જો એવું થશે

આવશે આંસું જો પાનખર યાદની આવશે

સળગશે સપનાં જો આંખ અડપલું કરશે.

તુટી જવાશે જો સંગીન અપરાધ વગર સજા થશે

ઉર્મિઓ ઓલવાશે જો અજાણતાં સગપણ ઓગળશે

સ્વપ્ન ઝાકળબિંદુ થશે જો સાથ સંકોચાશે

સ્વપ્નસૃષ્ટિ દુષ્કાળશે જો આગીયો આંખ થશે

લાગણી સરકી જશે જો અંધારપટ લંબાશે

સરળ શ્વાસ થંભી જશે જો આગમન અટવાશે

[તસવીર સૌજન્યઃ Anguished Repose]

સ્પંદન

 

ગમે જો આમ જ દરિયો મળે

કોરા પટ પર ભીંજાવું ગમે

શાંત શમિયાણે નમણા કાંઠે

પ્રિયે, સાથ તમારો ગમે…

 

ગમે જો હોઠે વાંસળી અડે

સુર થઈ રેલાવું ગમે

પવનની અમથી લહેર સાથે

તમને લઈને ઉડવું ગમે…

 

ગમે જો ગળે સ્પંદનના ઘાવ અડે

ઈચ્છા વિના એમાં ઓગળવું ગમે

લાલ રક્તના બુંદે બુંદે

નામ તમારું કોતરવું ગમે…

 

[ તસવીર સૌજન્યઃ Internet FAQ Archives ]

આભાર

આપનો આભાર વિમેશભાઇ………

 

આંસુ

 

વહી જવા દે આંસુ આંખથી દર્દ વહી જશે…

નીકળી જવા દે શબ્દો જીભથી દિલ હલકું પડી જશે…

 

જોવે તો  છે જમાનો બસ એક જ નજરથી…

હસી લે સાવ આમ કે એ ફીક્કો પડી જશે….

 

સ્વાગતની આડમાં સગપણ ન હોય કાયમ…

ઝખમો રુઝાયા પછી દવા જડી જશે….

 

રાહ જોવું જો કાયમ તકદીર બદલવાની…

પ્રાર્થના જ શક્તિ પ્રેમની ક્ષણમાં જડી જશે…

 

[તસવીર સૌજન્યઃશબ્દોનો રણકાર]

જોખમ

ઈન્ટરનેટના વધેલા વ્યાપને લીધે કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા માટે હાથવગા સાધન તરીકે ખુબજ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં પણ હમણાં થોડા સવાલોના જવાબો મેળવવા માટે બાઈક અને બાઈકીંગ વીશે ગુગલ મહારાજ પાસે જવાબો માગ્યા અને એમણે આપ્યા પણ ખરા. બહુ ઓછા સમયમાં મળેલા જવાબો દરમ્યાન મને વીડીયો ફિલ્મ સ્વરૂપે જે થોડા ઘણા પરિણામ જોવા મળ્યા એ ચોંકાવનારા હતાં.

ક્યાંક પોતાની જાતે લીધેલું જોખમ

ક્યાંક કોઈકના તરફથી મળેલું જોખમ

 

જોવામાં વાંધો નથી … બીજા દ્વારા છે એટલે થોડો રોમાંચ થાય અને આનંદ પણ આવે…. પણ કદાચ ત્યાર પછી એક પ્રશ્ન થવો જરૂરી છે..

 

શું આ જરૂરી છે??

 

પોતાની જાતે:

 

કોઈકની તરફથીઃ

હોળી મુબારક

હર રંગમાં તું, મારા સંગમાં તું

હિલ્લોલે તું, કિલ્લોલે તું

રણકારે તું, ભણકારે તું

રમવામાં તું, ભમવામાં તું

પ્રાર્થનામાં તું, પ્રેમગીતમાં તું

દ્રષ્ટિમાં તું, ને સૃષ્ટીમાં તું

ધબકારે તું, ભણકારે તું

હે ઈશ આ રંગી દુનિયાના

છે સુખમાં તું ને દુઃખમાં તું….

 

તમામ વાચક મિત્રોને હોળીની શુભકામનાઓ...

 

પંચમહાલનો છું એટલે ખબર છે કે ગુજરાતના કેટલાક ક્ષત્રીય સમાજોનું હોળીના દિવસે નવું વર્ષ શરૂ થાય છે.

એ તમામ મિત્રોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ, નુતન વર્ષાભિનંદન.

 

હોળી પ્રસંગે આ વીડીયોઃ

 

[તસવીરઃ ગુગલ, વીડીયોઃ યુટ્યુબ]

મહિલા દિવસે મહિલા સ્તુતી-અમારા સાથે તમારી

આજે ભારતીય મહિલા દિવસે હું વિમેશ પંડ્યા મારા જીવન સફરમાં મળેલી અને એ ઉપરાંત તમામ ભારતીય મહિલાઓને સંભારું છું, એમને યાદ કરૂ છું અને શુભેચ્છાઓ પાઠવું છું, એમની સ્તુતિ કરું છું, એમને આ વિશ્વને આટલું ખુબસુરત બનાવવા માટે અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. એક પુરુષ તરીકે સત્ય હકિકત ને સ્વીકારું છું કે “વિશ્વનો કોઈ પણ પુરુષ એના જીવનમાં સ્ત્રી વગર અધુરો છે”…..

મહિલા દિવસે વિશેષ સ્તુતી “મારા સાથે મારી

:: ઈશ્વરીય ::

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

અમે જટાળા જોગી ત્યાં તમે નાજુક પાર્વતી

વિશ્વનિયંતા વિષ્ણુ બનશું આપ સ્વરૂપે મહાલક્ષ્મી

રાસ રમવા કાનજી બનતા છેલ છબીલી રાધડી

શ્રી રામ અમે ત્યારે બનીએ જ્યારે બનો તમે શ્રી જાનકી

નરસિંહ બનતાં પહેલાં સ્મરીએ સદાય તને ઓ દુર્ગા

સપ્તપદીના ફેરા સાથે અન્નપુર્ણાની અનુકંપા…

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

 

:: પ્રકૃતિ ::

સુરજની લાલીમા ત્યાં ચંદ્ર તણી શીતળતા

ઉગ્ર સુરજમુખી સામે રાતરાણીની શાતા

ઉત્તુંગ શિખર હું રાડ પાડું ત્યાં ખીણ ઝીલે છે પડઘા

ઘુઘવતા સાગરના સ્નેહે આપ નિર્મળ સરિતા

રાતા રંગે ગુલાબ બની ગર્વથી મલકાતો

આપ ચમેલી સુગંધ સામે મારો ગર્વ ખંડીત થાતો

ગરમાળો ઉપવન શોભાવે આંગણે તુલસી ક્યારો

બ્રાહ્મણ પીપળા સામે ઝુકે નાગરવેલની ડાળો…

ફાગણ રાજ કેસુડો ખોલે રંગભરી જ્યાં ચાદર

લજામણી ને લજ્જા અપાવે હલકા પવનની થાપટ

:: પ્રાણી ::

ડાક ગજાવે ડાલામથ્થો ફુંફાડે તમે નાગણ

મહેંકતા મોરલીયા સામે કોયલ ગુંજે વન વન

વિશાળ ગજ મસ્તક ઝુકાવે નમણી મૃગલી આગળ

પોપટ મીઠું મીઠું બોલે પેટ પુરાવે આંચળ

ચીત્તો હાક મારી ઝડપતો મોઢે લપાતો કોળીયો

કામધેનુ અમૃતે પલળતો નર આખો જન્મારો

 

:: સંગીત ::

તાન પુરાવે તંબુરો ને લય લહેરાવે બંસી

તબલા તાલે રાગ મિલાવે ખન ખન મધુરી ઝાંઝરી

હૈયે હૈયુ યૌવન નાચે ઢોલ તણા ધબકારે

કોડભરી કન્યા સિધાવે સુર શરણાઈની સાથે…

 

:: શણગાર ::

ગોળ ગજબના અંબોડાની શોભા વધારે બિંદી

કાનનું ઝુમ્મર કામણગારુ જ્યારે નમણી નથણી..

કંઠ શોભાવે હાર હીરાનો

કર આખાના મોઢેં જઈને બાથ ભરાવે વીંટીં

બાજુબંધથી આંગળી ચીધેં મહેંદી ભર્યો કર નમણો..

કોડભર્યા કંદોરા સામે પાયલ નો સુર મીઠો…

 

:: માનવી ::

પ્રાણ પુરીને પંચભુતમાં પેદા કરતી જનની

ભાઈ, વીરાના પ્રેમાળ શબ્દો સદા પાઠવે ભગીની

ઉંમર ઉંબરે પ્રેમ શીખાડે નાજુક ભીની આંખો

બાપુ નાદે લોહી વધારે ઉમ્મીદોની પાંખો

દાદી વહાલનો દરિયો પીરસે મા નીર્મળ છે ઝરણું

પ્રિયતમાના પ્રેમની આગળ જગ આખું છે ફીક્કું

શક્તિ સીંચે દીકરી સાથે ભાભી પીરસે ભાણું

અલ્લડભાવે સ્મિત સંગાથે સાળીનું નજરાણું

ફોઈ સદા સુખી ઈચ્છે માસી હેત પસારે

કાકી કુમકુમ ભાલે કરીને આશીષ વચનો આપે…

 

દેવીઓ, ભુલચુક ક્ષમા-યાચના ચાહું છું. મનના માંડવે આવેલા વીચારોને શબ્દદેહ આપવા પ્રયાસ કર્યો છે બાકી હે ઈશ્વરીય ઉપહાર તણી પ્રેમ અને સૌન્દર્યની જીવંત અને શાસ્ત્રોમાં પ્રકૃતિની ઉપમા પામનાર નારી પાસે યાચના જ હોય.

 

હું વિમેશ અરવિંદભાઈ પંડ્યા, મારી શબ્દસુધાથી ભારતની તમામ નારીઓનું સન્માન કરું છું.

 

[તસવીર સૌજન્યઃLight and Shade ]

સપનાના સોદાગર

સતત ઝુકેલી એ પાંપણે સપના ઉજાગર કર્યા,

વિખરાયેલી ઝુલ્ફોએ પવનદેવ પરાસ્ત કર્યા…

 

સદાય બીડેલા હોઠથી જે બે મીઠા બોલ કહ્યા,

દિલ વીંધાયું અને યૌવનના ઠેકાણા ના રહ્યા…

 

ગમતીલા ભાવે પુષ્ટ નિખાર પર અમે ખુબ મોહી પડ્યા

શરમના શેરડા બળપુર્વક તમારા ગાલે રમી ગયા…

 

અપેક્ષીત હતો રમણીય એ સપનાંનો ભારો,

સપનાં છોડી ઓરા આવો પુરો હવે જન્મારો…

 

બસ કીધો’તો સોદો આપણે ભુલથી ઓ સોદાગર,

સપનાઓ રંગીન બનાવી આંખો કેમ ધ્રુજાવો…

 

[તસવીર સૌજન્યઃ શ્રી આશીષ સોમપુરા]

ભારતીય રેલ

ભારતીય રેલ, ભારતને અંગ્રેજોએ આપેલી એક અમુલ્ય ભેટ. રા.જ.દ. ના સુપ્રિમો શ્રી લાલુ પ્રસાદ યાદવના રેલમંત્રી બન્યા પછી એની વાસ્તવિક સ્થિતિ વિશે એમના પોતાના અલગ અંદાજમાં રજુ કરી હતી. થોડાં આધુનિક પગલાં ભર્યાં હતાં અને એના કારણે ભારતીય રેલ અચાનકજ સતત એક સ્થીર ગતિથી પ્રગતિનાં નવાં નવાં સોપાનો સર કરવા લાગી.

 

અહીં મારે કોઈપણ પક્ષના રેલમંત્રાલય સંભાળી રહેલા કે સંભાળી ચુકેલા નેતાઓ વિશે વાત નથી કરવી પણ શ્રી લાલુજીનું નામ લેવું એટલા માટે જણાવવું જરૂરી હતું કે એ પહેલા એવા મંત્રી હતા જેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે ભારતીય રેલ ધારણા કરતાં વધારે નફો કરી રહી છે અને પહેલી વખત એવા રેલમંત્રી પણ બન્યા જેમણે રેલભાડું નહોતું વધાર્યું.

હું મારી જીંદગીના ૨૨મા વર્ષના પડાવે પહોંચ્યો ત્યારે મેં પહેલી વખત રેલવેની મુસાફરી કરી હતી. મને યાદ છે મારી પહેલી મુસાફરી વિરાર-ભરૂચ પેસેંજરમાં વાપીથી સુરત સુધીની હતી, જેની ટીકીટ પણ મારી સાથે મારા જે સંબંધી હતા એમણે લીધી હતી. ત્યાર પછી સતત રેલવેના કાઉન્ટર સાથે ઘરોબો રહ્યો છે. જેમ જેમ સંપર્કમાં આવતો ગયો એમ એમ નવી નવી જાણકારી મળતી ગઈ. જેમ જેમ નવી નવી જાણકારી મળતી ગઈ એમ એમ મિત્રોને જાણ કરતો રહ્યો પણ બે-ત્રણ દિવસ પહેલાં મને જે જાણકારી મળી એના ઉપયોગ પછી મને એ થોડી વધારે જાહેર કરવા લાયક લાગી. કદાચ હોઈ શકે કે કેટલાકને એના વિશે જાણકારી હોય પણ ખરી પણ એક વાતની ખાતરી છે કે બધાને તો જાણકારી નહીં જ હોય.

પીએનઆર

મને સૌથી પહેલાં જાણકારી મળી પીએનઆર સ્ટેટસ ઓનલાઈન જાણવાની. જે લગભગ બધાને ખબર છે. આપણે જ્યારે કોઈપણ પ્રવાસ માટે રેલવેની ટીકીટ અગાઉથી બુક કરાવીએ ત્યારે ટીકીટની ઉપર ડાબી બાજુએ પીએનઆર નંબર હોય છે. જે આપણી ટીકીટનું સ્ટેટસ જાણવા માટે ખુબજ ઉપયોગી બને છે. ખાસ કરીને જ્યારે આપણી ટીકીટ કંન્ફર્મ ના હોય. એના માટે ભારતીય રેલની પીએનઆર સ્ટેટસની વેબસાઈટ પર જઈ આપણો પીએનઆર નંબર નાખવાથી હાલનું સ્ટેટસ ખબર પડે છે.

ઓનલાઈન ટીકીટ બુકીંગ

રેલવે કાઉન્ટરો પર થતા અસહ્ય ધસારાને લીધે અને લાંબી લાંબી કતારોના લીધે ઘણી વખત મુસાફરોને અનેક પ્રકારની વીટંબણાઓ સહન કરવી પડતી હતી. આ પરિસ્થીતિના નિવારણ માટે

ભારતીય રેલવેદ્વારા ઓનલાઈન ટીકીટ બુકીંગ શરૂ કરવામાં આવ્યું. જેમાં મુસાફર ઓનલાઈન બેંકીંગ અથવા ક્રેડીટ કાર્ડના ઉપયોગ દ્વારા ટીકીટ બુક કરી શકે છે. આ માટે મુસાફરે ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ પર પોતાનું લોગીન રજીસ્ટર કરવું પડે છે. ત્યાર પછી ત્યાં જરૂરી વિગતો પુરી પાડ્યા બાદ યોગ્ય પેમેન્ટ ઓપ્શન દ્વારા ભાડું ચુકતે કરી ટીકીટ મેળવી શકે છે. [ઓનલાઈન ટીકીટ બુક કરતી વખતે શરતો ધ્યાનથી વાંચી લેવા વિનંતી.] જો કોઈક કારણસર પ્રવાસ મુલતવી રહે અથવા અન્ય કારણસર એ ટીકીટ રદ કરવાની ફરજ પડે ત્યારે ફરીથી એજ વેબસાઈટ પર લોગીન કરી ત્યાંથી એ ટીકીટ રદ/કેન્સલ કરી શકાય છે. ટીકીટ કેન્સલ કર્યા પછી એના નિયત સમયમાં કપાત પછીની રકમ તમે જે વિકલ્પ દ્વારા ચુકવણું કર્યું હોય ત્યાં જમા થઈ જાય છે.

બધી જ માહિતી

ભારતીય રેલવે વિશે તથા દેશના ખુણે ખુણે કુલ ૧૧,૦૦૦ કીલોમીટર ના રેલપાટા પર દોડી રહેલી અન્ય તમામ ગાડીઓ, સ્ટેશનો અને અન્ય તમામ જાણકારી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ પર જવાથી જાણકારી મળી શકે છે. જ્યાં મુસાફરને પ્રવાસ વિશે રેલવે મંત્રાલય દ્વારા અપાતી સગવડો,નવી નવી સ્કીમો, જાહેરાતો, સમય સમય પર સ્પેશીયલ ગાડીઓ વિશે જાણકારી, મંત્રાલય દ્વારા ચોક્કસ સ્થળોનું મુસાફરી પેકેજ વગેરે વગેરે જાણકારી મળી શકે છે.

 

 

 

હાલની પરિસ્થિતી

તમને થશે કે આ બધી જાણકારી તો પહેલેથી જ હતી, આમાં નવું શું છે? તો દોસ્તો નવી જાણકારી હવે આવે છે. મને બે જ દિવસ પહેલાં આ નવી સેવાની જાણકારી થઈ. જેના વિશે હું અહીં એક માત્ર સગવડને છોડીને વધારે લખતો નથી પણ એક વખત મુલાકાત લેવાનું ચુકશો નહીં.

“અહીં જવાથી તમે જે ગાડી વિશે જાણકારી મેળવી રહ્યા છો એ હાલ કયા સ્ટેશન પર ઉભી છે અથવા છુટી છે એની જીવંત માહીતી મળે છે…”

નીચેની તસવીર ક્લીક કરી તમે એ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો…


 

[તમામ તસવીરોઃ ગુગલ]

નોંધઃ તસવીર પર ક્લીક કરવાથી વેબસાઈટ પર જવાશે…

દિલબર

શમણાંઓની સાંજ સવારી યાદમાં તારી દિલબર

આંખ અટારી ભીની થઈ છે રાહમાં તારી દિલબર,

યાદ અપાવે વન ઉપવનની શાંત લતાઓ દિલબર

શમણાંઓની સાંજ સવારી યાદમાં તારી દિલબર…

 

શોધી રહ્યો હું આસપાસમાં સ્પર્શ સુંવાળો દિલબર

મસ્ત સુગંધે સાચા અર્થે મંદ પડી આ ધડકન,

સુરજદાદો રમવા લાગ્યો રાતી ક્ષીતિજની આગળ

ટમટમ તારલા વ્યાકુળતાથી શોધી રહ્યા તને દિલબર…

 

ચાંદલીયાની સાખે દઉ છું મારા સમ તને દિલબર

શાંત સમયની સળગતી પડખે વિંધાયું છે યૌવન.

સાંજ વટાળી આવી રજની ઓઢી તારલીયાની ચાદર

તારી રાહમાં રાતરાણીએ લાલ બીછાવી જાજમ….

 

[તસવીરઃ TrekEarth]

चाहत की ख्वाहीशे (via प्रतिध्वनि)

चाहत की ख्वाहीशे उम्मीद करतें थे हमसे गझले तरन्नुम सुननेकी अफसोस नीकल गये कीस्से बारुद के ।   ख्वाहीशे जाहीर हो गई बहोतो के मुंह से पीधलने से पहले मोमबत्ती शोला बन गई ।   कहने को ना बचा था कुछ भी टपकते शहद से शबनमी होठ गीले हो गयें ।   रजामंद कहां था जमाना जो उनसे मुलाकात हो सके । ये तो उपरवाले ने बनाई तकदीर थी जहां रास्ते महफुझ थे, मंझीले कौन बदल सके।   चाहते है चाहत में ना मीले हमें बदनाम बेरुखी आगाझ हुआ जब एतबार का निशाने पे शमा जल उठी । … Read More

via प्रतिध्वनि

સ્મરણ એ ક્ષણનું..!

 

રટુ છું રટણને

સ્મરું છું સ્મરણને

તારા વિયોગે ચહું છું

હસેલી એ ક્ષણને.

 

કહે છે આ આંખો

ના સુજે એક સ્મરણે

આવશે એ પળ

જ્યારે તું મળશે એ ક્ષણને.

 

પલટતા આ વ્યવહારો

ગણે છે એ ઘડીઓ

ક્યારે અટકશે એ ટંકારવ

અજબ હશે એ ક્ષણ

જ્યારે તું મળીશ એ ક્ષણને

 

રમતને રમી લે

સમયને જમી લે

સહારો તો મળશે એનો

જ્યારે તું માણીશ એ ક્ષણને.

 

પલકારે આ આંખના

રચાય છે એક પ્રતિબિંબ

સંજોગ યાદ અપાવે છે

આગોતરી એ ક્ષણને.

 

[તસવીર સૌજન્યઃ કનેક્ટ ડોટ ઈન ડોટ કોમ]

પીયુ

 

વિશ્વાસની આ પ્રીત મેં જે બાંધી તારા શ્વાસથી,

બાંધી દેજે “પીયુ” એને તું તારા શ્વાસથી.

રુંધાય ભલે જીવનનો રાહ,

ગાળીયો મજબુત પકડજે

પીયુ” વિશ્વાસથી.

 

શ્રધ્ધા સાથે મારી તારો શ્વાસ વણાયો છે,

ઋતુ વસંતનો એમાં રંગ ઉમેરાયો છે.

તારાથી દુર રહેવું હવે અશક્ય લાગે છે “પીયુ“,

ધડકતા દિલનો ધબકાર પણ હવે તો પરાયો છે.

 

શબ્દ સુરની તો ક્યાં વીટંબણા હતી જ પહેલેથી

તોય વધુ એમાં “પીયુ” ગુંજારવ છલકાયો છે.

ધ્યેય બધા ગમે ત્યાં શોધતા હોય ભલે,

અહીં તો મંઝીલ પર પ્યાસો કિનારો છે.

 

[તસવીર સૌજન્યઃhttp://www.fabiovisentin.com]

ફરિયાદ

તારા તરફ એક ફરિયાદ છે મને

મળવું છે મુશ્કેલ છતાં પળભરમાં ખોવાય છે.

સલ્તનત આ દુનિયાની છે રંગીન

બતાવ્યું એકજ ઈશારાથી તેં,

પ્રયાસ કરું છું જોવાનો પણ

બધે જ તું દેખાય છે.

શું વાંક છે મારો

કે

અવાજ પહેલાં પડઘો સંભળાય છે,

ઝુલ્ફો લહેરાતા પહેલાં એનો

પડછાયો અથડાય છે.

પગરવની ચાહમાં

પગે પથ્થર અથડાય છે,

નિરવતાના રવ માંહી

તારી ચાહત ભટકાય છે.

ઈશારાનો અર્થ ના સમજું એટલો નાદાન તો નથી જ

એ પહેલા શરમનો શેરડો તારા ગાલ પર ગભરાય છે.

 

[તસવીર સૌજન્યઃ ImageHousing.com]

મુગ્ધા

એ અણીયાળી આંખો એ ચિત્ત કર્યો

એ વિખરાયેલી ઝુલ્ફોએ વિચલીત કર્યો

હું માત્ર હું હતો

એણે મુગ્ધતાથી મુર્ત કરી

“હું” માંથી અમે બનવા મજબુર કર્યો.

 

ગુનો કરવાની તો કલ્પના જ નહોતી

નિરખવાનો એક દોષ થઈ ગયો.

મુગ્ધ ઈશારાથી પળભર માટે સંકોચ થઈ ગયો.

 

કાંઈ હું વિચારું વેણી સાથે મારે શું સંબંધ?

વેણી પણ નીકળી “મુગ્ધા” સુવાસે ભ્રમિત કર્યો.


મગરૂર મારી નિષ્ઠાથી હું જાતે જ પરે થયો

લાખ પ્રયાસો છતાં હું જાતે જ બેહોશ થયો.

 

વૈચારિક દશાએ પુછ્યું કે મારી સાથે જ કેમ?

જવાબ શોધવાની ફિરાકમાં હું ખુદને જડી ગયો.

 

[ફોટોઃપ્રાચી દેસાઈ, ફોટો સૌજન્યઃ શ્રી આશીષ સોમપુરા ]