Blog Archives

ગમે

બસ આમજ હસતા રહો તો દિલને ગમે

થોડા રમતા રહો તો દિલને ગમે…

લાગણી થોડી ખરબચડી હશે તો ચાલશે

ઝાકળ જેવી ભીની હોય તો ગમે…

ઝળહળતો સુરજ પણ શીતળ ચાંદ કાજ તરસે છે

થોડા તીખા ગુસ્સા સાથે મધમીઠું સ્મિત રમે તો ગમે…

સુગંધ તો તીવ્ર હોય જ ગુલાબની

ક્યારેક ચંપો મહેકે તો ગમે…

સતત વરસતી લાગણીઓમાં સંભાવના ઓટની ઓછી હોય છે

ઢોળાયા વગરની લાગણી આંસુંઓમાં હોય તો ગમે…

Advertisements

જો એવું થશે

આવશે આંસું જો પાનખર યાદની આવશે

સળગશે સપનાં જો આંખ અડપલું કરશે.

તુટી જવાશે જો સંગીન અપરાધ વગર સજા થશે

ઉર્મિઓ ઓલવાશે જો અજાણતાં સગપણ ઓગળશે

સ્વપ્ન ઝાકળબિંદુ થશે જો સાથ સંકોચાશે

સ્વપ્નસૃષ્ટિ દુષ્કાળશે જો આગીયો આંખ થશે

લાગણી સરકી જશે જો અંધારપટ લંબાશે

સરળ શ્વાસ થંભી જશે જો આગમન અટવાશે

[તસવીર સૌજન્યઃ Anguished Repose]