Blog Archives

તું ગઈ છે ત્યારથી…

હા, ત્યારથી જ

તું ગઈ છે ત્યારથી..

હું એકલો પડી ગયો છું.

તું ગઈ છે ત્યારથી…

આ માટલુંય ખાલી નથી થતું

ને પાછલા ઓરડાનો તો દરવાજોય ખુલ્યો નથી

તું ગઈ છે ત્યારથી…

રસોડાની બારી પણ હજી બંધ છે ને

વાસણનો તો અવાજ જ નથી આવતો

તું ગઈ છે ત્યારથી….

“અરે એય” એવો અવાજ નીકળે તો છે

પણ, દિવાલોય ખીજાઈને સર્જે છે પડઘો 

તું ગઈ છે ત્યારથી…

“તું શું કરે છે?” પુછવાનું મન તો થાય છે

પણ સુતી હોઈશ એમ કરી યાદને દબાવી દઉં છું

તું ગઈ છે ત્યારથી…

[તસવીરઃ રીડગુજરાતી ડોટ કોમ]

Advertisements

મુગ્ધા

એ અણીયાળી આંખો એ ચિત્ત કર્યો

એ વિખરાયેલી ઝુલ્ફોએ વિચલીત કર્યો

હું માત્ર હું હતો

એણે મુગ્ધતાથી મુર્ત કરી

“હું” માંથી અમે બનવા મજબુર કર્યો.

 

ગુનો કરવાની તો કલ્પના જ નહોતી

નિરખવાનો એક દોષ થઈ ગયો.

મુગ્ધ ઈશારાથી પળભર માટે સંકોચ થઈ ગયો.

 

કાંઈ હું વિચારું વેણી સાથે મારે શું સંબંધ?

વેણી પણ નીકળી “મુગ્ધા” સુવાસે ભ્રમિત કર્યો.


મગરૂર મારી નિષ્ઠાથી હું જાતે જ પરે થયો

લાખ પ્રયાસો છતાં હું જાતે જ બેહોશ થયો.

 

વૈચારિક દશાએ પુછ્યું કે મારી સાથે જ કેમ?

જવાબ શોધવાની ફિરાકમાં હું ખુદને જડી ગયો.

 

[ફોટોઃપ્રાચી દેસાઈ, ફોટો સૌજન્યઃ શ્રી આશીષ સોમપુરા ]

હું

સંપુર્ણ સંપર્કથી જીવું છું હજી
કોને ખબર ક્યારે મીણબત્તી થાઉ ??????

નવાબ

થોડો લીબાસ પહેરીલે નવાબ

હું કદાચ બોલીના શકું, તુંજ હમણાં બોલી લે જનાબ…

 

હૈયે હરખ છે પણ બારણાં છે બંધ

આપણી તો સ્મિતની મુલાકાત છે નવાબ…

 

મન મલકે તન ઉછળે

પડેલી કરચલી જુવે તુજ વાટ ઓ નવાબ…નવું ઈમેઈલ સરનામું

જય શ્રી ક્રિષ્ણ દોસ્તો,

મજામાં હશો.

આમ તો કોમ્પ્યુટર ફીલ્ડ સાવ અજાણ્યું ના કહેવાય હવે પાંચ-છ વર્ષના સહવાસ પછી પણ તોયે હું (બીજા બધાઓની ખબર નથી) ઘણી બધી બાબતોથી સાવ અજાણ જ હોઉં છું. જ્યારે જ્યારે અથવા સમયે સમયે માહિતી મળતાં પોતાની જાતને અપડેટ કરતો રહું છું.

તાજી મળેલી જાણકારી અનુસાર હોટમેઈલ.કોમ દ્વારા ચલાવાતી મેઈલ સેવા વધુ જગ્યા (લગભગ ૨૫ જીબી) સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને શેરીંગની ગુગલ કરતાં વધુ સારી સગવડ આપે છે.

બસ, પછી ક્યાં કોઈને પુછવાનું જ હતું. બનાવી લીધું નવું ઈમેઈલ સરનામું.

તમેય નોંધી લો.

impandya@live.com

તમારી ઈ-ટપાલની ત્યાં પણ રાહ જોઈશ હવે. બાકી મારાં બીજાં બે જુનાં મેઈલ બોક્ષ ખુલ્લાંજ છે જે નીચે મુજબ છે.

—> vimeshpandya@gmail.com

—> vimeshpandya@yahoo.co.in

જોઈએ નવું કેટલા દા’ડા ચાલે છે…

હું મને ગમું છું

હું મારી જાતને સૌથી વધારે ચાહું છું
કારણ કે દિવસના ૨૪ કલાકમાંથી માત્ર ૧૦ કલાક માણસોના ટોળા વચ્ચે કામ કરું છું
અને
મારી જાત સાથે બાકીના ૧૪ કલાક વિતાવું છું…..