેંકતા મોરલીયા સામે કોયલ ગુંજે વન વન

વિશાળ ગજ મસ્તક ઝુકાવે નમણી મૃગલી આગળ

પોપટ મીઠું મીઠું બોલે પેટ પુરાવે આંચળ

ચીત્તો હાક મારી ઝડપતો મોઢે લપાતો કોળીયો

કામધેનુ અમૃતે પલળતો નર આખો જન્મારો

 

:: સંગીત ::

તાન પુરાવે તંબુરો ને લય લહેરાવે બંસી

તબલા તાલે રાગ મિલાવે ખન ખન મધુરી ઝાંઝરી

હૈયે હૈયુ યૌવન નાચે ઢોલ તણા ધબકારે

કોડભરી કન્યા સિધાવે સુર શરણાઈની સાથે…

 

:: શણગાર ::

ગોળ ગજબના અંબોડાની શોભા વધારે બિંદી

કાનનું ઝુમ્મર કામણગારુ જ્યારે નમણી નથણી..

કંઠ શોભાવે હાર હીરાનો

કર આખાના મોઢેં જઈને બાથ ભરાવે વીંટીં

બાજુબંધથી આંગળી ચીધેં મહેંદી ભર્યો કર નમણો..

કોડભર્યા કંદોરા સામે પાયલ નો સુર મીઠો…

 

:: માનવી ::

પ્રાણ પુરીને પંચભુતમાં પેદા કરતી જનની

ભાઈ, વીરાના પ્રેમાળ શબ્દો સદા પાઠવે ભગીની

ઉંમર ઉંબરે પ્રેમ શીખાડે નાજુક ભીની આંખો

બાપુ નાદે લોહી વધારે ઉમ્મીદોની પાંખો

દાદી વહાલનો દરિયો પીરસે મા નીર્મળ છે ઝરણું

પ્રિયતમાના પ્રેમની આગળ જગ આખું છે ફીક્કું

શક્તિ સીંચે દીકરી સાથે ભાભી પીરસે ભાણું

અલ્લડભાવે સ્મિત સંગાથે સાળીનું નજરાણું

ફોઈ સદા સુખી ઈચ્છે માસી હેત પસારે

કાકી કુમકુમ ભાલે કરીને આશીષ વચનો આપે…

 

દેવીઓ, ભુલચુક ક્ષમા-યાચના ચાહું છું. મનના માંડવે આવેલા વીચારોને શબ્દદેહ આપવા પ્રયાસ કર્યો છે બાકી હે ઈશ્વરીય ઉપહાર તણી પ્રેમ અને સૌન્દર્યની જીવંત અને શાસ્ત્રોમાં પ્રકૃતિની ઉપમા પામનાર નારી પાસે યાચના જ હોય.

 

હું વિમેશ અરવિંદભાઈ પંડ્યા, મારી શબ્દસુધાથી ભારતની તમામ નારીઓનું સન્માન કરું છું.

 

[તસવીર સૌજન્યઃLight and Shade ]