Category Archives: વ્યક્તિગત

શુભ દિવાળી…!!

 

 

 

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

સમયની વ્યસ્તતાના લીધે હું સમયસર બધાને નિયત સમયે શુભકામનાઓ પાઠવી શક્યો નથી એનો અફસોસ છે અને અપુરતી જાણકારીના લીધે મેં દિવાળીના દિવસનું શીડ્યુલ પોસ્ટીંગ પણ ના થઈ શક્યું એનો ઉકેલ શોધવાનો છે. 

મોડું તો મોડું મારી દિવાળીની શુભકામનાઓ માટેના શબ્દો નીચે મુજબ હતા.

આમ તો આપણે ગુજરાતીઓ દરેકે દરેક દિવસને એક તહેવાર તરીકે ઉજવીએ છીએ. અને એના માટે અનેક ઘણાં બહાનાં પણ તૈયાર જ હોય છે આપણી પાસે. પણ તહેવારો નો રાજા એટલે “દિવાળી”.

આ અજવાળી અમાસના દિવસે હું વિમેશ પંડ્યા મારે આંગણે પધારતા તમામ મિત્રોને દિલથી શુભેચ્છા પાઠવું છું.

આભાર

Advertisements

સ્પંદન

 

ગમે જો આમ જ દરિયો મળે

કોરા પટ પર ભીંજાવું ગમે

શાંત શમિયાણે નમણા કાંઠે

પ્રિયે, સાથ તમારો ગમે…

 

ગમે જો હોઠે વાંસળી અડે

સુર થઈ રેલાવું ગમે

પવનની અમથી લહેર સાથે

તમને લઈને ઉડવું ગમે…

 

ગમે જો ગળે સ્પંદનના ઘાવ અડે

ઈચ્છા વિના એમાં ઓગળવું ગમે

લાલ રક્તના બુંદે બુંદે

નામ તમારું કોતરવું ગમે…

 

[ તસવીર સૌજન્યઃ Internet FAQ Archives ]

નવું ઈમેઈલ સરનામું

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મજામાં હશો.

આમ તો કોમ્પ્યુટર ફીલ્ડ સાવ અજાણ્યું ના કહેવાય હવે પાંચ-છ વર્ષના સહવાસ પછી પણ તોયે હું (બીજા બધાઓની ખબર નથી) ઘણી બધી બાબતોથી સાવ અજાણ જ હોઉં છું. જ્યારે જ્યારે અથવા સમયે સમયે માહિતી મળતાં પોતાની જાતને અપડેટ કરતો રહું છું.

તાજી મળેલી જાણકારી અનુસાર હોટમેઈલ.કોમ દ્વારા ચલાવાતી મેઈલ સેવા વધુ જગ્યા (લગભગ ૨૫ જીબી) સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને શેરીંગની ગુગલ કરતાં વધુ સારી સગવડ આપે છે.

બસ, પછી ક્યાં કોઈને પુછવાનું જ હતું. બનાવી લીધું નવું ઈમેઈલ સરનામું.

તમેય નોંધી લો.

impandya@live.com

તમારી ઈ-ટપાલની ત્યાં પણ રાહ જોઈશ હવે. બાકી મારાં બીજાં બે જુનાં મેઈલ બોક્ષ ખુલ્લાંજ છે જે નીચે મુજબ છે.

—> vimeshpandya@gmail.com

—> vimeshpandya@yahoo.co.in

જોઈએ નવું કેટલા દા’ડા ચાલે છે…

અંતરયાત્રા

ડો.કમલેશ જે.ઉપાધ્યાય (ટુંક જ સમયમાં એમના વિશે લખીશ)

અધિક પ્રાધ્યાપક

મેડીસીન વિભાગ

બી.જે.મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ,અમદાવાદ

ડોક્ટર સાહેબ માંગી રહ્યા છે નીચેની માહીતી………….

બધું લખાય તે નહીં,જે લખાય તે સાચ્ચું લખાય તે અપેક્ષિત છે. નિરાંતે લખવું-પંદર દિવસમાં લખાઈ જાય તે અપેક્ષિત છે. બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. (તમને યોગ્ય લાગે તેટલા પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવશો તો અંતરયાત્રાના હમસફર બનાવ્યાનો આનંદ થશે.ગોપનીયતા ની ખાતરી.)

૧.શાલેય સંસ્મરણો

૨.સ્નાતક-અનુસ્નાતક સંસ્મરણો-

૩.આપની નિપૂણતા?

૪.એવી અંગત વાત જેના પર તમે ગર્વ લઈ શકો?

૫.સમાજને/રાષ્ટ્ર ને અર્પણ કરી શકાય તેવું તમારું કોઈ જીવનકાર્ય?

૬.આપની ઉજ્જ્વળ કારકિર્દીમાં ક્યાં પરિબળોનો મહત્વનો ફાળો રહ્યો છે?

૭.જીવનને કઈ રીતે મૂલવો છો?

૮.આંખો બંધ કરો ને યાદ કરો તો કઈ  વ્યક્તિઓનું પ્રથમ સ્મરણ થાય છે?

૯.જીંદગીના પાછલા વર્ષો ફરીથી મળે તો કયા વર્ષો ફરીથી જીવવા માગો?

૧૦.આજે જે કંઈ તમારી પાસે છે તે નકારતા જાવ તો કયાં પહોંચવું ગમે?

૧૧.અનુશાસન વિશે આપનો અભિપ્રાય?

૧૨.આપની પ્રગતિમાં “નિષ્ઠા” કામ લાગી છે કે “સામર્થ્ય”?

૧૩.તમારી નબળાઈઓ?

૧૪.કોઈ એક જૂઠું વાક્ય બોલવું ગમશે?

૧૫.સૌથી દુ:ખદ અનુભૂતિ?

૧૬.આંખના ખૂણા કયારે ભીના થઈ જાય છે?

૧૭.તમે કોઈનું શોષણ કર્યું છે?

૧૮.પત્નીનું શોષણ કર્યું છે?

૧૯.તમે ક્રોધી છો?

૨૦.એક નિર્લેપ નિરીક્ષક તરીકે તમારા જીવન ને ક્યાં મુકશો?

૨૧.તમારી સાવ નક્કામી,ફાલતુ વાત કે ટેવ?

૨૨.તમને તમારા દેખાવની  બહુ પડી છે?

૨૩.પરિસ્થિતિ સામે ફરિયાદ રહે છે?

૨૪.ભગવાન પાસે નિયમીત માંગવાની ટેવ ખરી? ક્યારેક માગી લો ખરા?

૨૫.તમારા કોઈ ટીકાકાર?

૨૬.તમને ગમતી વ્યક્તિ? (સ્થાનિક,રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય)

૨૭.તમારા મનનો હીરો? (મૂર્તિ/ફોટો ઘરમાં રાખ્યો છે?)

૨૮.વાક્ય પૂરું કરો : મને અફસોસ છે કે………………

૨૯.આપના વિદેશ વસવાટ/પ્રવાસ નો સરસ અનુભવ?

૩૦.તમારું મનગમતું કાર્ય?

૩૧.અધૂરું સ્વપ્ન?ઈચ્છા?

૩૨.ગમતું ભોજન?

૩૩.કસરત કરો છો? નિયમીત?

૩૪.સવારે ક્યારે ઉઠો છો? દિનચર્યાની કોઈ નિયમિત વાત?૨૪ કલાકમાં કયો સમયગાળો વધુ ગમે? એકાંત ગમે? માત્ર જાત સાથે          કેટલી મિનિટ ગાળો છો?

૩૫.તમે આળસુ ખરા?

૩૬.ક્યારે હતાશા અનુભવો છો?

૩૭.ટીવી / પિક્ચર માટે કેટલો સમય ફાળવો છો?

૩૮.વાંચનવિશેષ?- પ્રિય વિષય / લેખક ?

૩૯.સામાજીક / રાષ્ટ્રિય કાર્યોમાં સમય ફાળવો છો ? નિયમીત ? અઠવાડિયે સરેરાશ કેટલા કલાક ?

૪૦.તમારી દૃષ્ટિ એ સાધુતાની વ્યાખ્યા?

૪૧.ઈશ્વર પ્રત્યેનો અભિગમ?

૪૨.તમારી રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શી?

૪૩.લગ્નની શી મજા છે?લગ્નની શી સજા છે?

૪૪.મૃત્યુ વિશે વિચારો છો? શું?

૪૫.જીવન પાસે શી અપેક્ષા છે?

૪૬.કોઈ મોહ જે છૂટતો નથી?

૪૭.બાળકોને પૂરતો સમય આપો છો?આપ્યો છે?

૪૮.જીંદગીમાં દુનિયાની નજરોથી છૂપાવવા જેવું કશુંક છે? (હાડપિંજર)

૪૯.”સફળ” જીવન ગમે કે “સાર્થક”?

૫૦.આપની શાળાનાં બાળકો માટે સંદેશ?

૫૧.વિશેષ નોંધ :

 

 

********
આ પ્રશ્નોના જવાબ આપી શકશો????