Category Archives: સમાચારનો સરવાળો

ગુજરાત,ભારત અને વિશ્વમાં બનતા બનાવો વિશે મારા અંતરમાં ઉઠતા સવાલો

સોહરાબુદ્દીન : સીબીઆઈની રામાયણ

છેલ્લા કેટલાય દિવસોથી સોહરાબુદ્દીન ગુજરાત અને પુરા વિશ્વમાં ચર્ચાની એરણે છે. એના (જુઠા) એન્કાઉન્ટરના કેસમાં ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસના ઓફિસરોની સીબીઆઈએ ધરપકડ કરી જેલમાં બંધ કર્યા છે. કેસ સૌથી વધારે પ્રસિધ્ધ અને હાઈપ્રોફાઈલ તો ત્યારે થયો જયારે એમાં ગુજરાતના ગૃહમંત્રી(હાલ પૂર્વ ગૃહમંત્રી)ની ધરપકડ થઇ. દિવ્યભાસ્કર અખબારે તો બધાય અધિકારીઓથી લઈને ગૃહમંત્રીના બધાયની સાથે સંબંધ સાથે સાથે એમની એ સમયની ફોન કોલ ડીટેલ પણ પ્રસિદ્ધ કરી. હવે આ કેસ સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસમાં આગળ વધી રહ્યો હોઈ સ્વતંત્ર ભારતના એક સજાગ નાગરિક તરીકે બંધારણને અનુસરતા આપણે કશી ટીપ્પણી કરી ના શકીએ પણ મારી પાસે આવેલા એક ઈમેલમાં જે વિગતો છે એ મુજબ સોહરાબુદ્દીન એક આતંકવાદીથી વિશેષ કઈ જ નથી.

હવે જોઈએ મને મળેલ મેલની માહિતી :

**********

સોહરાબુદ્દીન પત્ની સાથે તાજમહાલ પરિસરમાં

શું તમને ખબર છે કોણ હતો આ સોહરાબુદ્દીન? લગભગ ૩૫ થી ૩૬ વર્ષનો આ વ્યક્તિ મધ્યપ્રદેશના ઝારાનિયા ગામથી હતો. જેણે એક રીઢો કે ખુંખાર ગુનેગાર કહીએ તો ચાલે કેમ કે તે ગુજરાતની બિલ્ડર લોબી અને રાજસ્થાનની માર્બલ લોબીમાંથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો અને એમાં એનું સારું વર્ચસ્વ પણ હતું. અને એનું બધું જ કામ એ અમદાવાદ, ઉદયપુર અને ઉજ્જૈનથી કરતો હતો.

હવે એના ઉપર નોંધાયેલા ગુનાઓ તરફ નજર કરીએ તો :

ગુજરાત :

અમદાવાદ – ગુનો રજીસ્ટર નં. ૧૧/૯૪

– ૧૯૯૩ : જગન્નાથજી રથયાત્રામાં ભય આતંક ફેલાવવા બોમ્બ વિસ્ફોટનું કાવતરું. દાઉદ અને લતીફ જેવા દેશદ્રોહી સાગરીત.

અમદાવાદ – ગુનો રજીસ્ટર નં. ૨૩૮/૨૦૦૮ : ખંડણી – નાણા પડાવવાનો ગુનો

– અમદાવાદ ગું. ર. નંબર ૧૬૯/૯૫ આર્મ્સ એક્ટ એક્ષ્પ્લોજિવ એક્ટનો ગુનો, શાહપુર

– અમદાવાદ ગું. ર. નંબર ૧૧૨૪/૨૦૦૪ ફાયરીંગનો ગુનો, નવરંગપુરા

મહારાષ્ટ્ર

– ચાંદગઢ કોલ્હાપુર ગુ. ર. નં. ૫૨/૨૦૦૦ જીવલેણ ફાયરીંગ

– ચાંદગઢ પો. સ્ટે. ગુ. ૨,૪/૨૦૦૫ ગુનાહિત ષડયંત્ર રચી એક હત્યા કરી.

મધ્યપ્રદેશ

– નાગડા-ઉજ્જૈન પો. સ્ટે. ગુ. ૨,૨૩૭/૯૫ ગેરકાયદે હથિયારોનું વેચાણ કરતા પકડાયેલ

– મહીદપુર પો. સ્ટે. ગુ. ૨,૨૬૬/૯૫ આર્મ્સ એક્ટનો ગુનો

– લસુડીયા પો. સ્ટે. ગુ. ૨,૩૪૬/૨૦૦૩ ખોટા ડ્રાઈવિંગ લાઇસન્સનો ગુનો

– મધ્યપ્રદેશ પોલીસે સોહરાબુદ્દીનની ૫-૬-૧૯૯૯ના રોજ રાષ્ટ્રીય ધારા હેઠળ ધરપકડ કરી હતી જેમાં જામીન મેળવ્યા પછી ફરાર.

રાજસ્થાન

– હથીપોલ પો.સ્ટે. ગુ. ર. ૨૧૪/૦૪ ફાયરીંગથી હત્યાનો ગુનો

(માહિતી સંચાર:મનોગત,અંક -૩,૨૦૧૦)

અને આ એજ વ્યક્તિ છે કે જેના મધ્યપ્રદેશ સ્થિત ઘરમાંથી લગભગ ૪૦ જેટલી એકે ૪૭, કેટલાય જીવતા હેન્ડગ્રેનેડ અને કારતુસો મળી આવ્યા હતા. જે ભારતના પાંચ રાજ્યોમાં “વોન્ટેડ” જાહેર કરવામાં આવ્યો હતો અને એની સામે નાના મોટા ૪૦ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા.

આજે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર સીબીઆઈનો દુરઉપયોગ કરી રહી છે. ગુજરાત સરકારને અને ગુજરાતના સારા પોલીસ ઓફિસરોને ખોટી રીતે આ કેસમાં ફસાવી રહી છે અને પોલીસ ભાઈઓનું મનોબળ પણ તોડવાનું કામ કરી રહી છે. આ એજ સરકાર અને પોલીસ ઓફિસરો છે જેમના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શાંતિ છે. આજે ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ છે અને આપણે શાંતિથી હરી ફરી શકીએ છીએ. કોંગ્રેસ સરકાર પાસે ગુજરાત સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દા નથી એટલે ખોટા મુદ્દાઓ ઉભા કરીને ગુજરાતની સરકારને હેરાન કરે છે.

આમ જોવા જઈએ તો સોહરાબુદ્દીન એ કોઈ દુધે ધોયેલું વ્યક્તિત્વ નહોતું કે જેના મોત પાછળ આટલો બખેડો ઉભો કરવાનો હોય.છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કેસમાં ગુજરાતના લોકો સોહરાબુદ્દીનને બરાબર ઓળખતા થઇ ગયા છે. આજે દિલ્લી, મુંબઈ, ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,બિહાર,છત્તીશગઢ,ઝારખંડ,જમ્મુ ને કાશ્મીર જેવા ભારતના કેટલાય રાજ્યોમાં દિવસના કેટલાય લોકોને મારી નાખવામાં આવે છે. શું એમની જાનની કોઈ કીમત નથી હોતી. તેમાં કોઈ સીબીઆઈ ઇન્ક્વાયરી નથી કરવામાં આવતી. શું ફક્ત સોહરાબુદ્દીનની જાનની કીમત છે? સોહરાબુદ્દીનનો કેસ એ સુપ્રીમ કોર્ટની મંજૂરી છે એમ કહીને ચલાવવામાં આવતો કોંગ્રેસ નો એક મોટો ખેલ છે. બાકી આખા ભારતમાં દર વર્ષે કેટલાય એન્કાઉન્ટર થાય છે અને ગુજરાત કરતા ગુનાનો આંક બીજા રાજ્યોમાં ઘણો છે, ગુજરાત તો તેમાં ખુબજ પાછળ છે તો બીજા રાજ્યોના એન્કાઉન્ટરની તપાસો છોડીને ગુજરાતની તપાસ જ કેમ?

જાગો ગુજરાતીઓ જાગો….. કેમ કે આજે આપણી માં-બહેનો રસ્તા પર ભયમુક્ત થઈને હરી ફરી શકે છે, આજે આપણા સ્કુલે ગયેલા બાળકોની ચિંતા નથી કરવી પડતી, આપણો પરિવાર રાત્રે ઘરમાં શાંતિથી સુઈ શકે છે અને એના માટે આપણી સરકાર અને ગુજરાત પોલીસને લાખ લાખ અભિનંદન આપવા જોઈએ. પણ જો કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર ગુજરાત સરકારને હેરાન કરે કે ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કામ કરે તેને આપણે કેવી રીતે ચલાવી શકીએ? તમે પોતેજ યાદ કરી જુવો કે ગોધરાકાંડ પછી ગુજરાતમાં નાનું છમકલું પણ થયું છે ખરું? આપણે બીજા રાજ્યોમાં રહેતા લોકો કરતા કેટલી શાંતિની જીન્દગી જીવીએ છીએ,

**********

આ મને મળેલા મેલ ની વિગતો છે….. મારો અંગત અભિપ્રાય હું પહેલાજ જણાવી ચુક્યો છું.

Advertisements

સરબજીત “સવાલ કે રાજકારણ ?”

સરબજીતનું નામ FIRમાં સામેલ જ ન હતું ઃ પાક. વકીલ

૧૯૯૦મા પાકિસ્તાનના લાહોર અને મુલતાનમાં થયેલ બોમ્બ વિસ્ફોટના કાવતરામાં સંડોવણી બદલ લાહોર ની કોટલખપત જેલમાં સજા કાપી રહેલા સરબજીત સિંહ અથવા મનજીત સિંહ વિશે મીડિયામાં ગણી વખત ચર્ચા થઇ ચુકી છે. આ વિસ્ફોટમાં કુલ ૧૪ લોકો ના મૃત્યુ થયા હતા. હવે, સરબજીત ઉર્ફે મનજીતના મતે એ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગામનો એક ગરીબ ખેડૂત છે અને ભૂલથી સીમા ઓળંગીને પાક સરહદ માં પ્રવેશ કરી ગયો હતો [ગુજરાતના કેટલાય માછીમારો માછલી પકડવાની ધૂનમાંને ને ધૂનમાં રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જાય છે એમજ] અને એને પાક સૈન્ય એ ભારતીય જાસુસ સમજી પકડી લીધો અને ત્યારથી એ લાહોર ની કોટ લખપત જેલ માં સજા કાપી રહ્યો છે. એણે ફાંસીની સજા આપવામાં આવી છે. એના પરિવારમાં એની પત્ની સુખપ્રીત કૌર અને એની બે પુત્રીઓ સ્વપન દીપ અને પૂનમ કૌર છે. પાકિસ્તાન સરકારે એમણે અત્યાર સુધીમાં માત્ર ૭ દિવસના વિઝા આપી એણે મળવાની મંજુરી આપી હતી.એમણે એણે મળ્યા પછી સરકાર પાસે એની રિહાઈ માટે યાચના પણ કરી હતી.
આ બોમ્બકાંડમાં ભોગ બનનાર પરિવારના એક સભ્ય શૌકત સલીમના કહેવા પ્રમાણે બોમ્બ પ્લાન્ટ કરવા વાળા લોકોમાં એક સરબજીત પણ હતો. હવે એણે પોતાનું સ્ટેટમેન્ટ બદલી ને એવું કીધું છે કે એના આવા સ્ટેટમેન્ટ કરવા પાછળનો આશય સરબજીત પર પોલીસ દબાણ વધારવા માટેનો હતો આ દરમ્યાન સરબજીતના વકીલ અબ્દુલ rana હમીદે ભારતીય ન્યુઝ ચેનલ CNN-IBN ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું કે આવા સ્ટેટમેન્ટ તો કોઈ અર્થ નથી કારણ કે એ કોર્ટના રેકર્ડ પર આવ્યા જ નથી.
કોર્ટ ની કાર્યવાહી દરમ્યાન સરબજીત સિંઘે કોર્ટ ને જણાવ્યું કે એ દારૂ અને અન્ય કેફી દ્રવ્યો ની હેરાફેરી કરવા માટે ટે અવાર નવાર કસુર સરહદ ઓળંગતો હતો. એની સામે એનો પરિવાર કહે છે કે એ એક સાદો ખેડૂત જ છે અને એ ૧૯૯૦ માં દારૂના નશા માં ભૂલથી પંજાબના ઉત્તરીય સરહદે આવેલ ભીખીવિન્દ ગામ થી પાક ની સીમામાં પ્રવેશી ગયો હતો.એની પત્ની સુખપ્રીત કૌર હજી પણ એજ ગામ માં રહે છે. એના ગુમ થયા પછી એના પરિવારે એની ખુબજ શોધખોળ કરી પણ કંઈજ પત્તો લાગ્યો નહિ. અને એમણે ૯ મહિના પછી સરબજીત નો પત્ર આવ્યો કે એ દારૂ ના નશા માં ભૂલ થી બોર્ડર ઓળંગી ગયો હતો અને એણે પાકિસ્તાની ફોર્સે પકડી લીધો હતો અને હાલમાં એ જેલ માં છે.

સરબજીત ને ૧૯૯૧ માં ફાંસી ની સજા સંભળાવવામાં આવી છે. એ ચુકાદા સામે સરબજીત ની અપીલ ને સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૦૬ માં ફગાવી દીધી. પાકિસ્તાની બળવાખોર લશ્કરી શાશક પરવેઝ મુશર્રફે એની દયાની અરજી ફગાવી દીધી હતી અને એને ફાંસી નિશ્ચિત થઇ ચુકી હતી પણ પાક રાજકારણ માં એ દરમ્યાન આવેલા પરિવર્તનો એ હજી સુધી સરબજીત ની ફાંસી સંભવ થવા નથી દીધી.

હવે આપણે તો આપની સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? ૧૯૯૧ થી ૨૦૧૦ નાનો સમયગાળો તો નથી ને? જેમ પોર્ટુગલ થી અબુ સાલેમ ને [એક ગુંડાને] તમે લાવી શકો છો એમ પાકિસ્તાન થી એક ગરીબ અને નિર્દોષ ખેડૂત ને નથી લાવી શકતા? આમ ના કરવા પાછળ નું કારણ શું?

માહિતી : ધ ડેઈલી ડોન [પાકિસ્તાનનું અગ્રણી અખબાર]

વિમેશ પંડ્યા
સેલવાસ [પાંડરવાડા]

સમાચાર

આજની હેડલાઈન : મારી દ્રષ્ટિએ.

૦૧. વધુ ત્રાસવાદી હુમલાની સંરક્ષણ પ્રધાન એન્ટોનીની ચેતવણી

અંગત વિચાર : ચેતવણી તો ખરી પણ કોને અને શા માટે ? શું ૨૬/૧૧ ને પુરા ૧૪ મહિના થવા આવ્યા ત્યાં સુધી શું આવી ચેતવણીઓ જ આપવાની છે. શું સરકાર આવા હુમલા માટે તૈયાર નથી? કે આવા હુમલા થાય ત્યારે શું કરવું એના વિશે કાયદામાં જોગવાઈ નથી??

આટલા વિચાર

હવે મારો સવાલ :
કે પછી દર વર્ષે આવતા રાષ્ટ્રીય તહેવારો [૨૬ જાન્યુઆરી  અને ૧૫મી ઓગસ્ટ] નું રક્ષણ ના નામે અપમાન થઇ રહ્યું છે??

૦૨. કાશ્મીર સરહદે તારની વાડ કાપી નાખતા પાકિસ્તાની આતંકવાદીઓ

અંગત વિચાર : સરકાર શેના થી ગભરાય છે? પાકિસ્તાન થી? જો જવાબના હોય અને વાજપેયીજીથી લઇ ને આજના તાજા ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમ જેવા રાડ પાડીને પત્રકાર પરિષદ શા માટે ગઝ્વે છે? મોટા "ભા" થવા? આતંકવાદીઓ કાશ્મીરમાં તારની વાડ તોડી ને સીમાની અંદર ગુસી ગ્યા એ સમાચાર છેક આપણા ગુજરાતના છાપા વાળા પાસે આવી ગ્યા ત્યાં સુધી સરકાર સુધી નહિ ગ્યા હોય શું?

હવે મારો સવાલ : શું એવું બની શકે કે ઓછા વેતન અને ઓછી રજાઓની મજબૂરીના કારણે આપણા જાંબાજ જવાનો પૈસાની લાલચમાં આવી ને એમને મદદ કરતા હોય?

૦૩. મુંબઇ હુમલાના ચાર ત્રાસવાદી ભારતીય હતાઃ કસાબનો દાવો
અંગત વિચાર : સરકારની કસાબને ફાંસીના આપવા પાછળની મજબૂરી શું છે? એક હત્યા કરનાર ભારતીયને માટે ફાંસીની જોગવાઈ છે કાયદામાં અને એક વિદેશી અને એમાં પણ જન્મથીજ ભારતના દુશ્મન એવા પાકિસ્તાની આતંકવાદી કે જે નરી આંખે નરસંહાર કરતા પકડાયો. ૧૪ મહિના સુધી કામ ધંધો કર્યા વગર મફત-મસ્ત અને સરકારી જમણવાર મેળવનાર પહેલો વિદેશી વ્યક્તિ એટલે અજમલ અમીર કસાબ. આવડા મોટા અમેરિકા દેશનું બંધારણ માત્ર ૩૦ પાનાનું અને માત્ર કસાબ સાહેબ ના કેસ ની ચાર્જશીટ એકલીજ હજારો પાનાની. અહી બાળકોને હોમવર્ક કરવા માટે ૧૦૦ પાનાની નોટબુક કેટલાની આવે છે?

હવે મારો સવાલ : કસાબ સાહેબને જીવતા રાખી ને સરકાર શું સાબિત કરવા માંગે છે? એના પાછળ થતા ખર્ચ બજેટમાં ક્યાં દર્શાવવામાં આવશે [સ્પેશીઅલ કેસ છેને ભાઈ આપણે રહ્યા ધાર્મિક એટલે તમને હમણાજ સમજાશે. યમરાજા પાસે મેનપાવર શોર્ટેજ હતી. છેક ત્યાંથી મોકલાવ્યા હતા કસાબ સાહેબને. હવે એમની ખાતિરદારીના કરે આ સરકાર તો કેટલા દિવસ ચાલે? મોઘવારી પણ વધી જ જાય ને ? અરે સોરી , પણ શું તમને નથી લાગતું કે મોઘવારી વધવાનું એક કારણ આ પણ હોઈ શકે!!

વધુ ફરી વખતે……

સમાચાર સૌજન્ય : ગુજરાત સમાચાર

વિમેશ અરવિંદભાઈ પંડ્યા
પાંડરવાડા
૨૪.૦૧.૨૦૧૦