Category Archives: યાદગીરી

તું ગઈ છે ત્યારથી…

હા, ત્યારથી જ

તું ગઈ છે ત્યારથી..

હું એકલો પડી ગયો છું.

તું ગઈ છે ત્યારથી…

આ માટલુંય ખાલી નથી થતું

ને પાછલા ઓરડાનો તો દરવાજોય ખુલ્યો નથી

તું ગઈ છે ત્યારથી…

રસોડાની બારી પણ હજી બંધ છે ને

વાસણનો તો અવાજ જ નથી આવતો

તું ગઈ છે ત્યારથી….

“અરે એય” એવો અવાજ નીકળે તો છે

પણ, દિવાલોય ખીજાઈને સર્જે છે પડઘો 

તું ગઈ છે ત્યારથી…

“તું શું કરે છે?” પુછવાનું મન તો થાય છે

પણ સુતી હોઈશ એમ કરી યાદને દબાવી દઉં છું

તું ગઈ છે ત્યારથી…

[તસવીરઃ રીડગુજરાતી ડોટ કોમ]

Advertisements

આ બ્લોગ અને એની શરૂઆત

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મને જાણવાવાળા મારા બહુ ઓછા અંગત મિત્રો સિવાય મને વધારે લોકો ઓળખતા નથી.

લગભગ મને ઓળખતા મોટાભાગના મિત્રો અને સાથે કામ કરતા કોઈપણ વ્યક્તિને મારા આ લખવાના શોખ વિશે ખબર નહોતી અને કોલેજ સમયમાં ગમતા માધ્યમ ગુજરાત સમાચાર તરફથી યોગ્ય પ્રતિભાવ ના મળવાને કારણે હતાશા મળી. બસ પછી તો એમ હતું કે સમય સાથે આ બધું બંધ થઈ જશે.

અફસોસ હતો કે પન્નાલાલ નાનાલાલ પટેલ સાહેબના ગામથી લગભગ માત્ર ૩૦ કી.મી. અને ડૉ. પ્રવીણ દરજી સાહેબની કર્મભુમિ લુણાવાડાથી માત્ર ૩૨ કી.મી.ના અંતરે રહેવાનું અને એમનાં તમામ પુસ્તકોના વાંચન છતાં હું ક્યારેય લેખન બાબતે એમના જેવું વિચારીનથી શક્યો કે નથી વિચારી શકતો.

દરજી સાહેબ બાબતે એમના કાર્યકાળ દરમ્યાન જ અભ્યાસ દરમ્યાન (એ આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસર હતા અને હું કોમર્સનો વિદ્યાર્થી હતો એટલે ક્યારેય ક્લાસ એટેન્ડ નથી કર્યો પણ એક વખત અમારી સ્કુલમાં આવ્યા હતા.) ગમે તે બહાને લખવાનો શોખ પુરો કરવાની શોધ ચાલુ હતી.

એ દરમ્યાન કમ્પ્યુટર અને ઇંટરનેટના સંપર્કમાંના હોવાથી લખવા માટે શું કરું એ મોટો સવાલ હતો.

માત્ર ચોવીસ કલાકનો સમય હવે ઓછો પડે છે.

દોસ્તો, થોડી ગંભીર અને મને નાની ઉંમરમાં થયેલા ખુબજ પક્વ, રમુજી અને જીવનોપયોગી પ્રસંગો સાથેની તમામ વાતો ધીમે ધીમે લખવાનું શરૂ કરી રહ્યો છું.

આશા છે તમને ગમશે.

આઈ તો જો….

                                                                    

બાળપણની યાદો જયારે તાજી થઇ જાય ત્યારે સ્થળ,સમય, સમયનો પ્રવાહ, એ માટીવાળા ગોબરાં કપડાં, દોડતા દોડતા પડી જઈને છોલાઈ ગયેલી કોણીઓ, અત્યારે જે ચિચિયારીઓ લાગે છે એવા અવાજે નાના નાના ઝગડા અને ધમકીઓ…….. ને એવું કેટલુંય જયારે યાદ આવે ત્યારે????
 
આંખ બંધ કરી અને મને મારા ગામનું મારું બચપણ યાદ આવ્યું. યાદ તો આવ્યું પણ આજના જમાના પ્રમાણે એનું મૂલ્યાંકન થઇ ગયું.
 
જરા નીચે જુવો…… એકદમ પંચમહાલની લોકબોલી…… સાથે ઉંચા અવાજે બોલાયેલા એ ડાઈલોગ્સ…
*******
 
 
 
નાના નાના બાળકો જયારે સ્કુલમાં જાય અથવા બીજા કોઈ પણ વિસ્તારમાં જાય અને ત્યાં કોઈની સાથે
 
૦૧. ઝગડો થાય ત્યારે 
 
અને/અથવા
 
૦૨. મળવાની/સંગાથની/ક્યાંક જવાની વાત હોય ત્યારે.
 
સંવાદો…. સાંભળ્યા છે……. કદાચ તમારે મોઢે પણ ……..
 
પરિસ્થિતિ નંબર ૦૧.
 
એકદમ ગામની બોલીમાં…
 
 “તારી માં ના તારી ના…… એટલી બધી “એ” (?) ઓયની તો આઈ જજે માતાના ડેરે….. ઉયે જોવુંસું હું કરી સી….અમણા યે આબ્બુ ઓય તો હેડ…. આ બધ્ધી ટણી કાડી ના નાખું તો જોજે…..”
 
પરિસ્થિતિ નંબર ૦૨.
 
“એમાં હું લે…. આઈ જજે માતાના ડેરે…. એમાં હું બીવાનું આઈ જજે તાણી…… આપડે ચાં કોંય ખોટું કરવાનું સ…. જઈ આબ્બાનું તાણી…. અની એક વાત…. કોઈનીયે કેવાનું નથી… જો કીધું તો જોઈલેજે પસી… મારા હમ સી તની…….. હેડ…..ઉયે આવે તારા હાથી…..”
 
શું આવા કોઈ ડાઈલોગ તમને પણ યાદ છે??….
 
જરા આંખ બંધ કરો….. થોડાક વર્ષો પાછળ જાઓ અને જુવો….. મને એકલાને તો આવું નથી થતું ને…….